ચીનમાં લાઇવસ્ટ્રીમ શોપિંગ એક જાણીતું માધ્યમ બની ચૂક્યું છે. અહીં કંપનીઓ વેચાણ વધારવા માટે અને ગ્રાહકોને આકર્ષવા માટે લાઈવ પ્રેઝન્ટેશન આપે છે, આ માટે લૅન્જરી જેવી પ્રોડક્ટ્સ માટે મહિલા મૉડલની બોલબાલા હતી. પરંતુ સમય જતા હવે ચીને નવો કાયદો બનાવ્યો છે. આ કાયદામાં મહિલા મોડલ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સ્થિતિમાં હવે લૅન્જરી માર્કેટનો સંપૂર્ણ ભાર પુરૂષ મોડલ્સ પર આવી ગયો છે. હવે લાઇવ સ્ટ્રીમ શોપિંગમાં મહિલા મોડલને બદલે પુરૂષ મોડલ્સ ગ્રાહકોને લૅન્જરી બતાવે છે.
મહિલા મોડેલ પર આખરે કેમ લગાવવામાં આવ્યો પ્રતિબંધ?
આ પાછળની હકીકત એવી છે કે, ચીનમાં કોઈપણ પ્રકારની ઓનલાઈન પોર્નોગ્રાફી ગેરકાયદેસર છે. તે સ્થિતિમાં ઓનલાઈન મહિલા મોડલ્સ જાહેરાત કરીને કાયદાનું ઉલ્લંઘન કરતી હતી. મહિલા મોડલ્સની જાહેરાત પર પ્રતિબંધ બાદ કંપનીઓએ બીજો રસ્તો શોધી કાઢ્યો હતો. હવે તે અંડરગ્રેજ્યુએટ એડ માટે પુરૂષ મોડલ્સને પ્રોત્સાહન આપી રહ્યો છે. અહીં સુધી કે કેટલીક કંપનીઓએ તો પુરૂષ મોડલ્સના લૅન્જરી ચિત્રો અને વિડિયો પણ વાઇરલ કરી દીધા છે. જે દર્શકોને પસંદ આવી રહી છે.વાઇરલ વિડિયોમાં પુરૂષ મોડલ પુશઅપ બ્રા, શિફોન નાઈટીઝ, લેસ ગાઉન ઉપરાંત વિવિધ પ્રકારના લૅન્જરી પહેરેલા જોવા મળે છે.
નવા કાયદાથી મહિલા મોડેલ્સના પેટ પર પાટુ
નવા કાયદાનો અમલ થયા બાદ ચીનમાં કેટલાક લોકો આ મોટી વસ્તી માટે ખતરો જણાવી રહ્યા છે. કારણ કે આ કાયદાથી મહિલા મોડલ્સની રોજીરોટી પર અસર થશે. તો બીજી તરફ લેન્જરીમાં પુરૂષ મોડલ્સના વીડિયો પછી ઘણા લોકો તેમને જવાબદાર માની રહ્યા છે. આ સ્થિતિમાં લાઈવસ્ટ્રીમ બિઝનેસના માલિક ઝુ જણાવે છે કે આમાં પુરુષોનો શું વાંક છે? આ નવા કાયદા પછી અમારી પાસે કોઈ વિકલ્પ બચ્યો નથી.
લાઇવસ્ટ્રીમ ઈ-કોમર્સ શું છે?
લાઈવસ્ટ્રીમ એ ઈ-કોમર્સ ઓનલાઈનનું અપડેટેડ વર્ઝન છે. અહીં ગ્રાહકો વેબિનાર, લાઇવ વીડિયો અને પોડકાસ્ટ દ્વારા રીયલ ટાઇમ શોપિંગ કરે છે. કોઈ પણ પ્રોડક્ટને લાઇવ વીડિયોમાં મોડલ દ્વારા વેચવામાં આવે છે. આ સાથે ગ્રાહકોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવે છે.
ઈ-કોમર્સ આવકમાં 10% હિસ્સો લાઈવસ્ટ્રીમ ધરાવે છે
સ્ટેટિસ્ટા અનુસાર, ચીનનું લાઈવસ્ટ્રીમ શોપિંગ માર્કેટ 2023માં 700 બિલિયન ડોલરને વટાવી જવાની ધારણા છે. McKinsey અનુસાર, આ ઉદ્યોગ જ દેશની ઈ-કોમર્સ આવકમાં લાઈવસ્ટ્રીમ 10% હિસ્સો ધરાવે છે.
ચીનમાં બનાવવામાં આવ્યા છે વિચિત્ર નિયમ
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.