તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mother Fights Mountain Lion To Save Son's Life, Punches 30 Kg Animal And Catches It Running

મા તે મા બીજા બધા વગડાના વા!:દીકરાનો જીવ બચાવવા માટે માતા માઉન્ટેન લાયન સામે થઈ, 30 કિલોના પ્રાણીને મુક્કો મારતા તેણે ચાલતી પકડી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાના કેલિફોર્નિયામાં માતા દીકરાનો જીવ બચાવવા જંગલી પ્રાણી સાથે મેદાનમાં ઉતરી
  • તેની બાથમાંથી દીકરો બચાવ્યા બાદ માતા તેને ભગાડી મૂકવામાં સફળ રહી
  • હુમલામાં 5 વર્ષના દીકરાના ચહેરા અને હાથ પર ઈજા થઈ હતી

પોતાના સંતાન માટે માતા દયાળુ, હેતવાળી અને સરળ સ્વભાવની હોય છે. કોઈ પણ ભોગે માતા તેના સંતાન પર દુ:ખ કે સંકટ આવવા દેતી નથી. પોતાના વ્હાલ સોયા દીકરાનો જીવ બચાવવા માટે માતા રણચંડી બની જંગલી પ્રાણીનો સામનો કરવા પણ તૈયાર થઈ જાય છે. અમેરિકાના કેલિફોર્નિયામાં આવો કિસ્સો સામે આવ્યો છે. કેલિફોર્નિયામાં એક માતાએ માઉન્ટેન લાયન અર્થાત પહાડો પર વસતા એક જગંલી પ્રાણીનો સામનો કર્યો છે.

કેલિફોર્નિયાના ફિશ અને વાઈલ્ડલાઈફ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ પ્રમાણે, પહાડ પાસે રહેતા એક પરિવારની માતા પોતાના દીકરાનો જીવ બચાવા માટે હિંસક પ્રાણી સામે મેદાનમાં આવી ગઈ.

મુક્કો મારી જંગલી પ્રાણીને તગેડી મૂક્યું
માતાએ જોયું કે માઉન્ટેન લાયન તેના બાળકને લઈ ચાલતી પકડી રહ્યો છે. આ જોઈને માતાનું કાળજું કંપી બેઠું અને તેણે આરપારની લડાઈ કરવાનો નિર્ણય લીધો. માતા આ જંગલી પ્રાણી સામે થઈ અને તેની બાથમાં રહેલા પોતાના 5 વર્ષના દીકરાને છોડાવ્યો. આટલું જ નહિ આમ કર્યા બાદ જીવ બચાવવા દોટ મૂકવાના બદલે તેણે માઉન્ટેન લાયનને મુક્કો મારી દીધો.

માતાનું આવું આક્રમક વલણ જોઈ હિંસક પ્રાણીએ ચાલતી પકડી. જોકે હુમલામાં તેનો દીકરો ઘવાતા માતા દીકરાને લઈ તાત્કાલિક હોસ્પિટલ ગઈ. 5 વર્ષના દીકરાને ચહેરા અને હાથ પર કેટલીક ઈજા થઈ હતી. જોકે તેની સારવાર કર્યા બાદ તે સ્વસ્થ થયો.

કેલિફોર્નિયાના ફિશ અને વાઈલ્ડલાઈફ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા પેટ્રિક ફોયનું કહેવું છે કે, આ ઘટનામાં રિયલ હીરો આ સાહસિક માતા છે. કારણ કે પોતાના દીકરાનો જીવ બચાવવા તેણે માઉન્ટેન લાયનનો સામનો કર્યો અને આટલું જ નહિ તેને ભગાડવામાં પણ સફળ રહી.

પહાડ પર વસતા આ પ્રાણી ઘણા અગ્રેસિવ હોય છે. તે સાયલન્ટ અટેક કરવા માટે જાણીતા હોય છે. શિકાર કર્યાની ગણતરીની સેકન્ડમાં તેઓ ઓઝલ થઈ જાય છે. માઉન્ટેન લાયનનું વજન 30 કિલોગ્રામનું હોય છે.