તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
11 ફેબ્રુઆરી, 2021ના રોજ મિસ ઇન્ડિયા 2020ની જાહેરાત થઈ. તેલંગાણાની 23 વર્ષીય માનસા વારાણસીએ મિસ ઇન્ડિયા 2020નો તાજ પહેર્યો. મિસ ઇન્ડિયા 2019 રાજસ્થાનની સુમન રતન સિંહ રાવે પોતાનો તાજ માનસાને પહેરાવ્યો. હરિયાણાની મનિકા શિઓકંડ મિસ ગ્રાંડ ઇન્ડિયા 2020 અને ઉત્તરપ્રદેશની માન્યા સિંહ મિસ ઇન્ડિયા 2020 રનર અપ રહી.
માનસા વારાણસી તેલંગાણાના હૈદરાબાદ શહેરની રહેવાસી છે. બુધવારે રાતે મિસ ઇન્ડિયા વર્લ્ડ 2020નાં વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં. માનસા ફાઇનાન્સિયલ ઇન્ફોર્મેશન એક્સચેન્જ એનાલિસ્ટ છે. તે 70મા મિસ વર્લ્ડ પેજન્ટમાં ભારતને રિપ્રેઝન્ટ કરશે. માનસા તેની માતા, દાદી અને મોટી બહેનની આભરી છે. તેમની મદદથી તે આ પ્લેટફોર્મ સુધી પહોંચી શકી છે. મિસ વર્લ્ડ 2000 રહી ચૂકેલી પ્રિયંકા ચોપરા તેની ઇન્સ્પિરેશન છે.
કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મુંબઈની હયાત રિજન્સીમાં વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. મિસ ઇન્ડિયા જૂરી પેનલમાં એક્ટ્રેસ નેહા ધૂપિયા, ચિત્રાંગદા સિંહ, પુલકિત સમ્રાટ અને ડિઝાઈનર ડ્યુઓ ફાલ્ગુની અને શેન પિકોક સામેલ હતા.
મિસ ઇન્ડિયા 2020ની રસપ્રદ વાતો:
માનસાએ કહ્યું, ગયા વર્ષે મેં મિસ ઇન્ડિયા બનવાનું સપનું જોયું અને એ પછી હું એક મિશનની જેમ તેની પાછળ પડી ગઈ. હું પોતાને વિમેન ઓન મિશન માનું છું. મિસ ઇન્ડિયાની સફરમાં ઘણાબધા અનુભવ થયા. દેશના બાકી લોકોને મળી હું ઘણી ખુશ છું. એપ્લિકેશન સબમિટ કર્યા પછી મારો આત્મવિશ્વાસ વધ્યો. હું હંમેશાં મારું બેસ્ટ આપવામાં માનું છું.
માનસા પ્રિયંકા ચોપરાને પોતાની પ્રેરણા માને છે. એક ઇન્ટરવ્યુમાં તેણે કહ્યું હતું કે તમામ બ્યૂટીક્વીનમાં પ્રિયંકા ચોપરા મારી ઇન્સ્પિરેશન છે. તે એક્સપ્લોરર છે. એક્ટિંગ ઉપરાંત તેણે મ્યુઝિક, મૂવીઝ, સોશિયલ વર્ક, આંન્ટ્રપ્રિન્યોરશિપ અને અન્ય ક્ષેત્રમાં પોતાની ઓળખ બનાવી છે.
એજ્યુકેશનની વાત કરીએ તો માનસાએ કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે 8 વર્ષ સુધી ભરતનાટ્યમ શીખ્યું અને આ ઉપરાંત 4 વર્ષ સુધી ક્લાસિકલ સંગીત શીખ્યું છે. તેને ડાન્સિંગમાં રસ છે. તે સ્પોટ્સપર્સન નથી, પણ તેને સ્વિમિંગ ઉપરાંત ટેનિસ અને બેડમિન્ટન પસંદ છે.
28 ફેબ્રુઆરીના રોજ કલર્સ ટીવી ચેનલ પર ગ્રાંડ ફિનાલે ટેલિકાસ્ટ થશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.