• Gujarati News
  • Lifestyle
  • Mosquitoes That Spread Dengue And Chikungunya Will Protect Against These Diseases, Know How?

ICMRનું અનોખું સંશોધન:ડેન્ગ્યુ અને ચિકનગુનિયા ફેલાવનારા મચ્છરો જ આ બીમારીઓ સામે રક્ષણ આપશે, જાણો કેવી રીતે?

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વરસાદની ઋતુમાં મચ્છરજન્ય બીમારીઓના દર્દીઓમાં ખૂબ જ વધારો થાય છે. આ બીમારીના નિદાન માટે પુડુચેરી સ્થિત ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ સેન્ટરે એવા મચ્છરોને વિકસિત કર્યા છે કે, જે એક ખાસ પ્રકારના બેક્ટેરિયાથી સંક્રમિત હોય છે. તે ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવી બીમારીઓના ચેપને ફેલાતા અટકાવે છે. વૈજ્ઞાનિકોએ ડેન્ગ્યુ જેવી બીમારીઓને ફેલાવતા એડીઝ મચ્છરોને વોલ્બાચિયા બેક્ટેરિયાની બે પ્રજાતિઓ W-MEL અને W-ALBBથી સંક્રમિત કરવામાં આવ્યા છે. વોલ્બાચિયા એક સામાન્ય બેક્ટેરિયા છે, જે કીડા-મકોડાની 60 પ્રજાતિઓમાં જોવા મળે છે.

વોલ્બાચિયા બેક્ટેરિયા મચ્છરના કોષોને તેમનું ઘર બનાવે છે
વોલ્બાચિયા બેક્ટેરિયા મચ્છરના કોષોને તેમનું ઘર બનાવે છે

બેક્ટેરિયા મચ્છરોના વાઈરસને નિયંત્રણમાં રાખે
ICMR-VCRCના ડાયરેક્ટર ડૉ. અશ્વિની કુમારના ન્યૂઝ એજન્સી ANIથી વાતચીત દરમિયાન જણાવવામાં આવ્યુ છે કે, આ બેક્ટેરિયા મચ્છરોની દરેક કોશિકા પર બેસી જાય છે અને તેને પોતાનું ઘર બનાવી લે છે. ત્યારબાદ તે ડેન્ગ્યુ જેવા વાઈરસને કંટ્રોલ કરી શકે છે. સંશોધનમાં એ સામે આવ્યું છે કે, બેક્ટેરિયાથી સંક્રમિત થવા પર આ મચ્છર ડેન્ગ્યુ ફેલાવવા માટે સક્ષમ રહેતા નથી. આ એક્સપેરિમેન્ટ માટે ઓસ્ટ્રેલિયાની મોનાશ યુનિવર્સિટીથી વોલ્બાચિયા બેક્ટેરિયાની બંને પ્રજાતિઓના અંદાજે 10,000 ઈેડાઓને ભારત લાવવામાં આવ્યા હતા. સરકાર પાસેથી મંજૂરી મળ્યા પછી આ ઈંડાઓને ફોડીને પુડુચેરીની એડિઝ એજિપ્ટી પ્રજાતિના મચ્છરોને સંક્રમિત કરવામાં આવ્યા હતા.

બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત માદા મચ્છર નર મચ્છરો સાથે સંભોગ કરીને લાર્વા ઉત્પન્ન કરશે જેમાં કોઈ વાયરસ નથી
બેક્ટેરિયાથી ચેપગ્રસ્ત માદા મચ્છર નર મચ્છરો સાથે સંભોગ કરીને લાર્વા ઉત્પન્ન કરશે જેમાં કોઈ વાયરસ નથી

મચ્છર સંભોગ કરીને વાઈરસ વગરનો લાર્વા બનાવી શકે છે
ડૉ. કુમાર કહે છે કે, વિકસિત કરવામાં આવેલ મચ્છર ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને જ વાઈરસના મચ્છરોથી બદલવામાં આવી શકે છે. અમે માદા મચ્છરોને અમુક વિસ્તારોમાં છોડીશું કે, જે નર મચ્છરો સાથે સંભોગ કરીને એવો લાર્વા બનાવશે કે, જેમાં કોઈ વાઈરસ જ નહી હોય. ધીમે-ધીમે વાઈરસવાળા બધા જ મચ્છરો રિપ્લેસ થઈ જશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ એક્સપેરિમેન્ટનો પ્રેકટિકલ યુઝ કરવા માટે સરકાર પાસેથી મંજૂરી મળવાની બાકી છે. આ સાથે જ સ્થાનીય અધિકારી અને લોકોએ પણ આ અભિયાનમાં સહયોગ કરવો પડશે.