• Gujarati News
  • Lifestyle
  • Monika Of Tirupati Feeding 200 Needy People Every Day, Started Her Work By Listening To The Stories Of Hunger Spread In The City With Her Friend

માનવતા:તિરુપતિની મોનિકા રોજ 200 જરૂરિયાતમંદ લોકોને જમાડે છે, મિત્રએ કહેલી ભૂખમરાની વાત સાંભળીને આ કામ શરુ કર્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • લોકોને 24 વર્ષની મોનિકાએ આ કામ 30 લોકોને ભોજન ખવડાવવાથી કરી
  • આ કામમાં મોનિકાને તેની માતા અને કાકી મદદ કરે છે

તિરુપતિના સંજય ગાંધી નગરમાં રહેતી પંડિતિ મોનિકાએ લોકડાઉન આવ્યા પછી જરૂરિયાતમંદ લોકોને ભોજન વહેચવાની શરુઆત કરી. તે કોર્પોરેશન લિમિટ્સના આઠમા ડિવિઝનમાં વોર્ડ વોલેન્ટિયર છે. પોતે આર્થિક તંગીમાં પસાર થયા પછી પણ તે જરૂરિયાતમંદ લોકોને 24 વર્ષની મોનિકાએ આ કામ 30 લોકોને ભોજન કરાવવાથી કરી, એ પછી તે મિત્રોની મદદથી ફૂટપાથ પર રહેતા અને હોસ્પિટલમાં દાખલ લોકોને ભરપેટ ભોજન કરાવવા લાગી.

મોનિકાએ કહ્યું, એક દિવસ મારી મિત્રએ મને શહેરમાં ચારેબાજુ ભૂખમરાની સ્થિતિ વિશે જણાવ્યું. એક દિવસ મેં તિરુપતિના બાલાજી બસ સ્ટેન્ડ પાસે એક વૃદ્ધ મહિલાને તરફડીયા મારતા જોયા. તેમણે 2 દિવસથી કઈ ખાધું નહોતું. આ બધું પોતાની નજરે જોયા પછી મોનિકાએ ભૂખ્યા લોકોને ઓછામાં ઓછા એક ટંક ભોજન કરાવવાનું નક્કી કર્યું. એ પછી મોનિકાએ આ વાત તેની માતાને કરી અને તે પણ મદદ કરવા તૈયાર થઈ ગયા. મોનિકાના કાકી વિજયા ભોજન બનાવવામાં અને ગ્રોસરી ખરીદવામાં મદદ કરે છે.

કોરોનાની બીજી લહેરમાં મોનિકા જેવા અનેક લોકોની માનવતા સામે આવી. ઘણા લોકોએ પોતાની બચત અને ઘરેણાં વેચીને ઓક્સિજનના સિલિન્ડર ખરીદ્યા તો ઘણા લોકોએ પોતાના વાહનને એમ્બ્યુલન્સમાં ફેરવ્યા. દેશમાં લોકો કોરોનાકાળમાં ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...