તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આત્મનિર્ભરતાનું શ્રેષ્ઠ ઉદાહરણ:મોરોક્કોમાં 100 મહિલાઓ સાથે મળીને ઓર્ગન ઓઈલ બનાવે છે, દુનિયાભરની બ્યુટી ઇન્ડસ્ટ્રીમાં આ ઓઈલની જોરદાર ડિમાન્ડ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
1 લીટર ઓઈલ બનાવતા 3 દિવસ લાગે છે - Divya Bhaskar
1 લીટર ઓઈલ બનાવતા 3 દિવસ લાગે છે
  • લોકલમાં આ ઓઈલ 2000થી 4000 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાય છે
  • ઇન્ટરનેશનલ માર્કેટમાં આ જ ઓઈલ 19 હજાર રૂપિયા પ્રતિ લીટર વેચાય છે

સાઉથ મોરોક્કોના પહાડો વચ્ચે સ્થાનિક મહિલાઓ આર્ગન ઓઈલની ખેતી કરે છે. કુકિંગ માટે ઉપયોગમાં લેવાતા આ ઓઈલને ઇન્ટરનેશનલ લેવલે એન્ટિ એજિંગ સ્કિન ટ્રીટમેન્ટ અને વાળ સંબંધિત તકલીફો માટે પણ ઉપયોગ થાય છે. ઇન્ટરનેશનલ કોસ્મેટિક કંપનીમાં આ તેલ ખૂબ જ વધારે ડિમાન્ડ છે.

મોરોક્કોમાં તેતમેલિન કોઓપરેટિવ સોસાયટીમાં કામ કરતી 100 મહિલાઓ આર્ગન ઓઈલ બનાવવાનું કામ કરે છે. આ મહિલાઓને સારા પગારની સાથે મફતમાં બાળકોની દેખભાળ, હેલ્થ ઇન્શ્યોરન્સ અને શિક્ષણમાં પણ મદદ કરવામાં આવે છે. આ સોસાયટીની શરુઆત 2002માં થઈ હતી.

લોકલમાં આ ઓઈલ 2000થી 4000 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાય છે. ઇન્ટરનેશન માર્કેટમાં આ જ ઓઈલ 19 હજાર રૂપિયા પ્રતિ લિટર વેચાય છે.

આ સોસાયટીની અધ્યક્ષ મીના એત તાલેબે કહ્યું કે, અહીં કામ કરતી મહિલાઓને એક લિટર ઓર્ગેન ઓઈલ બનાવવામાં ત્રણ દિવસ લાગે છે. આ સોસાયટી મેમ્બર જાહરા હક્કીએ જણાવ્યું કે, અમે મહિલાઓ માત્ર અહીંયા કામ જ નથી કરતી પણ અમારા કામને એન્જોય પણ કરીએ છીએ. અમે બધા સાથે મળીને ગીતો પણ ગાઈએ છીએ અને ગ્રુપમાં મસ્તી પણ કરીએ છીએ. અમને ખુશી છે કે આ કામની સાથે સારી એવી કમાણી પણ થઇ જાય છે.