પ્રેગ્નન્સીનો દુર્લભ કિસ્સો:માતાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, પરંતુ DNA ટેસ્ટમાં બંનેના પિતા અલગ-અલગ, જાણો કેવી રીતે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બ્રાઝિલના મિનિરોસમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. અહીં એક 19 વર્ષની છોકરીએ જોડિયા બાળકોને જન્મ આપ્યો છે, પરંતુ તેમના પિતા અલગ-અલગ છે. બાળકોના જન્મના 8 મહિના બાદ જ્યારે DNA ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે આ વાતનો ખુલાસો થયો. ડૉક્ટરોના જણાવ્યા પ્રમાણે આ કેસ ખૂબ જ દુર્લભ છે અને દુનિયામાં આવા લગભગ 20 જેટલા કેસોની જ પુષ્ટિ થઈ છે.

માતાએ એક જ દિવસે બે પુરુષો સાથે સંબંધ બાંધ્યા હતા
DNA ટેસ્ટમાં થયેલ ખુલાસા બાદ માતાએ જણાવ્યું હતું કે, એક જ દિવસમાં તેણે બે પુરુષો સાથે સંબંધ બાંધ્યા હતા. જો કે, પ્રેગ્નન્સી દરમિયાન તેને ખબર નહોતી કે બંને બાળકોના પિતા અલગ-અલગ છે. માતાના કહેવા પ્રમાણે બાળકો એકસરખાં દેખાય છે એટલે કે તે આઈડેન્ટિકલ ટ્વીન્સ છે. જન્મ બાદ યુવતીએ સૌથી પહેલા તે વ્યક્તિનો DNA ટેસ્ટ કરાવી બાળકોના પિતાની ઓળખની પુષ્ટિ કરી હતી. તપાસમાં આ વ્યક્તિનું DNA માત્ર એક બાળકમાંથી જ મળી આવ્યું હતું, જેને જોઈને સૌ કોઇ આશ્ચર્યચકિત થઇ ગયા હતા. આ પછી, યુવતીએ બીજા પુરુષનો DNA ટેસ્ટ કરાવ્યો, જે પરથી જાણવા મળ્યું કે, બંને બાળકોના પિતા અલગ છે.

આ હેટ્રોપેરેન્ટલ સુપરફેકુંડેશનનો કેસ છે
નિષ્ણાતોનું માનવું છે કે, આ હેટ્રોપેરેન્ટલ સુપરફેકુંડેશનનો કેસ છે, જે એકદમ દુર્લભ સ્થિતિ છે. આમાં બે જોડિયામાં અલગ-અલગ પિતાના DNA જોવા મળે છે. આ મહિલાના ડોક્ટર તુલિયો જોર્જ ફ્રાન્કોએ જણાવ્યું હતું કે, હેટ્રોપેરેન્ટલ સુપરફેકુંડેશનની સ્થિતિમાં માતાના શરીરમાં રહેલા ઈંડાને બે અલગ-અલગ પુરુષો દ્વારા ફર્ટિલાઇઝ કરવામાં આવે છે. આ જ કારણ છે કે, બંને બાળકોના DNA એકસરખા નથી. સરળ ભાષામાં કહીએ તો માતાનું શરીર દર મહિને બે ઈંડા છોડે છે. જુદા-જુદા પિતાના સ્પર્મથી ફર્ટિલાઇઝ્ડ હોય તો પણ બાળકો ટ્વિન્સ હોય છે. જો કે, માતાના ગર્ભમાં રહેલા બાળકો અલગ-અલગ નાળ સાથે જોડાયેલા હોય છે. બંને બાળકોમાં માતાના જિન્સ એકસરખા હોય છે, પરંતુ પિતાના અલગ હોય છે.