તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Meet Basit Bilal Khan Of Pulwama Who Became The Topper In Jammu Kashmir Despite Of Slow Internet Speed, Score 99.98 Percent By Studying Online In 2G Speed

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

NEET 2020 J&K ટોપર:સ્લો ઇન્ટરનેટને કારણે વીડિયો ટ્યૂટોરિયલ્સ ચાલતા નહોતા, આથી 2G સ્પીડ પર ચાલતી એપ ડેવલપ કરાવી, મહેનત કરીને બાસિત બિલાલ ખાને પરીક્ષામાં 99.98% મેળવ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પુલવામાના રત્નીપોરા ગામમાં રહેતો 18 વર્ષીય બાસિત બિલાલ ખાને શુક્રવારે જાહેર થયેલા નીટ 2020ના રિઝલ્ટમાં 99.98% મેળવીને જમ્મુ-કાશ્મીરમાં ટોપ કર્યું છે. ખીણ વિસ્તારમાં લાંબા સમયથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની તકલીફ હોવા છતાં બિલાલે પરીક્ષામાં 720માંથી 695 માર્ક્સ મેળવ્યા છે. બિલાલે કહ્યું કે, ‘આ પરીક્ષામાં મેં ઘણી મહેનત કરી. સતત ઇન્ટરનેટ આઉટેજ અને સ્લો નેટવર્કને લીધે ઘણીવાર તકલીફ થઇ. આ સફળતા માટે હું ઈશ્વરનો આભારી છું.’

પ્રાઇવેટ સ્ટડી સેન્ટરમાંથી તૈયારી કરી
પોતાની સફળતાનો શ્રેય માતા-પિતા અને ટીચરને આપીને બિબાલે કહ્યું કે, ‘દરેકે મને ઘણો સપોર્ટ કર્યો. મને એક ટ્રેક દેખાડીને માર્ગદર્શન આપ્યું. તેનાથી જ હું સફળ થઇ શક્યો. પુલવામા જીલ્લામાં આતંકવાદી વિરોધી અભિયાનોને લીધે ઘણીવાર મોબાઈલ ઇન્ટરનેટની સુવિધા બંધ રહે છે. તો કેન્દ્રની તરફથી કલમ 370 નાબૂદ કર્યા પછીથી અહિ ઇન્ટરનેટની સ્પીડ 2G સુધી સીમિત છે.’ તેવામાં બિલાલે એક પ્રાઇવેટ સ્ટડી સેન્ટરમાં પરીક્ષાની તૈયારી કરી.

સ્લો નેટવર્ક અને સ્પીડને કારણે એપ બનાવી
બિલાલે કહ્યું કે, ‘મારા ટીચર અભ્યાસ માટે વીડિયો ટ્યૂટોરિયલ્સ તૈયાર કરતા હતા, પરંતુ સ્લો ઇન્ટરનેટને લીધે તે એક્સેસ કરવું મુશ્કેલ હતું. આથી મેં એક એપ ડેવલપરનો સંપર્ક કર્યો, તેણે એવી એપ બનાવી જે સ્લો નેટવર્ક સ્પીડમાં કામ કરે છે. આ એપની મદદથી ટીચર્સે દરેક વિદ્યાર્થીઓ સાથે રોજ ક્લાસ લઈને સ્ટડી મટિરિયલ શેર કર્યું.’

બિલાલની સફળતા પર તેના ટીચરે કહ્યું કે, ’ઓલ ઇન્ડિયા ટોપર શોએબ આફતાબ અને બિલાલના માર્ક્સમાં ઘણું ઓછું અંતર છે. જો બિલાલને યોગ્ય સુવિધા મળત તો તે ચોક્કસથી ફુલ માર્ક્સ મેળવી લેત.’ બિલાલે અન્ય વિદ્યાર્થીઓને સલાહ આપી કે, ’આ પરીક્ષા આપવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સમય ના વેડફવો જોઈએ અને વધુમાં વધુ અભ્યાસ કરવો જોઈએ જેથી આગળ જઈને કોઈ પસ્તાવો ના થાય.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો