જો તમે કોઈને પૂછશો કે તમે શું કરો છો તો કોઈ કહેશે બિઝનેસ, કોઈ કહેશે ડૉક્ટર, કોઈ કહેશે એન્જિનિયર તો કોઈ સેલ્સ ડિપાર્ટમેન્ટમાં હશે, પરંતુ તમને એવી નોકરીઓ વિશે નહીં ખબર હોય જે સાંભળવામાં વિચિત્ર છે અને કરવામાં પણ. એકથી એક ચઢિયાતી નોકરીઓ છે જેમાં આરામ પણ છે, ફન પણ છે અને થાક પણ લાગે છે.
કૂતરાઓનું ખાવાનું ટેસ્ટ કરવાની નોકરી
આ નોકરી ફૂડ ટેસ્ટરની છે, યુનાઈટેડ કિંગડમમાં વીગન પેટ કંપની OMNIની તરફથી જોબ ઓફર છે કે, 5 દિવસ સુધી ડોગ ફૂડ ખાધા પછી અને ફીડબેક આપ્યા પછી, 5 લાખ રૂપિયાનો ચેક મળશે. કંપનીનું કહેવું છે કે, આ કંપની ક્લીન લેબલ છે અને કોઈ પણ ખરાબ ઈન્ગ્રિડિઅન્ટ ખાવામાં મિક્સ નથી કરતી. તેને ખાનાર લોકોને ખાવાનો ટેસ્ટ, એનર્જી લેવલ, મૂડ અને પાચનતંત્ર પર પડતી અસર અંગે રિપોર્ટ આપવો પડશે. કંપનીનો દાવો છે કે, તે એટલું સારું ડોગ ફૂડ આપે છે કે તેને મનુષ્ય પણ ખાઈને પચાવી શકે છે.
ધક્કો મારવાની નોકરી
જાપાનમાં સવારે જ્યારે મેટ્રોમાં ભીડ હોય છે, ત્યારે કેટલાક લોકો મેટ્રોમાં મુસાફરોને ધક્કો આપવાનું કામ કરે છે, કેમ કે ત્યાં સમય પર કામ પર પહોંચવું જરૂરી છે. તેથી ધક્કો આપનાર પર વ્યાવસાયિકો હોય છે, તેના માટે તેમને સેલરી આપવામાં આવે છે.
બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ ભાડે મળે છે
જે લોકોને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ નથી તેમના માટે ટોક્યો એક સારો ઓપ્શન છે. અહીં તમે તમારી પસંદગીનાં બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડને પસંદ કરી શકો છો, પરંતુ તેના માટે તમારે બોયફ્રેન્ડને કિંમત ચૂકવવી પડશે. તમને તમારો પસંદગીનો બોયફ્રેન્ડ ભાડેથી મળી જશે.
લાઈનમાં ઊભા રહેવાની નોકરી
સમયના અભાવના કારણે લાઈનમાં ઊભા રહી કોઈપણ ટિકિટ ખરીદવી પણ નોકરી હોય છે. તેના માટે કોઈ વ્યાવસાયિક વ્યક્તિ લાઈનાં ઊભા રહેવાનું કામ કરી શકે છે. જ્યાં સુધી તમે તેને પૈસા આપતા રહેશો તે તમારી જગ્યાની કોઈપણ લાઈનમાં મોડે સુધી ઊભા રહેશે.
આરામથી ઊંઘવાની નોકરી
ઊંઘવા માટે કોઈ પણ પૈસા આપી શકે છે, આ સાચું છે. વૈજ્ઞાનિકો પોતાના રિસર્ચ માટે વ્યાવસાયિક સ્લીપર્સને રૂપિયા આપે છે. તેમને માત્ર આરામથી સૂવાનું હોય છે અને વૈજ્ઞાનિક ઊંઘ સાથે સંબંધિત બીમારીઓનું રિસર્ચ તેમના પર કરે છે.
લગ્નમાં મહેમાન બનવાની નોકરી
ભારતમાં લગ્નમાં બોલાવ્યા વગર મહેમાન પણ આવી જાય છે, એટલા માટે અહીં આ કામની ઘણી ડિમાન્ડ છે, પરંતુ જાપાનમાં કેટલાક લોકો પાર્ટ ટાઈમ કામ કરે છે, જેમાં તેમને કોઈનાં લગ્નમાં જવાનું હોય છે. તેના માટે તેમને પૈસા પણ મળે છે અને ખાવાનું પણ.
વોટર સ્લાઈડર ટેસ્ટર
વોટર પાર્કમાં તમે જરૂર ગયા હશો, મોટી સ્લાઈડ્સમાંથી નીચે ઊતરવામાં કેટલી મજા આવે છે એ તો તમને ખબર જ હશે. કેટલાક લોકો આ કામ પોતાની આજીવિકા માટે કરે છે. વોટર સ્લાઈડ ટેસ્ટર્સનું કામ હોય છે, એ જોવાનું કે વોટર પાર્કની સ્લાઈડ્સ સારી રીતે કામ કરી રહી છે કે નહીં અને લોકોને કોઈ જોખમ નથી તે જોવાનું છે. તેના માટે તેઓ દરરોજ સ્લાઈડ્સ પર ઉપર-નીચે કરતા રહે છે.
ઝટકો આપતી નોકરી
મેક્સિકોમાં કેટલાક લોકો બીજાને વીજળીનો ઝટકો આપી પૈસા કમાય છે. હરીકતમાં મેક્સિકોના પબ અથવા બારમાં જે લોકો વધારે નશો કરી લે છે, ત્યારે તેમનો નશો ઉતારવા માટે આ પ્રોફેશનલ ઝટકા આપતા લોકોને બોલાવવામાં આવે છે. તેમના ઝટકાથી બધો નશો ઊતરી જાય છે.
મરઘીનું લિંગ શોધનારા
‘ચિક સેક્સર’ એટલે મરઘીનાં બચ્ચાંઓનું લિંગ શોધવાની નોકરી. મરઘીનાં બચ્ચાનાં શરીરનો પાછળનો ભાગ જોઈ માત્ર એ શોધવાનું હોય છે કે તે મેલ છે કે ફિમેલ. ચિક સેક્સરની નોકરીની બ્રિટનમાં ઘણી ડિમાન્ડ છે. આ નોકરીમાં બ્રિટનમાં વાર્ષિક 24 લાખથી 36 લાખ રૂપિયા સુધી મળે છે, એટલે કે 3 લાખ રૂપિયા મળે છે. આ નોકરી માટે તમારી પાસે 10મું પાસ લાયકાત હોવી જોઈએ. તે સિવાય નોકરી કરતાં પહેલાં તમારે 1 મહિનાની ટ્રેનિંગ લેવી પડશે. એક વખત કામ આવડી ગયું તો પછી સરળતાથી એક કલાકમાં લગભગ 500-700 મરઘીનાં બચ્ચાંનું લિંગ શોધી શકશો.
નંબર પ્લેટ બ્લોકર
રસ્તા પર વધતી કારની ભીડને ઓછી કરવા માટે ઈરાનમાં એક નવી વિચિત્ર પોલિસી લાગુ થઈ છે. તેના મુજબ, એક દિવસ રસ્તા પર તે ગાડીઓ ચાલશે જેમનો નંબર ઓડ છે અને એક દિવસ તે ગાડી ચાલશે જેનો નંબર ઈવન છે. તો કેટલાક લોકો નંબર પ્લેટ બ્લોકરનો સહારો લે છે, જેનું નામ છે ગાડીઓની પાછળ ચાલીને તેમના નંબરને છુપાવવો, જેનાથી પોલીસને એ ખબર ન પડે કે ગાડીનો નંબર ઈવન છે કે ઓડ છે. ઈરાન જેવો રૂઢિચુસ્ત દેશ પણ આ જુગાડમાં પાછળ નથી.
વ્યાવસાયિક શોક મનાવનારા
તમે ભારતમાં રૂદાલી વિશે સાંભળ્યું કે વાંચ્યું હશે, રૂદાલી એટલે મરણ પ્રસંગે રોવા માટે બોલાવવામાં આવતા લોકો. તે વ્યાવસાયિક રીતે શોક મનાવતા લોકોનું આ કામ છે. કોઈના મૃત્યુ પર તેમને બોલાવવામાં આવે છે, જ્યાં તેઓ રડીને, મરવાનો શોક મનાવે છે અને આ કામ માટે તેમને પૈસા મળે છે.
ઓસ્ટ્રિચ (શાહમૃગ)નાં બચ્ચાંઓની સંભાળ રાખવી
મનુષ્યનાં બાળકોની સંભાળ રાખવા માટે ભારતમાં આયા હોય છે, પરંતુ બીજા દેશોમાં કેટલાક લોકો માત્ર ઓસ્ટ્રિચનાં બચ્ચાંઓની સંભાળ રાખે છે, જેથી તેઓ એકબીજાને ચાંચ મારી ન દે.
સાઈકલ કાઢનાર લોકો
એમ્સ્ટરડે મમાં લોકો સાઈકલ ઘણી ચલાવે છે જેના કારણે એક બીજા વ્યવસાયને જન્મ મળ્યો છે. આટલી સાયકલ હોવાનું કારણ છે ઘણી બધી સાઈકલ પાણીમાં પડી જાય છે અને તેને કાઢવા માટે 'બાઈસિકલ ફિશર્સ'ને બોલાવવા પડે છે. દર વર્ષે એમ્સ્ટડેમમાં કાટ ખાઈ ગયેલી 14 હજાર જેટલી સાઇકલોને પાણીમાંથી બહાર કાઢવામાં આવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.