સર્જરી ભારે પડી:24 વર્ષીય મોડલે પરફેક્ટ બોડી માટે 20 લાખ રૂપિયા ખર્ચી નિતંબની સર્જરી કરાવી, સર્જરી પછી પ્રોબ્લેમ થતા બેસી શકતી નથી

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડલને આખો દિવસ ઓશિકું જોડે લઈને જ ફરવું પડે છે
  • ડાયટ અને એક્સર્સાઈઝ જોઈએ એવી બોડી ના બનતા સર્જરી કરાવવાનું નક્કી કર્યું

દુનિયામાં અનેક યુવતીઓ સુંદર દેખાવવાના ચક્કરમાં પ્લાસ્ટિક સર્જરીની મદદ લેતી હોય છે. આ સર્જરીની મદદથી તેઓ શરીરમાં ફેરફાર કરાવે છે. ક્યારેક આવી સર્જરીમાં વાંધો નથી આવતો પણ અમુકવાર ડૉક્ટરની ભૂલ કે સર્જરીની આડઅસરને પ્લાસ્ટિક સર્જરી કરાવ્યાનો અફસોસ આખી જિંદગી રહે છે. દર વર્ષે હજારો લોકો બટક એટલે કે નિતંબની સર્જરી કરાવે છે.

મોડલે બ્રાઝિલિયન બટ માટે સર્જરી કરાવી હતી
પરફેક્ટ બોડીની લ્હાયમાં 24 વર્ષીય મોડલ સરખી બેસી શકતી નથી. આ મોડલે લિપ્સ સર્જરી, બ્રેસ્ટ ઇમ્પ્લાન્ટ અને બટક સર્જરી કરાવી હતી. સર્જરી કરાવ્યા પછીથી તે ઊભા-ઊભા જ કામ કરે છે. ક્યાંક બેસવા જાય તો તેને અસહ્ય દુખાવો ઉપડે છે. આ મોડલે બ્રાઝિલિયન બટ માટે સર્જરી કરાવી હતી.

ડાયટ અને એક્સર્સાઈઝથી ફાયદો ના થયો
ઈન્સ્ટાગ્રામ મોડલે કહ્યું, ‘મેં અનેક મહિનાઓ સુધી ડાયટ અને કસરત કરી પરંતુ મારે જોઈએ તેવું બોડી ના મળતા હું ઉદાસ રહેતી હતી. એ પછી મને સર્જરી કરાવવાનો વિચાર આવ્યો. આથી મેં લિપ્સ, બ્રેસ્ટ અને બટની સર્જરી કરાવી. દુર્ભાગ્યવશ પ્રોસેસમાં લોચા પડતા મોડલને સર્જરી કરાવવું ભારે પડ્યું છે.’

મોડલને આખો દિવસ ઓશિકું લઈને જ ફરવું પડે છે
સર્જરી પછી તે એક પણ દિવસ સરખી રીતે બેઠી નથી. તેણે કહ્યું, હું બધું કામ ઊભા રહીને કરું છું. હું જ્યાં પણ જઉં ત્યાં ઓશિકું લઈને જઉં છું. ઓશિકા સિવાય હું બેસી શકતી નથી. જો આ સ્થિતિમાં કોઈ સુધારો નહીં આવે તો મારે આખું વર્ષ બેઠા વિના પસાર કરવું પડશે.

20 લાખ રૂપિયા પાણીમાં ગયા
આ મોડલે સર્જરી પાછળ કુલ 20 લાખ ખર્ચ્યા હતા. સર્જરી નિષ્ફળ થતા તેના ખર્ચા પણ પાણી ફરી વળ્યું છે. 24 વર્ષીય મોડલે દાવો કર્યો કે, તે દર મહીને મોડલિંગ કરીને 18 લાખથી 1 કરોડ રૂપિયાની કમાણી કરે છે.

આની પહેલાં આ વર્ષે ઇંગ્લેન્ડમાં એક મહિલાએ પરફેક્ટ નિતંબ માટે 7.4 લાખ રૂપિયા ખર્ચીને ઈન્જેકશન લીધું હતું. આ ઈન્જેકશનની આડઅસરનો પસ્તાવો હજુ પણ તેને થઈ રહ્યો છે. અમેરિકાની 21 વર્ષીય સોશિયલ મીડિયા સ્ટાર ડેની બેન્કસે 8 લાખ રૂપિયા ખર્ચી આકર્ષક નિતંબ માટે સર્જરી કરાવી હતી. સર્જરી પછી પણ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતાં આજદિન સુધી તેને જોઈએ એવું રિઝલ્ટ મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...