સુંદરતાનો ચસ્કો:મોડલે સેક્સી ફોટોઝ પોસ્ટ કરીને એક જ વર્ષમાં 38 લાખ રૂપિયાની કમાણી કરી, આ રૂપિયાથી પ્લાસ્ટિક સર્જરી કરાવી વધારે સુંદર બની

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલ ડેબોરાને કોઈ ઓળખી ના શકે એટલી સુંદર થઈ ગઈ છે
  • ડેબોરાના વધારે વજનને લીધે લોકો તેને ઘણા ટોણા મારતા હતા

મોડલ અને ઇનફ્લુએન્સર ડેબોરા પોર્ટોને નાનપણથી લોકો વધારે વજનને લીધે ટોણા મારતા હતા. આ મોડલે એક વેબસાઈટ પર પોતાના સેક્સી ફોટો પોસ્ટ કરીને એક વર્ષમાં 38 લાખ રૂપિયાની કમાણી કરી. જીવનની પ્રથમ કમાણી તેણે પ્લાસ્ટિક સર્જરી પાછળ વાપરી અને હાલ ડેબોરાને કોઈ ઓળખી ના શકે એટલી સુંદર થઈ ગઈ છે.

એક વર્ષમાં લાખો રૂપિયાની કમાણી
છેલ્લા એક વર્ષથી ઓન્લી ફેન્સ વેબસાઈટ પર ડેબોરા પોતાના સેક્સી ફોટો પોસ્ટ કરતી રહે છે. આ વેબસાઈટથી અનેક સેલિબ્રિટીએ કરોડો રૂપિયાની કમાણી કરી છે.એ કે જ વર્ષમાં આટલા બધા રૂપિયા જોઈને ડેબોરાને ખબર નહોતું પડતું કે આનું શું કરવું! એ પછી તેણે પોતાના પર ખર્ચવાનું નક્કી કર્યું. ડેબોરાએ કહ્યું, હું ગયા વર્ષે ઓન્લી ફેન્સ વેબસાઈટ સાથે જોડાઈ અને મેં નફો મારા પર જ ઈન્વેસ્ટ કરવાનું વિચાર્યું. હું પ્લાસ્ટિક સર્જરીથી ખુશ છું.

‘મારે હજુ પણ વજન ઓછું કરવું છે’
ડેમોનાનો લુક બદલાઈ જતા ઘણાએ તેને ઓળખી નહીં તો ઘણા ચાહકોએ તેને સપોર્ટ કર્યો. ડેમોનાએ કહ્યું, મારે હજુ પણ વજન ઓછું કરવું છે. મને લાગે છે મહિલાઓમાં આ વાત કોમન છે. તેઓ હંમેશાં પોતાને ઈમ્પ્રુવ કરવાનું વિચારતી રહે છે.

વેબસાઈટ પર લાખો રૂપિયાની કમાણી
​​​​​​​ડેબોનાની પહેલાં ઓન્લી ફેન્સ મોડલ સેલિને પણ 20 લાખ રૂપિયા પ્લાસ્ટિક સર્જરી પાછળ ખર્ચ્યા હતા. સેલિનને પણ લોકો તેની બોડી પર ખરાબ કમેન્ટ કરીને ચીડવતા હતા. પ્લાસ્ટિક સર્જરી કરાવીને તેણે બધાની બોલતી બંધ કરી દીધી.