તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુનિયાની સૌથી કંજૂસ મમ્મી:41 વર્ષીય બેકી રસ્તા પર પડેલા બરફનાં પાણીથી તેના બાળકોને બ્રશ કરાવે છે, પતિ વધારે જમે તો ચાર્જ વસૂલે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
બેકીનો પતિ અને તેના બે દીકરા - Divya Bhaskar
બેકીનો પતિ અને તેના બે દીકરા
  • પ્રથમ દીકરાનાં જન્મ પછી બેકીએ 25 લાખ રૂપિયાની જોબ છોડીને બચત કરવાનું શરુ કર્યું
  • વોશિંગ મશીનમાં જ કપડાં અને વાસણ ધોવે છે, ઘરમાં એક પણ વસ્તુનો બગાડ કરતી નથી

દુનિયામાં ઘણા લોકો પર કંજૂસનું ટેગ લાગેલું હોય છે. આવા લોકો જીવનજરૂરિયાતની વસ્તુઓમાં પણ કાપ મૂકીને બચત કરીને આરામથી જીવતા હોય છે, પણ બધાના ટોણા સાંભળવા પડે છે. અમેરિકામાં રહેતી 41 વર્ષીય બેકી ગિલ્સે પોતાને જાતે જ દુનિયાની સૌથી કંજૂસ મમ્મીનું ટેગ આપ્યું છે. બેકીને ગર્વ છે કે પોતે કંજૂસાઈ કરીને ઘણા રૂપિયા ભેગા કરે છે. આ રૂપિયા તેના બાળકોના અભ્યાસ પાછળ વાપરે છે.

નોકરી મૂકીને બચત કરવાનું શરુ કર્યું
બેકી વર્ષોથી કરકસરભર્યું જીવન જીવે છે. 41 વર્ષીય બેકી તેના 39 વર્ષીય પતિ જય સાથે રહે છે. બેકીને 7 અને 4 વર્ષનાં બે દીકરા જ્યોર્જ અને કોલ્ડન પણ છે. બેકીનો સ્વભાવ પહેલેથી આવો નહોતો. બેકીએ પ્રથમ દીકરાને જન્મ આપ્યા પછી 25 લાખ રૂપિયાની નોકરી છોડવાનો નિર્ણય કર્યો અને પોતાના બાળકો સાથે જ ઘરે રહેવાનું નક્કી કર્યું.

બેકીનો પતિ જય
બેકીનો પતિ જય

બચત કરવા માટે ફિલોસોફી વાંચવાનું શરુ કર્યું
બેકીએ કહ્યું, જ્યોર્જનો જન્મ થયો ત્યારે મેં નોકરી છોડી દીધી કારણકે હું મારા દીકરા સાથે ઘરે રહેવા માગતી હતી. ઘરે રહેવાને લીધે રૂપિયાનો સોર્સ તો મારો બંધ થઈ ગયો આ દરમિયાન મેં ઘણી બધી ફિલોસોફી બુક્સ વાંચી અને તેમાંથી ઘણું બધું શીખી. હું રૂપિયા કમાતી નથી પણ સેવિંગ્સ કરીને સારું અમાઉન્ટ ભેગું કરું છું. પ્રથમ વર્ષે અમે બધા બિનજરૂરી ખર્ચા ઓછા કર્યા.

કપડાં અને વાસણ ધોવા પાણી બગડતી નથી
બેકીને લોકો કંજૂસ કહે છે પણ તેને પોતાના આઈડિયા અને ક્રિએટિવિટી પર ગર્વ છે. તેના ઘરમાં ડેકોરેશન DIY અને વેસ્ટ ટુ બેસ્ટ મટિરિયલનું છે. તે છાપાથી લઈને દરેક નાની વસ્તુનો વેસ્ટ કરવાને બદલે તેનો ઉપયોગ કરે છે. બેકી વોશિંગ મશીનમાં જ કપડાં અને વાસણ ધોવે છે.

નળનાં પાણીનો ભાગ્યે જ ઉપયોગ કરે છે
નળનાં પાણીનો ભાગ્યે જ ઉપયોગ કરે છે

નળનાં પાણીથી બિલ વધારે આવે એટલે બીજો આઈડિયા શોધ્યો
બેકીનાં ઘરમાં કોઈને પણ નળમાંથી પાણી ભરવાની પરવાનગી નથી. કારણકે તેમાં બિલ વધારે આવે છે. બેકીના ઘરની બહાર ઘણો બધો બરફ પડેલો હોય છે. આ બરફનાં પાણીમાંથી જ તેનો પરિવાર બ્રશ કરે છે અને ન્હાય પણ છે.

બધા બેકીને કંજૂસ કહીને ચીડવે છે, પણ તેને ફર્ક પડતો નથી
બધા બેકીને કંજૂસ કહીને ચીડવે છે, પણ તેને ફર્ક પડતો નથી

‘મારી પત્ની કરતાં વધારે જમું તો દંડ ભરવો પડે છે’
બેકીનાં પતિ જયે તેની પત્નીનાં અમુક નિયમો વિશે કહ્યું, જો અમે 4 મોર્ઝેલા સ્ટિકસ ઓર્ડર કરીએ અને હું 3 ખાઉં તથા બેકી 1 ખાય તો નુકસાન મને થાય. મારે 75% પેમેન્ટ કરવું પડે. હું મારી પત્ની કરતાં વધારે ખાઉં તો તેનો ચાર્જ વસૂલે છે.

બધાને ભલે બેકી કંજૂસ લાગે પણ વર્ષોથી તેની કરકસરતાને લીધે તેણે પોતાની સેલરી કરતાં પણ વધારે રૂપિયાનું સેવિંગ કર્યું છે. જો કે, તેની લાઈફસ્ટાઈલ દરેક લોકો સ્વીકારી શકે તેટલી સરળ પણ નથી.

અન્ય સમાચારો પણ છે...