મેરેજ અને સ્નીકર્સ:મોડર્ન દુલ્હનની ચોઈસ હાઈ હીલ્સ નહીં પણ સ્નીકર્સ; પત્રલેખા, દીપિકા પાદુકોણ અને સોનમ કપૂરે પણ વેડિંગ ફંક્શનમાં સ્નીકર્સ પહેર્યા હતા

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માર્કેટમાં પણ ગોલ્ડન, સિલ્વર અને પિંક કલર્સમાં સ્નીકર્સ વેચાઈ રહ્યા છે
  • દીપિકા પાદુકોણે તેની રિસેપ્શન પાર્ટીમાં રેડ ગાઉન નીચે વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા

લગ્નની સીઝનમાં આ વખતે દુલ્હનની શોપિંગમાં ઘણી વસ્તુઓમાં ચેન્જ દેખાયો. મેરેજ શોપિંગમાં દુલ્હન સ્નીકર્સ ખરીદી રહી છે. વેડિંગ ફંક્શનમાં હેવી સેન્ડલ પહેરવાને બદલે તે સ્નીકર્સ પહેરી રહી છે. માર્કેટમાં પણ ગોલ્ડન, સિલ્વર અને પિંક કલર્સમાં સ્નીકર્સ વેચાઈ રહ્યા છે. રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ સગાઈમાં વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા. દીપિકા પાદુકોણે તેની રિસેપ્શન પાર્ટીમાં રેડ ગાઉન નીચે વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા.

આ ઉપરાંત સોનમ કપૂર અને તેની બહેન રિયા કપૂરે પણ મેરેજ ફંક્શનમાં ટ્રેડિશનલ આઉટફિટ સાથે સ્નીકર્સનું કોમ્બિનેશન કર્યું હતું.

મેરેજમાં દુલ્હન કેમ સ્નીકર્સ પહેરી રહી છે? આ પ્રશ્નનો જવાબ જાણીએ ફેશન સ્ટાઈલિસ્ટ સોનલ જૈન પાસેથી...
ઈન્ડિયન વેર સાથે સ્નીકર્સની ફેશન

સ્નીકર્સનો ક્રેઝ એટલો વધી ગયો છે કે, હવે ઇન્ડિયન વેર સાથે પણ સ્નીકર્સનું કોમ્બિનેશન જોવા મળે છે. ફેશન સ્ટાઈલિસ્ટ સોનલ જૈને કહ્યું કે, સ્નીકર્સ પહેરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે કમ્ફર્ટેબલ રહો છો. હીલ્સને બદલે આમાં પગ સુરક્ષિત રહે છે અને તમારો લુક બધા કરતાં હટકે લાગે છે. યંગસ્ટર્સ હવે સાડી અને હેવી ડ્રેસ નીચે પણ સ્નીકર્સ પહેરવા લાગ્યા છે.

ફ્રેન્ડ કે ઘરના મેરેજમાં મન મૂકીને ડાન્સ કરવા માટે કમ્ફર્ટેબલ ફૂટવેર હોવા ખૂબ જરૂરી છે અને યંગસ્ટર્સ માટે આનાથી સારો ઓપ્શન બીજો શું હોય શકે? દુલ્હન પોતે પણ સંગીતમાં ડાન્સ કરવા માટે સ્નીકર્સ પહેરી રહી છે. દુલ્હા-દુલ્હન બંને સ્નીકર્સ પહેરીને અલગ જ ટ્રેન્ડ સેટ કરી રહ્યા છે. દુલ્હનની આ મોડર્ન પસંદ ઘણા લોકોને ગમી પણ રહી છે.

બોલિવૂડે સ્નીકર્સની ફેશન વધારી
બોલિવૂડ સ્ટાર્સ જે પણ પહેરે છે તે ફેશન બની જાય છે. સ્નીકર્સની ફેશનમાં પણ આ જ થયું. હાલમાં લેટેસ્ટ રાજકુમાર રાવ અને તેની પત્ની પત્રલેખાએ સગાઈમાં વ્હાઇટ સ્નીકર્સ પહેર્યા હતા. દીપિકા પાદુકોણે તેની રિસેપ્શન પાર્ટીમાં સ્નીકર્સ પહેર્યા હતા. બોલિવૂડની સ્ટાઈલ દીવા સોનમ કપૂરે ડૉલી કી ડોલીમાં વેડિંગ આઉટફિટ સાથે સ્નીકર્સ પહેર્યા અને એ પછીથી યંગસ્ટર્સ વચ્ચે આ પોપ્યુલર બની ગયા. ઘણી દુલ્હને વેડિંગ ફંક્શનમાં સ્નીકર્સ પહેર્યા અને હવે આ લેટેસ્ટ ટ્રેન્ડ બની ગયો છે.

માત્ર દુલ્હન જ નહીં પણ દુલ્હા પણ શેરવાની સાથે સ્નીકર્સ પહેરી રહ્યા છે. સોનમ કપૂરના પતિ આનંદ આહુજાએ લગ્નમાં શેરવાની સાથે સ્નીકર્સ પહેર્યા હતા, જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા.

કોરોના ટાઈમમાં રિયા કપૂરે ડિઝાઇન અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શન ‘ગુલાબો’નો ફોટો શૅર કર્યો હતો. તેમાં તેણે ટ્રેડિશનલ વૅરની સાથે સ્નીકર્સ પહેર્યા હતા.

સોનમની બહેન રિયા કપૂરે પણ ટ્રેડિશનલ આઉટફિટ સાથે સ્નીકર્સ પહેર્યા હતા.

જેનેલિયા ડિસોઝાએ પણ સાડી સાથે સ્નીકર્સ પહેરીને હટકે લુક ક્રિએટ કર્યો હતો.

સિંગર તુલસી કુમારે ચણીયા ચોળી સાથે સ્નીકર્સ પહેર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...