આ દાયકાના સૌથી ફેમસ વેડિંગ ગાઉનમાં મેગન મર્કેલનું નામ ટોપ પર રહ્યું છે. ત્યારબાદ બીજા નંબરે પણ શાહી પરિવારની પુત્રવધુ કેટ મિડલટનનું નામ આવ્યું. આ વાતનો ખુલાસો ગિફ્ટ સ્પેશ્યાલિસ્ટ 'મી એ ગિફ્ટ' દ્વારા કરવામાં આવેલી સ્ટડીમાં થયો છે.
મેગનના ગાઉનને તેના લગ્ન સુધી દર મહિને 21,900 લોકોએ સર્ચ કર્યું, જ્યારે કેટના પ્રિન્સ વિલિયમ સાથેના લગ્ન સમય સુધી તેના ગાઉનને 21,500 લોકો સર્ચ કરી ચૂક્યા હતા. મેગને પ્રિન્સ હેરી સાથે 19 મે 2018ના રોજ લગ્ન કર્યા હતા. તેણે ગીવેન્ચીના સિલ્ક ગાઉનથી દર્શકોને પ્રભાવિત કર્યા હતા. તેના ગાઉનના અન્ડર સ્કર્ટ પાર્ટને ટ્રિપલ સિલ્ક ઓર્ગેન્ઝા અને બાહ્ય ભાગને ડબલ બોન્ડેડ સિલ્કથી બનાવવામાં આવ્યો હતો. તેની ડિઝાઈનર ક્લેર વેટ કેલરે ડિઝાઈન કર્યો હતો. આ ગાઉનની સાથે 5 મીટર લાંબો ફ્લોરલ ડિટેલ્સવાળો વ્હાઈટ સિલ્ક ઘૂંઘટ ટીમ કરવામાં આવ્યો હતો.
તેમજ ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટે લાંબી સ્લીવલેસવાળું એલેક્ઝેન્ડર મેકક્વીનનું ગાઉન પહેર્યું હતું. આ ગાઉન વિક્ટોરિયન ટ્રેડિશન પર આધારિત હતું. તેની સુંદરતા વધારવા માટે ફ્લોરલ મોટિફ્સ લગાવવામાં આવ્યા હતા. તેના લગ્ન 29 એપ્રિલ 2011ના રોજ થયા હતા.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.