તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mizoram Man Comes Up With The Best Jugaad To Take COVID Positive Wife To Quarantine Centre

દેશી જુગાડ:મિઝોરમમાં પતિ જીપની પાછળ ટ્રોલીમાં તેની કોરોના પોઝિટિવ પત્નીને બેસાડીને ક્વોરન્ટીન સેન્ટર સુધી લઈ ગયો

4 મહિનો પહેલા
  • આ વીડિયો IPS ઓફિસર રિપુન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે
  • યુઝર્સે નિયમોનું પાલન કરી રહેલા આ કપલનાં વખાણ કર્યા

કોરોના મહામારીએ બધાને સોશિયલ ડિસ્ટન્સનું મહત્ત્વ સમજાવી દીધું. કોરોના વાઈરસથી બચવા માટે લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લાગ્યા. દેશમાં કોરોના મહામારીની બીજી લહેરની અસર હજુ યથાવત છે. આ દરમિયાન ઘણા જુગાડ પણ આપણી સામે આવ્યા. હાલમાં મિઝોરમનો એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. પત્ની પોઝિટિવ આવતા પતિ તેને જીપની પાછળ ટ્રોલીમાં બેસાડીને ક્વોરન્ટીન સેન્ટર લઇ ગયો હતો.

આ વીડિયો IPS ઓફિસર રિપુન શર્માએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. પતિએ તેની કોરોના પોઝિટિવ વાઈફને ક્વોરન્ટી સેન્ટર સુધી લઇ જવા માટે અલગ જ જુગાડ કર્યો. તે પોતે પણ પોઝિટિવ ના થાય કે તેની વાઈફને પણ તકલીફ ના પડે એમ જીપ પાછળ એક ટ્રોલી બાંધી અને તેમાં તની પત્ની બ્લૂ કલરની ખુરશી લઈને બેસી ગઈ. વીડિયોના કેપ્શનમાં લખ્યું હતું, મિઝોરમમાં પતિ તેની કોરોના પોઝિટિવ વાઈફને ક્વોરન્ટીન સેન્ટર લઈ જઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને યુઝર્સે આ કપલનાં ભરપૂર વખાણ કર્યા. દેશમાં ઘણા એવા લોકો પણ છે જે માસ્ક પહેરવાના નિયમને પણ ફોલો નથી કરી રહ્યા અને બીજી બાજુ આ કપલ નિયમને ધ્યાનમાં રાખીને એકબીજાનું ધ્યાન રાખી રહ્યા છે.

મિઝોરમમાં સોમવારે 99 કોરોના કેસ નોંધાયા હતા. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ આંકડો 12,087 છે અને 40 લોકોએ આ મહામારીને લીધે જીવ ગુમાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...