• Gujarati News
  • Lifestyle
  • Meet The 'Condom King', Get Ready Like A King And Sell Condoms To People On The Street For Free

આફ્રિકા:મળો 'કોન્ડોમ કિંગ'ને, રાજાની જેમ તૈયાર થઈને રસ્તા પર લોકોને ફ્રીમાં નિરોધ વેચે છે

17 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્યામાં રહેતો સ્ટેન્લી ગારા ‘કોન્ડોમ કિંગ’ના નામથી ફેમસ છે. ગારા પોતાના દેશમાં લોકોને કોન્ડોમ ફ્રીમાં આપે છે. - Divya Bhaskar
કેન્યામાં રહેતો સ્ટેન્લી ગારા ‘કોન્ડોમ કિંગ’ના નામથી ફેમસ છે. ગારા પોતાના દેશમાં લોકોને કોન્ડોમ ફ્રીમાં આપે છે.
  • કેન્યામાં રહેતો સ્ટેન્લી ગારા ‘કોન્ડોમ કિંગ’ના નામથી ફેમસ છે
  • સ્ટેનલી આફ્રિકાના લોકોમાં નિરોધને લઈને જાગૃતા ફેલાવવા માગે છે

દુનિયામાં વધી રહેલા વસ્તીવધારાને જોતા જનસંખ્યા નિયંત્રણ સાથે જોડાયેલા પગલા ભરવા દરેક દેશ માટે જરૂરી બની રહ્યા છે. વસ્તીવધારાને કાબુ ના કરી શકવાનું કારણ લોકોની અંદર જાગૃતાનો અભાવ અને નિરોધને લઈને સંકોચ છે. લોકો આવા મુદ્દા પર ખુલીને વાત કરવા ઈચ્છતા નથી. આજે પણ કોન્ડોમને લઈને લોકોમાં સંકોચ છે. તેવામાં કેન્યાનો એક વ્યક્તિ આજે પણ દેશભરમાં લોકોને જાગૃત કરવા માટે ફ્રીમાં કોન્ડોમ આપે છે.

આજે પણ કોન્ડોમને લઈને લોકો સંકોચ અનુભવે છે
નેશનલ હેલ્થ સ્ટેટિસ્ટિકના એક રિપોર્ટ પ્રમાણે 2011થી 2015 સુધી 15થી 44 વર્ષના પુરુષોમાં ફક્ત 33.7 ટકા જ કોન્ડોમનો ઉપયોગ કરે છે. આવામાં કોન્ડોમને લઈને હજુ પણ લોકો સંકોચ અનુભવે છે. તેવામાં કોન્ડોમને લઈને હજુ લોકોના મનમાં આશંકા છે. પરંતુ કેન્યાનો એક વ્યક્તિ લોકોના મનમાંથી કોન્ડોમને લઈને શરમ અને સંકોચ દૂર કરવાનું કામ કરી રહ્યો છે

આફ્રિકાનો 'કોન્ડોમ કિંગ'
BBCના એક રિપોર્ટ અનુસાર, કેન્યામાં રહેતો સ્ટેન્લી ગારા ‘કોન્ડોમ કિંગ’ના નામથી ફેમસ છે. ગારા પોતાના દેશમાં લોકોને કોન્ડોમ ફ્રીમાં આપે છે. તે નેરોબીની શેરીઓમાં ફરીને જરૂરીયાતમંદ લોકોને નિરોધ વેચે છે. આ બધું તે એક અભિયાનના અંતર્ગત કરી રહ્યો છે.

કોન્ડોમ માટે જાગૃતા ફેલાવવી જરૂરી
સ્ટેનલી આફ્રિકાના લોકોમાં નિરોધને લઈને જાગૃતા ફેલાવવા માગે છે. આફ્રિકામાં દર વર્ષે લાખો લોકો HIVની બીમારીનો ભોગ બને છે. તેના કારણે ઘણા લોકો મૃત્યુ પામે છે. હકીકતમાં ઘણા વર્ષો પહેલા તેના એક ગાઢ મિત્રનું HIVના કારણે મૃત્યુ થયું હતું. ત્યારથી તે દરરોજ એક રાજાની જેમ તૈયાર થાય છે અને લોકોને રસ્તા પર ફ્રીમાં કોન્ડોમ આપે છે.

યૌન સંબંધ શરમનો વિષય નથી
તે કેન્યાના રસ્તા પર ફરતા લોકોને નિરોધ માટે જાગૃત કરે છે સાથે જ HIV બીમારી વિશે જણાવે છે અને એબોર્શનની મુશ્કેલી વિશે પણ સમજાવે છે. તેનું માનવું છે કે કોન્ડોમનો ઉપયોગ કરવો કોઈ શરમનો મુદ્દો નથી, પરંતુ તે વિશે ખુલીને વાત કરવી જોઈએ.