તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Mirza Maryam, Who Started 'Mohalla Library' In Aurangabad, Said, "I Want Children To Use Their Time By Reading Books Instead Of Playing."

નાની ઉંમરમાં મોટું કામ:ઔરંગાબાદમાં ‘મોહલ્લા લાઈબ્રેરી’ શરુ કરનારી મિર્ઝા મરિયમે કહ્યું, હું ઈચ્છું છું બાળકો રમવાને બદલે બુક્સ વાંચીને સમયનો સદુપયોગ કરે

23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરિયમના કલેક્શનમાં 500 બુક્સ છે
  • ગયા વર્ષે 12 વર્ષની મરિયમના પિતાએ તેને 150 બુક્સ ગિફ્ટ કરી હતી

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બાળકો માટે 11 નવી લાઈબ્રેરી શરુ કરવામાં આવી છે. આ લાઈબ્રેરી શરુ કરવાનો શ્રેય ધોરણ 6ની સ્ટુડન્ટ મિર્ઝા મરિયમને જાય છે. આ લાઈબ્રેરી ઔરંગાબાદમાં ઝૂપડપટ્ટી વિસ્તારમાં આવેલી છે. મરિયમના કલેક્શનમાં 500 બુક્સ છે. તેમાંથી અમુક બુક્સ યુવાનોને ધ્યાનમાં રાખીને મૂકી છે. મિર્ઝા કહ્યું, ઘણા લાંબા સમયથી સ્કૂલ બંધ રહેતા મોટાભાગના લોકો ઘરમાં રમીને પોતાનો સમય પસાર કરે છે.

બાળકો લાઈબ્રેરીમાંથી બુક્સ ઘરે લઇ જઈ શકે છે
મિર્ઝા ઈચ્છે છે કે, બાળકો આ લાઈબ્રેરીમાં આવીને સમયનો યોગ્ય ઉયોગ કરે. ગયા વર્ષે 12 વર્ષની મરિયમના પિતાએ તેને 150 બુક્સ ગિફ્ટ કરી હતી. આની પહેલાં પણ તેની સાથે 150 બુક્સ હતી. મરિયમે કહ્યું, મેં આ બધી બુક્સ લાઈબ્રેરીમાં રાખી છે. મારી લાઈબ્રેરીમાં આશરે 500 બુક્સ છે. બાળકો વાંચવા માટે બુક્સ ઘરે લઇ જઈ શકે છે અને બે-ત્રણ દિવસમાં પરત પણ કરી શકે છે.

કોરોનાટાઈમમાં કંટાળો ના આવે એટલે મરિયમે તેના ઘરમાં લાઈબ્રેરીની શરુઆત કરી. મરિયમે કહ્યું, મેં ઘણા મહિના પિતાની દુકાન પર પડેલી બુક્સ વાંચીને સમય પસાર કર્યો. 11 લાઈબ્રેરી ખોલ્યા પહેલાં પણ મરિયમે 2 મોહલ્લા લાઈબ્રેરી ખોલી હતી. અહીં 300 પુસ્તકો મૂક્યા હતા.

અન્ય સમાચારો પણ છે...