‘ટાઈમ’ મેગેઝિનની પ્રથમ ‘કિડ ઓફ ધ યર’ બનેલી 12 વર્ષની ગીતાંજલિ રાવ અમેરિકાની ટોપ યંગ સાયન્ટિસ્ટ અવોર્ડની વિનરની સાથે ‘ફોર્બ્સ 30 અન્ડર 30’ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે. એટલું જ નહિ પણ તે એક-બે નહિ પરંતુ 6 ઇનોવેશન પોતાને નામ કરી ચૂકી છે. કોલોરાડો સ્થિત ડેનવરમાં રહેતી ઇન્ડિયન-અમેરિકન ગીતાંજલિનું સિલેક્શન ટાઈમે અમેરિકાના 5000 નોમિનેશનમાંથી કર્યું. પ્રોબ્લેમમાં ઇન્સ્પિરેશન શોધતી ટીનેજે બાળપણથી જ સામાજિક ચેન્જ માટે સાયન્સ અને ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેના સોલ્યુશન માટે વિચારવાનું નક્કી કરી દીધું હતું.
પ્રોબ્લેમમાં ઇનોવેશનનું મોટિવેશન શોધે છે
10 વર્ષની ઉંમરમાં ગીતાંજલિએ પોતાની ફેમિલીને કહ્યું હતું કે, તે 10 ડેનવર વોટર ક્વોલિટી રિસર્ચ લેબમાં કાર્બન નેનોટ્યુબ સેન્સર ટેક્નોલોજી પર રિસર્ચ કરવા માગે છે. તે સાતમા ધોરણમાં હતી ત્યારે તેણે પીવાના પાણીમાં લીડની માત્રાની સમસ્યા દૂર કરવા માટે ડિવાઈસ બનાવ્યું. આ ડિવાઈસ પાણીનો ટેસ્ટ કરી સ્માર્ટફોન પર તેનું સ્ટેટસ જણાવે છે. સાઈબર બુલિંગ રોકવા માટે કાઈન્ડલી એપ બનાવી અને પછી એપિવન ટૂલ બનાવ્યું. તે ઓપિઓઈડ ડિસઓર્ડરને ડાયગ્નોઝ કરીને ડૉક્ટરની મદદ કરે છે.
વૈજ્ઞાનિકોને સુપર હીરો માને છે
વિજ્ઞાનમાં ખાસ રસ દાખવતી ગીતાંજલિ દુનિયાભરની સ્કૂલ્સ, મ્યુઝિયમ્સ અને ઘણા સંસ્થાનોમાં વર્કશોપ દ્વારા 28 હજારથી વધારે સ્કૂલના બાળકો સાથે પોતાના ટૂલ્સ અને પ્રોસેસ શેર કરી ચૂકી છે. તે વૈજ્ઞાનિકોને સુપર હીરોનું સ્થાન આપે છે અને માને છે કે સુપર હીરોઝ પોતાના પાવરનો ઉપયોગ કરીને ઘણા લોકોનો જીવ બચાવી શકે છે. વૈજ્ઞાનિકો પણ પોતાના પાવરનો ઉપયોગ કરીને સમસ્યાનું નિરાકરણ લાવી શકે છે. આ જ કારણે ગીતાંજલિને સાયન્સ ગમે છે અને તે પણ વૈજ્ઞાનિક બનીને દુનિયાની મદદ કરવા માગે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.