• Gujarati News
  • Lifestyle
  • Men Would Conceive And Breastfeed, An Idea Of The Vedic Age That Would Soon Become A Miracle Of Medical Science.

પપ્પા પ્રેગ્નન્ટ છે:પુરુષો ગર્ભવતી થશે ને બ્રેસ્ટફીડિંગ કરાવશે, વૈદિક યુગનો વિચાર ટૂંક સમયમાં તબીબી વિજ્ઞાનનો ચમત્કાર બની જશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોતાની નવી ફિલ્મ ‘મિસ્ટર મમ્મી’માં રિતેશ દેશમુખ પ્રેગ્નન્ટ નજર આવી રહ્યા છે. ફિલ્મમાં પત્ની જેનીલિયા ડિસૂઝાની જેમ જ રિતેશ દેશમુખમાં પણ પ્રેગ્નન્સીનાં તમામ લક્ષણો દેખાય છે. પુરુષની પ્રેગ્નન્સી એ લોકો માટે હાસ્યનો વિષય બની ગઈ છે પણ જો સાચે જ પુરુષ પ્રેગનન્ટ થવા લાગે અને બાળકોને જન્મ આપવા લાગે તો વિશ્વનું દ્રશ્ય કેવું સર્જાય?

આ વાત સાંભળીને આશ્ચર્ય ન પામશો કારણ કે, આ કોઈ ખ્યાલી પુલાવ નથી ભવિષ્યમાં હકીકતમાં પુરુષો ગર્ભવતી થઈ શકશે અને બાળકને જન્મ આપવાથી માંડીને તેને બ્રેસ્ટફિડિંગ કરાવવા સુધીનાં તમામ કામ કરી શકશે કે, જે એક મહિલા કરી શકે છે. એવું અમે નહીં પણ વૈજ્ઞાનિકો કહી રહ્યા છે. તે આ બાબત અંગે નિરંતર રિસર્ચ કરી રહ્યા છે અને સફળતા તરફ પહોંચી રહ્યા છે.

વૈદિક સભ્યતાનાં સમયથી પ્રેગનન્સી પુરુષનો કોન્સેપ્ટ ચાલ્યો આવે છે. સાહિત્યથી લઈને હોલિવુડ ફિલ્મો સુધી પુરુષોને પ્રેગ્નન્ટ દેખાડવામાં આવ્યા છે અને તે બાળકને જન્મ આપે એવા દ્રશ્યો પણ ફિલ્માવવામાં આવ્યા છે.

48 વર્ષ પહેલાં, એક ફિલોસોફરે તબીબી વિજ્ઞાનને આ વિચાર આપ્યો હતો
20મી સદીમાં એક ફિલોસોફર હતા, જેને મેડિકલ સાયન્સની દુનિયામાં ‘જોસેફ ફ્લેચર’નાં નામથી ઓળખવામાં આવે છે. તેમને ‘બાયોએથિક્સનાં પિતા’ પણ કહેવામાં આવે છે. વર્ષ 1974માં તેમણે એક પુસ્તક લખ્યું હતું, ‘ધ એથિક્સ ઓફ જિનેટિક કન્ટ્રોલ’ કે, જેમાં તેમણે પુરુષોમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટનો આઈડિયા આપ્યો હતો.

તેમણે કહ્યું કે, ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ દ્વારા પુરુષોને પણ સંતાન થઇ શકે છે. સ્ત્રીઓની જેમ પુરુષોની છાતીમાં પણ સ્તનની ડીંટી, મેમરી ગ્રંથિઓ અને પુટેરીન ગ્રંથિઓ હોય છે, જેથી તેઓ પણ બાળકને પોતાનું દૂધ પીવડાવી શકે.

જોસેફ ફ્લેચરનાં આ શબ્દોની અસર એવી હતી કે, દુનિયાનો એક વર્ગ માને છે કે મહિલાઓની જેમ પુરુષોને પણ ગર્ભધારણ કરવાનો, બાળકને જન્મ આપવાનો અને ઉછેરવાનો અધિકાર છે.

પુરુષો અને સ્ત્રીઓ વચ્ચેના તફાવતનું કારણ જૈવિક ઓછું, સામાજિક-સાંસ્કૃતિક વધુ છે
આજે વિશ્વભરનાં વૈજ્ઞાનિકોનું માનવું છે કે, ‘છેલ્લા કેટલાક દાયકાઓમાં તબીબી વિજ્ઞાને એટલી પ્રગતિ કરી છે કે, ‘પુરુષ ગર્ભાવસ્થા’ને સીધી રીતે નકારી શકાય નહીં. આવું નહીં થાય તેની પાછળ કોઈ નક્કર કારણ પણ નથી. છેવટે, અમુક પ્રજનન અંગો સિવાય સ્ત્રીઓ અને પુરુષોનાં શરીરમાં ઓછા તફાવત અને વધુ સમાનતાઓ છે.

વૈજ્ઞાનિકોના મતે જે તફાવતો બાહ્ય રીતે પણ જોવા મળે છે તે જૈવિક ઓછા અને સામાજિક અને સાંસ્કૃતિક વધુ છે. સ્ત્રીઓની જેમ પુરુષોમાં પણ લાગણીઓ હોય છે. બંનેમાં સમાન હોર્મોન્સ અને શરીરની રચના પણ લગભગ સમાન છે. પુરુષો અને સ્ત્રીઓમાં જૈવરાસાયણિક, ન્યૂરોએન્ડોક્રાઇન, હોર્મોનલ, વેસ્ક્યુલર અને નર્વસ સિસ્ટમ લગભગ એક જ રીતે કામ કરે છે.

કાર્લ યુંગે દરેક મનુષ્યમાં સ્ત્રી અને પુરુષ બંનેની વૃત્તિઓ, રાજા ઇલ ઇલા બન્યો તેણે પુરુર્વને જન્મ આપ્યો
19મી સદીનાં મનોવિજ્ઞાની કાર્લ યુંગે પણ તેમનાં ‘કલેક્ટિવ અનકોન્સશ’ સિદ્ધાંતમાં જણાવ્યું હતું કે, દરેક માનવીમાં સ્ત્રી અને પુરુષ બંને વ્યક્તિત્વનાં ગુણો હોય છે. આ વાંચતી વખતે, આપણે ભારતની પૌરાણિક પરંપરામાં પ્રચલિત અર્ધનારીશ્વર શિવને યાદ કરીએ છીએ અને શિવ-પાર્વતીને લગતી એક કથા પણ યાદ કરીએ છીએ.

કથા એવી છે કે અંબિકાનાં જંગલમાં શિવ-પાર્વતી ભટકતા હતા. તેઓ પ્રેમમાં લીન થઈ ગયા હતા, જ્યારે કેટલાક ઋષિમુનિઓ ત્યાં આવ્યા હતા, જેના કારણે પાર્વતીને શરમ આવી હતી. આના પર શિવે શ્રાપ આપ્યો કે, જે પણ અંબિકા વનમાં પ્રવેશ કરશે તે તરત જ સ્ત્રી બની જશે.

એકવાર મનુનો પુત્ર રાજા ઇલ અંબિકાનાં જંગલમાં ભટક્યો અને એક સ્ત્રી બની ગયો. શોકગ્રસ્ત ઇલે તેનું નામ બદલીને ઇલા રાખ્યું. પછી તેઓ બુધ ઋષિને મળ્યા. બંનેનાં લગ્ન બાદ ઈલાએ પુરુર્વને જન્મ આપ્યો. જેણે પાછળથી તેની માતાને શ્રાપથી મુક્ત કરી અને ઇલા ફરીથી રાજા ઇલ બની ગયો.

પુરુર્વને જ અપ્સરા ઉર્વશી સાથે પ્રેમ થઈ ગયો અને ઋગ્વેદમાં તેમની પ્રેમકહાનીથી સાહિત્યની શરૂઆત થઈ. ખેર, ઈલા તરીકે પુરુર્વને જન્મ આપવાની રાજા ઈલની આ કથામાં તબીબી વિજ્ઞાનનો કોઈ ઉલ્લેખ નથી, પરંતુ તે ચોક્કસપણે દર્શાવે છે કે પુરુષોનો ગર્ભવતી થવાનો અને બાળકને જન્મ આપવાનો વિચાર નવો નથી. ઘણાં બધાં સાયન્સ ફિક્શનનાં પુસ્તકો, ફિલ્મો અને ટેલિવિઝન નાટકો છે, જેમાં પુરુષો ગર્ભવતી થાય છે અને બાળકોને જન્મ આપે છે અને તેમને માતાની જેમ ઉછેરે છે.

જો મનુષ્યના અસ્તિત્વ પર ખતરો આવ્યો તો પુરુષો પણ બાળકો પેદા કરીને વસ્તીમાં વધારો કરી શકશે
અમેરિકન પોર્ટલ Salon.com એક રિપોર્ટમાં સાન ફ્રાન્સિસ્કોનાં રિપ્રોડક્ટિવ એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉક્ટર એમીએ એવી શક્યતા વ્યક્ત કરી છે કે, ‘વિશ્વમાં વૃદ્ધોની સંખ્યાની સાથે-સાથે લોકોમાં વંધ્યત્વની સમસ્યા પણ વધી રહી છે. આવી સ્થિતિમાં ભવિષ્યમાં બાળકો પેદા કરવાની જવાબદારી લેવા માટે પુરુષોની પણ જરૂર પડશે. જો કે, તેમાં ઘણો સમય લાગી શકે છે.’

8 અબજ માણસો હોવા છતાં વસ્તી વધારવા અંગેની વાત વાંચીને વિચિત્ર લાગશે પરંતુ, એક સમય બાદ પૃથ્વી પર હાજર દરેક પ્રજાતિનાં અસ્તિત્વ સામે જોખમ ઊભું થાય છે એ હકીકતને નકારી શકાય નહીં. કોરોનાનો ખતરો ભલે ટળી ગયો હોય, પરંતુ માણસોની સામે આવા સંકટોની કમી નથી. રોગચાળાથી લઈને કુદરતી આફતો અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ માનવવસ્તી માટે મોટો ખતરો છે. આવા જ કારણોસર ઘણી પ્રાચીન માનવ સંસ્કૃતિઓનો નાશ કરવામાં આવ્યો છે પરંતુ, માનવવસ્તી વધારવાની જવાબદારી લેતાં પહેલાં પુરુષોએ ઘણા પડકારોનો સામનો કરવો પડશે.

4માંથી 3 પડકારોનાં ઉકેલો શોધી કાઢવામાં આવ્યા છે
સારી વાત એ છે કે, મેડિકલ સાયન્સ આ 4માંથી 3 પડકારોને પાર કરી ચૂક્યું છે. હોર્મોનલ થેરેપી દ્વારા ઇન્જેક્ટ કરીને હોર્મોનની ઉણપ પૂરી કરી શકાય છે. સર્જરી દ્વારા પુરુષોમાં જરૂરી પ્રજોત્પતિ તંત્ર તૈયાર કરી શકાય છે. હાલ તેનો ઉપયોગ ટ્રાન્સજેન્ડર મહિલાઓનાં લિંગને બદલવા માટે કરવામાં આવી રહ્યો છે. શુક્રાણુને ફલિત કરવા માટે જરૂરી અંડાશયનો વિકલ્પ IVFનાં રૂપમાં આપણી સામે હાજર હોય છે. છેલ્લો પડકાર ગર્ભાશયનો છે, જે ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મળી શકે છે.

નર ઉંદરમાં ટ્રાન્સપ્લાન્ટ થયું ગર્ભાશય, 10 બાળકોનો જન્મ
ચીનનાં શાંઘાઈ સ્થિત નેવલ મેડિકલ યુનિવર્સિટીનાં સંશોધકોએ જૂન, 2021માં એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આમાં તેમણે નર ઉંદરમાં ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટની જાણકારી આપી હતી. જેમાં ગર્ભવતી બનેલા નર ઉંદરે પણ 10 બાળકોને જન્મ આપ્યો હતો. જે બાદ ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટે પુરુષોનાં ગર્ભવતી હોવાના દાવાને પણ વધુ મજબૂત કર્યો હતો.

ચીનનાં આ પ્રયોગથી નૈતિકતા પર ચર્ચા જાગી હતી. દરેક લિંગ અને સેક્સનાં લોકોમાં પ્રેગનન્સીની વાતે અનેક પ્રશ્નો ઉભા કર્યા હતા. જ્યારે લિંગ અને સેક્સની વાત આવે છે, ત્યારે આગળ વધતાં પહેલાં જાણો કે બંને વચ્ચે શું તફાવત છે, જેથી 'પુરુષ ગર્ભાવસ્થા' ને વધુ સારી રીતે સમજી શકાય.

ગર્ભાવસ્થામાં ગર્ભાશયની ખૂબ જ મહત્વની ભૂમિકા છે
ગર્ભવતી થવા માટે સૌથી અગત્યની વસ્તુ છે ગર્ભાશય. જેમને ગર્ભાશય અને અંડાશય હોય તેઓ ગર્ભવતી થઈ શકે છે અને બાળકોને જન્મ પણ આપી શકે છે. પરંતુ, પુરુષોની પ્રજનન પ્રણાલીમાં ગર્ભાશય હોતું નથી. આ કારણથી પુરુષો તરીકે જન્મેલા લોકો ગર્ભવતી થઈ શકતા નથી. પછી તે ‘સિસજેન્ડર મેલ’ હોય કે ‘ટ્રાન્સજેન્ડર વુમન’

‘સિસજેન્ડર ફિમેલ’ અને ‘ટ્રાન્સજેન્ડર મેલ’ કે જે મહિલા તરીકે જન્મે છે, તેમાં સ્ત્રી પ્રજનન અંગો તેમજ ગર્ભાશય હોય છે. જેના દ્વારા તેઓ ગર્ભવતી થઈ શકે છે અને બાળકોને જન્મ આપી શકે છે અને બાળકને સ્તનપાન પણ કરાવી શકે છે. સ્ત્રીમાંથી પુરુષ બનવા માટે લિંગ પરિવર્તન ઉપચાર કરાવતાં લોકો પણ ગર્ભવતી થઈ શકે છે. જો કોઇએ લિંગ પરિવર્તન કરાવવા માટે ‘પાર્શિયલ હિસ્ટરેકટમી’ કરાવી હોય એટલે કે ગર્ભાશયને દૂર કર્યું હોય પરંતુ, અંડાશય, સર્વિક્સ અને ફેલોપિયન ટ્યુબ નહીં તો પુરુષ સાથી સાથે શારીરિક સંબંધ બાંધવાથી તે ગર્ભવતી થઈ શકે છે.

પબમેડ સેન્ટ્રલનાં જણાવ્યા પ્રમાણે વર્ષ 1895થી 2015 સુધીમાં વિશ્વમાં આવા 71 કેસ નોંધાયા હતાં. અમેરિકાનાં મોટિવેશનલ સ્પીકર અને લેખક થોમસ બીટી આવા જ એક ટ્રાન્સ મેન છે, જે પોતાનું લિંગ બદલવાની થેરાપી વચ્ચે ગર્ભવતી થયા હતાં.

શું ગર્ભાશય વગર ગર્ભાવસ્થા શક્ય છે?
અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે, ગર્ભધારણ માટે ગર્ભાશય સૌથી મહત્વનું છે, જ્યાં ગર્ભાવસ્થા રહે છે, ગર્ભનો વિકાસ શરૂ થાય છે પરંતુ, ગર્ભાશય વગર પણ ગર્ભાવસ્થા શક્ય છે. ઘણા કારણોસર સ્ત્રીઓ ગર્ભાશયની બહાર ફેલોપિયન ટ્યુબમાં બાળકનો વિકાસ કરવાનું શરૂ કરે છે અથવા તેમને પેટની ગર્ભાવસ્થા થાય છે.

ગર્ભાશયની બહારની આ પ્રેગનેન્સીને ‘એક્ટોપિક પ્રેગનન્સી’ કહેવામાં આવે છે, જેમાં માતા અને બાળક બંનેનાં જીવનું જોખમ રહેલું હોય છે. આ માટે પેટની પ્રેગનન્સી પુરુષો માટે પણ એટલી જ ખતરનાક સાબિત થઇ શકે છે. તેથી, પુરુષો કે ડોકટરો બંનેમાંથી કોઈ પણ આટલું મોટું જોખમ લેવાનું પસંદ કરશે નહીં, જ્યારે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટનો વધુ સલામત વિકલ્પ છે. સ્ત્રીઓમાં ગર્ભાશયનાં પ્રત્યારોપણ સાથેની ગર્ભાવસ્થા સફળ રહી છે. સામાન્ય રીતે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટનાં 1 વર્ષ બાદ મહિલાઓ IVF દ્વારા પ્રેગ્નેન્ટ થાય છે અને સિઝેરિયન સર્જરી દ્વારા બાળકોને જન્મ આપે છે.

ટ્રાન્સ મહિલાઓમાં ગર્ભાશયનું પ્રત્યારોપણ ‘પુરુષ ગર્ભાવસ્થા’ તરફનું સૌથી મોટું પગલું હશે
હાલ પુરુષનાં શરીરમાં ગર્ભાશયનાં ટ્રાન્સપ્લાન્ટની ચર્ચા દુનિયાભરનાં વૈજ્ઞાનિકો સંશોધકોમાં તેનાં નૈતિક મુદ્દાઓ પર થઈ રહી છે પરંતુ, જો પુરુષ ગર્ભાવસ્થા પર વાત આગળ વધે છે તો તેના માટે પહેલી ‘ટ્રાન્સ વુમન’ આગળ આવશે. ટ્રાન્સ વુમનનો જન્મ ભલે પુરુષના શરીરમાં થયો હોય પરંતુ, આત્માથી તે પોતાની જાતને સ્ત્રી અનુભવે છે.

રિપ્રોડક્ટિવ એન્ડોક્રિનોલોજી અને ફર્ટિલિટી એક્સપર્ટ ડૉક્ટર રિચર્ડ પોલસનનું કહેવું છે કે, ‘પુરુષનાં શરીરમાં ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ ન થઈ શકે, તેને તેનું કોઈ કારણ દેખાતું નથી. સાયન્સ પોર્ટલ લાઈવ સાયન્સનાં રિપોર્ટમાં તેઓ કહે છે કે, જેન્ડર ચેન્જ કરીને ફીમેલ બનનારી ‘ટ્રાન્સ વુમન’ પણ પ્રેગનન્ટ થઈ શકે છે.

ગર્ભવતી થવા માટે પુરુષોએ આ ફેરફારો કરવા પડશે
ગર્ભવતી થવા માટે પુરુષોએ ગર્ભાશયનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે. ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટમાં ગર્ભાશય, સર્વિક્સ, યોનિમાર્ગ કફ જેવા અંગોનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. તે પછી તે સંયોજક પેશીઓ, ધમનીઓ અને નસો સાથે જોડાય છે. ત્યારબાદ યોનિમાર્ગમાં લોપ્લાસ્ટી દ્વારા પુરુષનાં પ્રાઇવેટ પાર્ટનું ઓપરેશન કરવામાં આવે છે અને તેમાંથી માદા પ્રાઇવેટ પાર્ટનો વિકાસ થાય છે, જેને ‘પેઇનલ ઇન્વર્ઝન પ્રોસિજર’ પણ કહેવામાં આવે છે.

તે અધિકારિક રીતે પુરુષથી મહિલા બનવાની ટ્રાન્સ વુમન વેજાઈનોપ્લાસ્ટી કરાવે છે, જેથી તેમનું જેન્ડર ચેન્જ થઈ શકે.

પુરુષોમાં યુટ્રસ માટે કોઈ જગ્યા નથી. એટલા માટે તેનું પેલ્વિક ઈનલેટ પણ સર્જરીનાં માધ્યમથી પહોળું કરવું પડશે. પછી ત્યાં યુટ્રસ લગાવવા માટે 1 વર્ષની રાહ જોવી પડશે જેથી, જખમ ભરાઈ જાય. તે પછી યુટ્રસ ટ્રાન્સપ્લાન્ટની પ્રોસેસ શરુ થાય છે.

પોતાનાં સ્પર્મથી જ પ્રેગ્નન્ટ થઈ શકો, સર્જરીથી બાળકનો જન્મ થશે
ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પહેલાં દર્દીએ પોતાનાં સ્પર્મને બેંકમાં સુરક્ષિત રાખ્યું હોય તો તેનો ઉપયોગ કરીને તે IVF દ્વારા પ્રેગ્નન્ટ થઈ શકશે. આ સમય દરમિયાન ડૉકટરો હોર્મોન્સનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે, જેથી ગર્ભાવસ્થામાં કોઈ જોખમ ન રહે. ત્યારે તમે સિઝેરિયન ઓપરેશનથી બાળકને જન્મ આપી શકશો.

સ્ત્રીઓની જેમ શું પુરુષો પણ બાળકોને ખવડાવી શકે છે?
2002નું વર્ષ હતું. શ્રીલંકામાં એક 38 વર્ષીય વ્યક્તિનું બીજા બાળકને જન્મ આપતી વખતે મોત થયું હતું. બાળકને ભૂખથી રડતો જોઈને એક દિવસ તેને પોતાની છાતી પર લગાવી દીધો પછી જાણવા મળ્યું કે, તે નવજાત શિશુને ફિડિંગ કરાવી શકે છે. ત્યારે શ્રીલંકાની સરકારી હોસ્પિટલનાં ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. કમલ જયસિંઘેએ જણાવ્યું હતું કે, માણસમાં પ્રોલેક્ટિન હોર્મોન હાઇપરએક્ટિવ બને તો તેની છાતીમાં દૂધ બની શકે છે.

મેડિકલ નૃવંશશાસ્ત્રી દેના રાફેલે વર્ષ 1978માં પોતાની ‘ધ ટેન્ડર ગિફ્ટઃ બ્રેસ્ટફીડિંગ’ માં લખ્યું હતું કે, પુરુષો પોતાના છાતીના સ્તનની ડીંટી અને ટિશ્યૂને સક્રિય કરીને બાળકને ફિડિંગ કરાવી શકે છે.

ટ્રાન્સ વુમનમાં બ્રેસ્ટફીડિંગ શરૂ કરવા માટે ડૉક્ટરો સ્તનનાં દૂધના પંપથી નિપલ ટિશ્યુને એક્ટિવેટ કરવાની સાથે-સાથે અમુક દવાઓ પણ આપે છે. હવે બજારમાં ‘મેલ લેક્ટેશન કિટ્સ’ આવવા લાગી છે, જેનો ઉપયોગ કરીને પુરુષો સ્તનપાન માટે જરૂરી હોર્મોન્સ અને છાતીના ટિશ્યુને એક્ટિવેટ કરી શકે છે અને બાળકોને દૂધ પીવડાવી શકે. જો તમે હોર્મોન્સની વાત કરી રહ્યા છો, તો એ પણ જાણી લો કે હોર્મોનલ ગ્રંથિઓ પુરુષ અને સ્ત્રીમાં સમાન હોય છે, તફાવત બંનેનાં હોર્મોનલ સ્તરનો હોય છે.

ઈન્ટરનેટની દુનિયામાં આવી ચુક્યો ‘પ્રેગનન્ટ મેન’
અસલી દુનિયામાં નહીં, ઈન્ટરનેટની દુનિયામાં મેલ પ્રેગ્નન્સી થવા લાગી છે. જો તમને ખાતરી ન હોય તો તમારા સ્માર્ટફોનનું કી-બોર્ડ તપાસો. જ્યારે તમે કી-બોર્ડનાં ઈમોજી ઓપ્શનમાં ‘પ્રેગ્નન્ટ મેન’ને સર્ચ કરશો તો તમને ‘પ્રેગ્નન્ટ મેન’નું ઇમોજી દેખાશે. યુનિકોડ કન્સોર્ટિયમે આ નવી ઈમોજી સપ્ટેમ્બર-2021માં ઈમોજી 14.0 વર્ઝનમાં લોન્ચ કરી હતી. તેમને એટલા માટે લોન્ચ કરવામાં આવ્યા હતા કે, જેથી ટ્રાન્સ-મેન અને નોન-બાઇનરી લિંગ ધરાવતા લોકો તેનો ઉપયોગ કરી શકે. આ ઇમોજીસ હવે એન્ડ્રોઇડથી એપલ સુધીના તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

ઘણી જનજાતિઓમાં પુરુષોની ગર્ભવતી થવાની અને બાળકને જન્મ આપવાની પરંપરા
પ્રાચીન ઈજિપ્તમાં પરંપરા હતી કે, સ્ત્રી ગર્ભવતી થયા બાદ પતિએ પણ ગર્ભધારણથી લઈને બાળકને જન્મ આપવા સુધીની તમામ વિધિઓ પૂરી કરી હતી. અમેરિકાથી લઈને થાઈલેન્ડ, રશિયા, ચીન અને ભારત સુધી અનેક જાતિઓમાં આવી પરંપરાઓ ચાલતી રહે છે, જેમાં પત્નીની જેમ પુરુષ પણ ગર્ભધારણનાં સંકેત બતાવવાથી લઈને બાળકને જન્મ આપવા સુધીનું કામ કરે છે.