• Gujarati News
  • Lifestyle
  • Millions Of Children Are Orphans, Many People Are Ready To Adopt But The Legal Process Takes Time

અનાથ બાળકોને માતા-પિતા મળવામાં કેમ વાર લાગે છે?:લાખો બાળકો અનાથ, અનેક લોકો દત્તક લેવા માટે તૈયાર, પરંતુ કાયદાકીય પ્રક્રિયામાં લાગે છે સમય

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલમાં જ સુપ્રીમ કોર્ટે દેશમાં બાળકોને દત્તક આપવાની લાંબી પ્રક્રિયા પર સવાલ ઉઠાવ્યા હતા. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની બેન્ચ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈપણ યુવાન દંપતી બાળકને દત્તક લેવા માટે 3-4 વર્ષ સુધી રાહ જોઈ શકે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને આ સમગ્ર પ્રક્રિયાને સરળ બનાવવા કહ્યું છે.

તો દેશમાં લાખોની સંખ્યામાં અનાથ બાળકો છે તો બીજી તરફ તેમને દતક લેવા માટે કપલ, સિંગલ મધર અને સિંગલ ફાધરની સંખ્યા પણ વધારે છે, પરંતુ સમસ્યા એ છે કે દેશમાં કાયદાકીય રીતે દત્તક લેવાની લાંબી પ્રક્રિયા છે. દત્તક લેનારા લોકોને કાયદેસર માતાપિતા બનવા માટે 3થી 4 વર્ષ સુધીનો સમય લાગે છે.

આ ગ્રાફિક્સથી સમજીએ કે દેશમાં બાળક દત્તક લેવા માટે શું પ્રક્રિયા છે.

આજે અમે તમને જણાવીશું કે દેશમાં બાળકને દત્તક લેવા માટેની પ્રોસેસ શું છે? ભારતીય બાળકોને કોણ દત્તક લઈ શકે છે?

અનાથ બાળકોની ત્રણ કેટેગરી હોય છે
આપણા દેશમાં બાળકોને દત્તક લેવાની કાયદાકીય પ્રક્રિયા લાંબી અને મુશ્કેલભરી છે. જુવેનાઈલ જસ્ટિસ એક્ટ 2015 હેઠળ, જ્યારે કોઈ બાળક વહીવટ અથવા સરકારી એજન્સીને મળે છે ત્યારે તેને આગામી 24 કલાકની અંદર 'જિલ્લા બાળ કલ્યાણ સમિતિ' (CWC) સમક્ષ રજૂ કરવામાં આવે છે. આ પછી બાળ કલ્યાણ સમિતિ અનાથ, ત્યજી દેવાયેલાં અને દાવા વગરનાં બાળકોની કેટેગરી નક્કી કરીને તેની સુરક્ષા માટે આદેશ આપે છે.

બાળક કોને દત્તક આપવા તેની પણ તપાસ કરવામાં આવે છે
આદેશ આપ્યા બાદ બાળકનું રજિસ્ટ્રેશન સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી (CARA)ની વેબસાઈટ પર કરવામાં આવે છે, પરંતુ આ દરમિયાન બાળકને ' નોટ ફોર એડોપ્ટેબલ' કેટેગરીમાં રાખવામાં આવે છે, એટલે કે તેને તરત જ દત્તક આપી શકાય નહીં. આ બાદ બાળકનો મેડિકલ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે અને તેને કયા ઘરમાં દત્તક આપવામાં આવશે એની જાણકારી CARAના અધિકારી પાસે હોય છે, આ બાદ જ દત્તક લેનારાં માતા-પિતાને બાળક સોંપવામાં આવે છે.

બાળકને દત્તક આપતાં પહેલાં કાયદાકીય પ્રક્રિયા પૂરી હોવી જોઈએ
CARA દ્વારા દત્તક લીધેલાં બાળકો 'જિલ્લા બાળ કલ્યાણ સમિતિ' દ્વારા કાયદેસર મુક્ત હોવાં જોઈએ. આ માટે એક પ્રોસેસ નક્કી કરવામાં આવી છે. 2 વર્ષ સુધીનાં બાળકોને વધુમાં વધુ 2 મહિનામાં અને 2 વર્ષથી વધુ ઉંમરનાં બાળકોને 4 મહિનામાં કાયદેસર રીતે મુક્ત જાહેર કરવામાં આવે છે. આ દરમિયાન આ એજન્સી બાળકનાં માતા-પિતા અને પરિવારના સભ્યોને શોધવાના તમામ શક્ય તેટલા પ્રયાસો કરે છે. જો પરિવારના સભ્યો અંગે કોઈ માહિતી ન મળે ત્યારે તો બાળકને કાયદેસર રીતે ફ્રી માનવામાં આવે છે અને CARAની વેબસાઇટ પર દત્તક લેવાની અરજી માટે ઉપલબ્ધ કરવામાં આવે છે.

વિદેશીઓને ભારતીયો બાદ મળે છે મોકો
વિદેશી કપલને ભારતીય બાળકો તરત જ દત્તક આપવામાં નથી આવતા. CARA પહેલા ભારતીય અને NRI કપલને બાળક દત્તક આપવાનો ચાન્સ આપે છે. 7 દિવસમાં બે વખત, એટલે કે મંગળવાર અને શુક્રવારે ઓનલાઇન વેબસાઈટ દ્વારા આ મોકો મળે છે.

જો કોઈ 5 વર્ષ કે તેથી નાની વયના બાળકને 60 દિવસ બાદ એટલે કે 16 વખત કોશિશ કર્યા બાદ ભારતીય કપલ દત્તક નથી લેતા તો વિદેશી કપલને મોકો આપવામાં આવે છે. જો બાળકની ઉંમર 5 વર્ષથી વધુ હોય અને 30 દિવસ બાદ એટલે કે 8 રિજેક્શન અને દિવ્યાંગ બાળકને 15 ડીઆઈએસ એટલે કે 4 રિજેક્શન બાદ વિદેશી કપલને દત્તક આપવામાં આવે છે.

આવો... જાણીએ કેટલાં બાળકોને વિદેશીએ દત્તક લીધા છે

દત્તક લેનારાં માતાપિતાને 3 બાળક દેખાડવામાં આવે છે, તેમાંથી 1 બાળકની પસંદગી કરવાની હોય
CARA વેબસાઈટ પર બાળકોને દત્તક લેવા માટે એપ્લાઇ કરનારનો નંબર પ્રાથમિકતા અનુસાર આવે છે. એપ્લાઇ કરનારને 3 બાળક દેખાડવામાં આવે છે. જો 3 પૈકી 1 પણ બાળકને એડોપ્ટ નથી કરી શકતા ત્યારે પ્રાથમિકતા ઝીરો થઇ જાય છે અને આ બાદ ફરી નંબર આવે ત્યારે દત્તક લેવાનો મોકો મળે છે.

બાળકોથી 25 વર્ષ વધુ હોવી જોઈએ દત્તક લેનારાં માતા-પિતાની ઉંમર
ભારતીય બાળકોને આ દેશના નાગરિક, NRI અને હેગ કન્વેન્શનના સભ્ય દેશના દંપતી અથવા સિંગલ પેરેન્ટ ચાઈલ્ડ દ્વારા દત્તક લઈ શકાય છે. કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલી CARAએ ત્રણેય શ્રેણીઓ માટે અલગ-અલગ નિયમો નક્કી કર્યા છે.

  • સિંગલ પેરેન્ટ અથવા કપલ છોકરો અથવા છોકરી કોઈને પણ દત્તક લઈ શકે છે.
  • જો કોઈ કપલ બાળકને દત્તક કરે છે તો તે કપલના લગ્નને 2 વર્ષ પૂરાં થઈ ગયેલાં હોવા જોઈએ.
  • બાળક અને કપલની ઉંમર વચ્ચે 25 વર્ષનો તફાવત હોવો જોઈએ.
  • ગંભીર કે સંક્રમિત બીમારી ન હોવી જોઈએ.
  • દત્તક લેવા માટે માતા-પિતા બંનેની સહમતી જરૂરી છે.

સિંગલ પેરેન્ટ માટે દત્તક લેવા માટે આ છે નિયમો
જો એકલી સ્ત્રી બાળકને દત્તક લેવા માગે છે તો તે છોકરો અથવા છોકરી બંનેમાંથી કોઈ એકને દત્તક લઈ શકે છે, પરંતુ પુરુષ ફક્ત એક છોકરાને દત્તક લઈ શકે છે. દત્તક લેનાર દંપતી માટે આર્થિક રીતે મજબૂત હોવું જરૂરી છે. જોકે જો પુરુષ અને દત્તક લીધેલા બાળક વચ્ચે 21 વર્ષથી વધુનો તફાવત હોય તો છોકરીને પણ દત્તક લઈ શકાય છે.

3 કેટેગરીનાં બાળકોને દત્તક નથી લેવા માગતાં
UNICEFના જણાવ્યા અનુસાર, 2020માં 2,27,518 બાળક બાળ સંભાળ સંસ્થાઓમાં હતાં, જે પૈકી 1,45,788 બાળકને તેમના નજીકના સંબંધીઓને સોંપવામાં આવ્યાં હતાં.આ ત્યારે થયું જ્યારે સુપ્રીમ કોર્ટે કોરોના મહામારીને કારણે આ દિશા-નિર્દેશ આપ્યા, પરંતુ હજુ પણ લાખો બાળકો બાળ સંભાળ સંસ્થાઓમાં રહે છે.

CARA ચેરપર્સન ભૂતપૂર્વ એલોમા લોબોના જણાવ્યા અનુસાર, અનાથની બાળકોની ત્રણ શ્રેણીઓ એવી છે જે દત્તક લેવા માટે ભાગ્યે જ કોઈક તૈયાર હોય છે. પહેલી કેટેગરીમાં મોટા બાળકો હોય છે, જેમને કોઈ દત્તક લેવા માંગતું નથી. બીજી કેટેગરીમાં એવા બાળકો છે કે જેમના સગાં કે સંબંધીઓ જાણીતા છે. અને ત્રીજી શ્રેણીમાં એવા વિકલાંગ બાળકો છે જેમના માતાપિતા બનવા કોઈ ઈચ્છતું નથી.

દેશમાં છેલ્લાં 10 વર્ષમાં આટલાં બાળકોને દત્તક લીધાં

બાળકોની દત્તકની પ્રક્રિયામાં ફેરફાર કેમ?
ગયા વર્ષે ઑક્ટોબરમાં લગભગ 300 દત્તક લેનારાં અને દત્તક લીધેલાં માતાપિતાએ બાળક દત્તક લેવાની પ્રક્રિયામાં સુધારો કરવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને પત્ર લખ્યો હતો. સૌથી મોટો મુદ્દો એ છે કે આ કિસ્સાઓમાં સમય લાગે છે. બાળ કલ્યાણ સમિતિઓ માને છે કે અનાથ બાળકોને દત્તક લેવા માટે કાયદાકીય પ્રક્રિયા ઓછી હોવી જોઈએ.