• Gujarati News
  • Lifestyle
  • Mehbooba Siraj Speaks Out For The Rights Of Afghan Girls And Women, Her Organization Raises Awareness About Girls' Education And Domestic Violence

ગોડમધર:મહેબૂબા સિરાજે અફઘાનની છોકરીઓ અને મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવ્યો, તેમનું સંગઠન છોકરીઓને શિક્ષણ અને ઘરેલુ હિંસા પ્રત્યે જાગૃત કરે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તેમણે મહિલાઓને સન્માન અને સ્વતંત્રતાની સાથે જીવવાનું શીખવ્યું છે
  • સિરાજે કહ્યું, અફઘાનિસ્તાનની મહિલાઓ અને છોકરીઓને મારી જરૂરી છે

અફઘાનની છોકરીઓ અને મહિલાઓના અધિકાર માટે અવાજ ઉઠાવનાર મહેબૂબા સિરાજ જ્યારે પોતાની વાત કહે છે તો આખી દુનિયામાં તેની ગુંજ સંભળાય છે. તેમણે મહિલાઓને સન્માન અને સ્વતંત્રતાની સાથે જીવવાનું શીખવ્યું છે. સિરાજના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનની મહિલાઓ અને છોકરીઓને મારી જરૂરી છે. તેમને મદદ કરવી એ મારી ફરજ અને કામ છે. હું મારા પરિવારને પ્રેમ કરું છું અને મારી દીકરીઓ અને બહેનની સાથે ઊભી છું.

મહેબૂબા સિરાજ મહિલાઓ અને બાળકોના અધિકાર માટે લાંબા સમયથી કામ કરતી વુમન સ્કિલ્સ ડેલવપમેન્ટ સેન્ટરની પ્રમુખ છે. તેમનું સંગઠન મહિલાઓ અને છોકરીઓના શિક્ષણ અને ઘરેલુ હિંસા જેવા મુદ્દાઓ પર શિક્ષિત કરીને સશક્ત બનાવે છે.

સિરાજનો જન્મ કાબુલમાં થયો હતો. ત્યાં રહીને પોતાનું શિક્ષણ પૂરું કર્યું. અફઘાન વુમન સ્કિલ્સ ડેલવપમેન્ટ સેન્ટરમાં તેઓ એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. તેઓ મલ્ટીપલ નોટેડ મીડિયા સેટઅપ્સના સંસ્થાપક છે. મહેબૂબા તાલિબાનની સાથે મળીને તેમને મહિલાઓની સાથે કેવું વતર્ણ કરવું જોઈએ તેના પર કામ કરવા માગે છે. તેમને આશા છે કે જો તાલિબાન સાથે બેસીને સામ સામે વાત કરવામાં આવે તો થઈ શકે છે કે તેઓ આ વાત સમજી શકશે કે અફઘાનિસ્તાનની મહિલાઓ શું કરી શકે છે.