માતા પાયલટ તો પુત્ર કો-પાયલટ:મધર્સ ડે પર માતા-પુત્રએ સાથે ઉડાવ્યું પ્લેન, વીડિયો વાઇરલ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં એક મહિલા પાયલટ અને તેમના કો-પાયલટ સાથે જાહેરાત કરતા જોવા મળી રહ્યા હતા, શરૂઆતમાં પ્લેનમાં બેસેલા મુસાફરોને લાગ્યું કે, કોઈ સામાન્ય જાહેરાત કરી રહ્યા છે. પરંતુ થોડીવાર બાદ જયારે કો-પાયલટે જાહેરાત કરી કે, પાયલટ તેની માતા છે અને મધર્સ ડેના ખાસ દિવસે બંને સાથે પ્લેન ઉડાવશે ત્યારે પ્લેનમાં બેસેલા લોકોએ તાળીઓના ગડગડાટથી સ્વાગત કર્યું હતું.

વાઇરલ વીડિયોને જોઇને લોકોએ કહ્યું કે, ક્યૂટ પ્રોફેશનલ જોડી
માતા અને પુત્રનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાઇરલ થઇ રહ્યો છે. આ વીડિયો અત્યાર સુધીમાં હજારો લોકોએ જોઈ લીધો છે. લોકો માતા-પુત્રની આ પ્રોફેશનલ જોડીને ક્યૂટ બતાવી રહ્યા છે. અમન ઠાકુર ઇન્ડિગોમાં ફર્સ્ટ ઓફિસર અને કો-પાયલટ તરીકે તૈનાત કરતા, તે ફ્લાઈટમાં તેમની માતા પાયલટ તરીકે તૈનાત હતા.

પુત્રએ કહ્યું કે, 'અત્યાર સુધીમાં માતાની ફ્લાઈટમાં પેસેન્જર તરીકે બેઠો હતો.'
'મધર્સ ડે'ના ખાસ દિવસે અમને ફ્લાઇટના પેસેન્જરોને કહ્યું હતું કે, 'હું છેલ્લા 24 વર્ષથી એક પેસેન્જરના રૂપમાં માતા સાથે પ્રવાસ કરતો હતો. પરંતુ હવે મારા માટે ગર્વ અને ખુશીની વાત છે કે, હવે હું તેમની સાથે કો-પાયલટ તરીકે કામ કરીશ.'

મધર્સ ડે પર માતાના પ્રેમને લઈને આપ્યો ખુબસુરત સંદેશ
ઈન્ડિગો ના કો-પાયલટ અમન ઠાકુરે મધર્સ ડેના ખાસ દિવસે માતૃપ્રેમને લઈને એક ખુબસુરત મેસેજ આપ્યો હતો. અમને કહ્યું હતું કે, આજે સ્પેશિયલ દિવસ છે. આપણે આપણી માતાને વધુમાં વધુ પ્રેમ કરવો જોઈએ. આ દરમિયાન અમને તેમની માતાને બુકે ગિફ્ટ કરીને આભાર પણ વ્યક્ત કર્યો અને સાથે કહ્યું કે, હું આજે કંઈ પણ છું, મારી માતાના કારણે છું.