તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Mindfulness Coach Holly Barber Told Zero West Christmas Methods, She Says Instead Of Distributing Expensive Gifts, Feed The Poor Or Help The Food Bank

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેરી ક્રિસમસ:ઇંગ્લેન્ડની હોલી બાર્બરે ઝીરો વેસ્ટ ક્રિસમસની રીત જણાવી, કહ્યું, ‘મોંઘી ગિફ્ટને બદલે ગરીબોને ભોજન કરાવો અને ફૂડ બેંકની મદદ કરો’

4 મહિનો પહેલા

ક્રિસમસ નજીક આવતાની સાથે લોકો પોતપોતાની રીતે સેલિબ્રેટ કરવાની કરવાના પ્રયત્નો કરે છે. તેવામાં માઈન્ડફુલ કોચ અને ત્રણ બાળકોની માતા હોલી બાર્બર ક્રિસમસ પર પોતાના હાથે બનેલી ગિફ્ટ લોકોને બનાવવાની સલાહ આપે છે. હોલી 29 વર્ષની છે, અને તેનો પતિ જોશ કોટ્રેલ 32 વર્ષનો છે. જો કે, ઘણા લોકો ગિફ્ટ આપવાના તેના અંદાજ પરથી તેને કંજૂસ કહે છે, પરંતુ હોલીને આ વાતની કઈ ચિંતા નથી. કારણકે કોરોનાટાઈમમાં પૈસા બચાવવા સૌથી વધારે જરૂરી છે.

હોલીએ કહ્યું,‘માત્ર રૂપિયાની બચત કરવા નહિ પણ પર્યાવરણ બચાવવા માટે પણ ક્રિસમસ ગિફ્ટ પેપરને બદલે ફેબ્રિકમાં પેક કરવું જોઈએ. આ માટે જાપાની આર્ટ ફૂરોશિકીનો ઉપયોગ કરી શકાય છે. હોલી ક્રિસમસ ટ્રી ડેકોરેટ કરવાને બદલે સ્ટિકસ ડેકોરેટ કરે છે. સાથે જ પ્લાસ્ટિક ફ્રી પેકેટમાં વિગન ફૂડ સર્વ કરે છે. હોલીના ત્રણ બાળકો છે. આ બાળકોને પણ ઇકો ફ્રેન્ડલી ગિફ્ટ વિશે જણાવે છે જેથી તેનું મહત્ત્વ જાણી શકે.’

હોલીએ જણાવ્યું, ‘ક્લાઈમેટ ચેન્જને લઈને છેલ્લા ઘણા સમયથી ચિંતા વધી ગઈ છે. આથી હું મારા બાળકોના ભવિષ્ય વિશે પણ ચિંતિત છે. છેલ્લા બે વર્ષથી તે વેસ્ટ ઓછો કરવાનો પ્રયત્ન કરી રહી છે. તે કપડાંમાંથી બનેલા નેપકિન બીજીવાર ઉપયોગમાં લે છે. પરિવાર માટે પણ સેકન્ડ હેન્ડ કપડાં જ ખરીદે છે. તેના બાળકોના રમકડા પણ પ્લાસ્ટિક નહિ પણ લાકડાંમાંથી બનેલા છે.’

આ વર્ષે જુલાઈ મહિનાથી તેણે એક ઇન્સ્ટાગ્રામ ચેલેન્જની શરુઆત કરી હતી જેની પર તે લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ ના કરવાની સલાહ આપે છે. તે ઝીરો વેસ્ટ ક્રિસમસ ઉજવે છે. ઘણા લોકો તેની સાથે આ પહેલમાં જોડાયા છે અને તેઓ ક્રિસમસ પર હાથેથી બનેલી પ્લાસ્ટિક ફ્રી વસ્તુઓ ગિફ્ટ કરે છે. હોલી ઈચ્છે છે કે, ક્રિસમસ પર ગિફ્ટ આઈટમ્સ ખરીદવાને બદલે આર્થિક તંગીમાં ભોજન પણ ના મળતું હોય તેવા ગરીબ લોકોને જમાડવા જોઈએ. સાથે જ ફૂડ બેન્કસની પણ મદદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો