તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Moisture Sandwich For Healthy And Glowing Skin, It Will Remove Dry Skin And Give Amazing Glow To The Face

સ્કિન કેર ટ્રેન્ડ:હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન માટે મોઈશ્ચર સેન્ડવિચનો પ્રયોગ કરો, તેનાથી ડ્રાય સ્કિન દૂર થશે અને ચહેરો ખીલી ઉઠશે

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ડ્રાયસ્કિન પર ભલે ગમે તેટલું મોઈશ્ચરાઈઝર લગાવો તેની અસર નહિવત થાય છે. તે લગાવ્યા બાદ ચામડી ફરી ડ્રાય થવા લાગે છે. ડ્રાય સ્કિનની સમસ્યા માટે એક્સપર્ટ 'મોઈશ્ચર સેન્ડવિચ'ની સલાહ આપે છે. સોશિયલ મીડિયા પર આ રીત ફેમસ છે.

શું છે મોઈશ્ચર સેન્ડવિચ
સ્કિન કેર પ્રોડક્ટ્સને લગાવ્યા બાદ આ એક રીત છે જે દરેક પ્રોડક્ટને સ્કિન પર લાંબા સમય સુધી ટકાવી રાખે છે અને સ્કિનને ડ્રાય થતાં બચાવે છે. તેમાં ચામડીમાં પ્લમ્પ અને ગ્લોઈંગ બનાવવા માટે ડેમ્પ સ્કિન પર પહેલાં લાઈટ પ્રોડક્ટસ લગાવવામાં આવે છે ત્યાર બાદ હેવી મોઈશ્ચરાઈઝર અથવા ઓઈલનું લેયર કરવામાં આવે છે. મોઈશ્ચર સેન્ડવિચમાં દરેક લેયર બાદ સ્કિનને ડેમ્પ કરવા માટે ટેપ વોટર અથવા ફેસ મિસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.

મોઈશ્ચર સેન્ડવિચના ફાયદા
દરેક વખતે મોઈશ્ચરાઈઝરને લેયર કર્યા બાદ સ્કિનને ફેસ મિસ્ટ અથવા ટેપ વોટરથી ડેમ્પ કરવું મહેનતનું કામ લાગે પરંતુ આ રીત અસરકારક છે. તેનાથી ચામડી મોઈશ્ચરને અંદર સુધી શોષી શકે છે. તેને કારણે સ્કિન હેલ્ધી અને પ્લમ્પ લાગે છે.

મોઈશ્ચર સેન્ડવિચ માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ સામાન્ય ક્લીન્ઝરથી ચહેરો સાફ કરો. ત્યારબાદ ટોનર લગાવો.
  • ટોનર સ્કિનની અંદર સંપૂર્ણ રીતે શોષાઈ જાય તેના પહેલાં સીરમથી ચહેરાનો મસાજ કરો.
  • હવે અહીંથી સેન્ડવિચની પ્રક્રિયા શરૂ થશે. હવે નેક્સ્ટ સ્કિન પ્રોડક્ટ લગાવતાં પહેલાં સ્કિનને ફેશિયલ મિસ્ટ અથવા ટેપ વોટરથી હળવું ભીની કરો. ત્યારબાદ સ્કિન હાઈડ્રેટિંગ બૂસ્ટર લગાવી શકો છો.
  • છેલ્લા સ્ટેપમાં સ્કિનને એક વખત ફરી ફેસ મિસ્ટથી હળવી ભીની કરી હેવી મોઈશ્ચરાઈઝર લગાવી સીલ કરો. આ પ્રક્રિયાને રાતે સૂતા પહેલાં રીપિટ કરવાથી ડ્રાય સ્કિન હેલ્ધી-ગ્લોઈંગ સ્કિન બની જશે.

સાવચેતી: રેટિનોલ અને એક્સફ્લોએઈટિંગ એસિડ સાથે સેન્ડવિચની પ્રક્રિયા ન કરો. કોમ્બિનેશન અથવા ઓઈલી સ્કિન હોય તો હેવી મોઈશ્ચરાઈઝરનો ઉપયોગ ન કરો.