તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોન્સૂનમાં પણ મસ્ત રહો:કોરોનાકાળમાં રંગબેરંગી ફળ-શાકભાજી અને ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિન્ક્સ રોગ પ્રતિકારક શક્તિ વધારશે, જાણો મોન્સૂન ડાયટ લિસ્ટ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોમાસાંમાં ગરમીથી તો રાહત મળે છે પરંતુ તે બીમારીઓનું જોખમ વધારી દે છે. તેના 2 કારણ છે. પ્રથમ ચોમાસાંમાં રોગો સામે લડવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. બીજું આ ઋતુમાં ભેજ વધારે હોવાથી વાઈરસ, બેક્ટેરિયા અને ફંગલ ઈન્ફેક્શન થવાનું જોખમ વધારે રહે છે.

કોરોનાનો કહેર હજુ યથાવત છે. તેથી તમારી ઈમ્યુનિટી સ્ટ્રોન્ગ હોવી જરૂરી છે. ક્લીનિકલ ન્યૂટ્રિશનિસ્ટ સુરભિ પારીક જણાવે છે કે, ડાયટમાં ફેરફાર કરી રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય છે અને મોસમી બીમારીઓથી બચી શકાય છે. જાણો ચોમાસાંમાં કેવું ડાયટ લેવું જોઈએ...

ડાયટમાં લાલ, પીળાં અને લીલાં શાકભાજી લો
ક્લીનિકલ ન્યૂટ્રિશનિસ્ટ સુરભિ પારીક જણાવે છે કે. આ ઋતુમાં લાલ, પીળાં અને લીલાં શાકભાજી અને ફળ જરૂર લેવા જોઈએ. તેમાં અનેક પ્રકારના પોષક તત્વ અને એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે, જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ગાજર, કેપ્સિકમ, બીન્સ, નાશપતિ, આલુબુખારા, કીવી અને દાડમ સહિતની વસ્તુને ડાયટમાં સામેલ કરવી જોઈએ.

માત્ર પાણી પૂરતું નથી ઈમ્યુનિટી બૂસ્ટર ડ્રિન્ક્સ લો
આ ઋતુમાં પાણીની અછત ન થવા દેવી જોઈએ. દરરોજ 8-10 ગ્લાસ પાણી પીવું જોઈએ. શરીરમાં પાણીની માત્રા પર્પાપ્ત હોવાથી ઝેરી તત્વો બહાર નીકળે છે અને ઈમ્યુનિટી વધે છે. ચા પીતા હો તો તેમાં તુલસી, લવિંગ અને આદુ જરૂર ઉમેરો.

ઘરમાં ઈમ્યુનિટી ડ્રિન્ક તૈયાર કરી શકો છો. 1 ગ્લાસ પાણીમાં આદુ, લવિંગ અને તુલસી ઉમેરી ઉકાળો. તેમાં લીંબુંનો રસ અને તજ પાઉડર ઉમેરી પી શકાય છે. તેને દિવસમાં 2 વખત અડધો કપ લઈ શકાય છે. તેનાથી શરદી ઉધરસ જેવી સિઝનલ સમસ્યાનું જોખમ ઘટે છે.

બહારનું ભોજન લેવાનું ટાળો
એક્સપર્ટ જણાવે છે કે, આ ઋતુમાં સ્ટ્રીટ ફૂડ લેવાથી બચવું જોઈએ. અહીંથી સંક્રમણ થવાનું વધારે જોખમ છે. ચટપટુ ખાવાનું મન થાય તો તેને ઘરે જ તૈયાર કરો. વધારે કલાકો સુધી ભૂખ્યા ન રહો. તેનાથી નબળાઈ આવી શકે છે. યોગ્ય માત્રામાં પાણી પીતાં રહો.

દૂધ, પનીર અને સ્પ્રાઉટ્સથી પ્રોટીનની ઊણપ દૂર કરો
પ્રોટીન શરીરમાં થયેલાં ડેમેજ રિપેર કરે છે. કોરોનાથી રિકવર થયેલાં દર્દી ડાયટમાં વધારે પ્રોટીન લે તે જરૂરી છે. દૂધ, પનીર, સ્પ્રાઉટ્સ અને ડ્રાય ફ્રુટ્સને ડાયટમાં સામેલ કરો. વિવિધ પ્રકારની દાળ અને અંકુરિત કઠોળ લો.

દરરોજ 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી જરૂર કરો
ઈમ્યુનિટી વધારવા માટે ડાયટ સાથે ફિઝિકલ એક્ટિવિટી પણ જરૂરી છે. તેથી દરરોજ મિનિમમ 30 મિનિટનું વર્કઆઉટ કરો. વરસાદ ન આવતો હોય તો વોક અથવા સાઈકલિંગ કરો. ઘરે રહીને સ્ક્વૉટ અને પ્લેન્ક જેવા વર્કઆઉટ કરો.

અન્ય સમાચારો પણ છે...