ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ગઈ છે. દિવસ દરમિયાન બહાર નીકળવું માથાના દુખાવા સમાન છે. ઉનાળામાં લૂ લાગવાની પણ સમસ્યા રહે છે. ત્યારે સાદું પાણી પીવાને બદલે ઔષધીય ગુણોથી ભરપૂર પાણી પીવાથી લૂ લાગવાની સમસ્યા દૂર થાય છે. આ પાણી પીવાથી તરસ પણ નથી લાગતી તો સ્વાસ્થ્ય પણ સારું રહે છે. આ પાણી 6 વસ્તુને મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ આયુર્વેદિક પાણી સમયાંતરે પીવાથી સ્વાસ્થ્ય સારું રહે છે. અષ્ટાંગ હૃદય નામના ગ્રંથમાં 'ષડ્ગ જળ' નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ષડગ પાણીના શું છે ફાયદા
નાગરમોથા, પિત પાપડા, ખસનું ઘાસ, ચંદન, સૂંઠ મિક્સ કરવામાં આવે છે. આ મિશ્રણ દુકાનોમાં પણ મળે છે. 200 મિલી પાણીમાં 20 થી 26 મિલી મિશ્રણ મિક્સ કરીને સારી રીતે હલાવો. આ પાણીને સમયાંતરે પીતા રહો. આ પાણીને તમે ઘરે પણ બનાવી શકો છો.
નાગરમોથા, પિત પાપડા, ખસનું ઘાસ, ચંદન, સૂંઠને એક-એક ચમચી લઈને રાતે 1 લીટર પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે આ પાણીને સારી રીતે ગાળી લો. આ પાણીમાં મિક્સ કરવામાં આવેલા પદાર્થનો સ્વાદ અને ગુણ મિક્સ થઇ જાય છે. આ પાણી પીવાથી લૂ લાગતી નથી.
ષડગ પાણીથી થતા ફાયદા
આ પાણી 6 વસ્તુથી તૈયાર કરવામાં આવ્યું છે. સુગંધિત ઘાસ અને ખસખસ પણ પાણીમાં ઠંડક લાવે છે. ગરમીના કારણે તાવ આવે તો આ પાણી પીવાથી પરસેવો થાય છે અને તાવ ઊતરી જાય છે. ચંદન હોવાથી આ પાણી પીવાથી સંતોષ મળે છે. સૂંઠથી બ્લડ સર્ક્યુલેશન બરાબર રહે છે. ઉનાળામાં ડીહાઈડ્રેશનને કારણે શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે. જેના કારણે બ્લડ પ્રેશર ઘટી જાય છે.
નાગરમોથા લૂથી થતા ઝાડામાં રાહત આપે છે. આ મહિલા માટે કારગર છે. લોહીની ઊણપને ઓછી કરે છે અને લોહીને શુદ્ધ કરે છે. પિત પાપડાનું કામ પિત્તને શાંત કરવાનું હોય છે. પિત પાપડા ત્વચા પર આવતી ખંજવાળને દૂર કરે છે.
સૂંઠમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉનાળામાં થતી બીમારીથી બચાવે છે. હાઈ બીપીના દર્દીઓએ સૂંઠનું સેવન ડોકટરની સલાહ મુજબ લેવું જોઈએ. તો પેશાબની સમસ્યાને દૂર કરે છે. રેગ્યુલર જે લોકો બીપીની દવા લે છે તે લોકોએ આ પાણીનું સેવન ના કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.