તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Meet Usha Devi From Madhya Pradesh Who Make Her Scooty A Walking Library To Teach Children, Prime Minister Modi Praised Madhya Pradesh's 'Kitawon Wali Didi'

મન કી બાત:બાળકોને ભણાવવા માટે સ્કૂટી પર હાલતી-ચાલતી લાઈબ્રેરી બનાવી, પીએમ મોદીએ ‘કિતાબોવાલી દીદી’ના વખાણ કર્યા

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

પીએમ મોદીએ રવિવારે સવારે 11 વાગ્યે પોતાના કાર્યક્રમ મન કી બાતમાં ‘કિતાબોવાલી દીદી’ના વખાણ કર્યા. મધ્ય પ્રદેશના સિંગરૌલી જીલ્લામાં માધ્યમિક સ્કૂલમાં ટીચર ઉષા દેવી ગલીઓમાં જઈને બાળકોને ભણાવે છે. લોકડાઉનમાં જ્યારે સ્કૂલ બંધ થવાને કારણે બાળકોના અભ્યાસ પર અસર થવા લાગી ત્યારે તેમણે પોતાની સ્કૂટીને જ એક લાઈબ્રેરી બનાવી દીધી. રોજ સવારે ચાર કલાક સુધી બાળકો સાથે રહીને તેમને ભણાવવાનું શરુ કર્યું.

દરેક વિષયોની આશરે 100 બુક્સ અવેલેબલ
બંધ સ્કૂલ દરમિયાન બાળકો તેમની કિતાબોવાલી દીદીની રાહ જોવે છે. જેવી સ્કૂટીનો અવાજ આવે છે તેવા દોડી પડે છે. સ્કૂટીવાળી આ લાઈબ્રેરીમાં સાયન્સથી લઈને અન્ય વિષયોની 100 બુક્સ છે. આ હાલતી-ચાલતી લાઈબ્રેરીથી બાળકોની સાથે તેમના પેરેન્ટ્સ પણ ખુશ છે. ઉષા દેવી આશરે છેલ્લા 2 મહિનાથી ગલીઓમાં જઈને બાળકોનો અભ્યાસ ચાલુ રાખવાના પ્રયત્નો કરે છે. દરેક ગલીમાં આશરે 15-20 બાળકો અલગ-અલગ સ્ટોરી વાંચે છે. સાથે જ તેઓ ઇંગ્લિશ બોલતા પણ શીખી રહ્યા છે.

1થી 8 ધોરણના બાળકો માટે પુસ્તકો
આ અનોખી પહેલ વિશે શિક્ષિકા ઉષા દેવીએ કહ્યું કે, લોકડાઉનને લીધે બાળકોના અભ્યાસ પર ઘણી અસર પડી છે. તેવામાં આ લાઈબ્રેરીથી બાળકોને ઘણી મદદ મળી છે. હવે બાળકો પણ મારી રાહ જોવે છે. આ લાઈબ્રેરીમાં 1 થી 8 ધોરણના બાળકો માટે બધા પુસ્તક છે. ચાર કિમીના વિસ્તારના બાળકોને ઉષા દેવી આ પુસ્તકો આપે છે. પુસ્તકો આપીને જે-તે વિષય પર ચર્ચા પણ થાય છે.

અન્ય સમાચારો પણ છે...