• Gujarati News
  • Lifestyle
  • Meet Radhika Sonawane, The Pune Girl Who Befriended Over A Dozen Parrots During Covid Lockdown

ફ્રેન્ડશિપ વિથ પેરોટ્સ:લોકડાઉનમાં પુણેની યુવતીનાં ફ્રેન્ડ્સ વધ્યા, રોજ ડઝનથી પણ વધારે પોપટ રાધિકાને મળવા આવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધિકાના ભાડેના ફ્લેટની બાલ્કનીમાં પોપટની લાઈન લાગે છે
  • ઘણા પોપટ રાધિકાના હાથે જ દાણા ખાય છે

કોરોના વાઈરસની પ્રથમ અને બીજી લહેરમાં અનેક લોકોને લોકડાઉનમાં ઘરે બેસી રહેવું પડ્યું. મહામારી દરમિયાન ઘણા લોકોને એકલા રહેવાની મજબૂરી પણ પડી. આ દરમિયાન લોકો ડિપ્રેશનનો ભોગ બન્યા. જો કે, ઘણા લોકો ઘરે રહીને વધારે ક્રિએટિવ બન્યા. પ્રકૃતિ અને પરિવાર સાથે વધારે સમય પસાર કર્યો.

પોપટ બન્યા રાધિકાનાં મિત્રો
લોકડાઉન પૂરું થઈ ગયા પછી પુણેની યુવતીના ફ્રેન્ડ લિસ્ટમાં અમુક સ્પેશિયલ લોકોનો સમાવેશ થઈ ગયો. આ ફ્રેન્ડ કોઈ વ્યક્તિ નહીં પણ પોપટ છે. પુણેમાં રહેતી ફાઈનાન્સ પ્રોફેશનલ રાધિકા સોનાવણેએ લોકડાઉન દરમિયાન ડઝનથી પણ વધારે પોપટને મિત્રો બનાવ્યા.

થોડા જ સમયમાં સ્ટ્રોંગ બોન્ડ બની ગયો
આજની તારીખે પણ આ પોપટ રાધિકાને મળવા તેના ભાડેના ઘરે આવે છે. રોજ સવારે રાધિકાના ઘરની બાલ્કનીમાં પોપટની લાઈન લાગી જાય છે અને એકસાથે બધાનો કલરવ શરુ થઈ જાય છે. ન્યૂઝ એજન્સી ANI સાથે વાતચીત દરમિયાન રાધિકાએ કહ્યું, શરુઆતમાં એક-બે પોપટ જ આવતા હતા એ પછી તો ડઝનથી વધારે પોપટ આવવા લાગ્યા. તેઓ રોજ ચોક્કસ સમયે મળવા આવે છે. તેમની સાથેનો મારો બોન્ડ શબ્દોમાં વર્ણવી ના શકાય તેવો છે.

રાધિકાએ આ દરેક પોપટને રહેવા માટે જગ્યા આપી અને તે બધાને પોતાના હાથે દાણા ખવડાવે છે. રાધિકાએ કહ્યું, મેં શરુઆતમાં તેમનો આવવાનો સમય અને તેમનો ખોરાક નોટિસ કર્યો. ઘણા પોપટને હું મારા હાથે દાણા ખવડાવું છે. રાધિકાની બાલ્કનીમાં હવે પોપટની અવર-જવર શરુ જ રહે છે.

રાધિકાનો પોપટ સાથેનો બોન્ડ એટલો સ્ટ્રોંગ થઈ ગયો છે કે, તેને ક્યાંક બહાર જવું હોય તો પણ વિચારવું પડે છે. ક્યારેક બહાર જાય તો તે પોપટ માટે ખાવાનું મૂકીને જાય છે.