તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગૌરવ:21 વર્ષીય આરુષિ સિંહ ઉત્તર પ્રદેશનાં ગામની સરપંચ બની, હાલ લખનૌમાં BA LLBનો અભ્યાસ ચાલુ છે

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરુષિએ કહ્યું, જાણે એક સપનું પૂરું થયું હોય તેવું લાગી રહ્યું છે
  • આરુષિના દાદી વિદ્યાવતી વર્ષ 2000માં ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા હતાં

જ્યારે કોઈ વ્યક્તિ મનોમન કંઈક બનવાનું વિચારી લે છે ત્યારે ભણતર કે ઉંમરના આંકડાનું કંઇ જ મહત્ત્વ રહેતું નથી. ઉત્તર પ્રદેશમાં લખનૌ યુનિવર્સિટીમાં ભણતી 21 વર્ષીય આરુષિ સિંહ સેહરિયા ગામની સરપંચ બની છે. આટલી નાની ઉંમરમાં સરપંચ બનવા બદલ તેના મિત્રો અને પરિવારનાં અભિનંદનનો ધોધ ચાલુ જ છે.

આરુષિ હાલ લખનૌમાં BA LLB ભણી રહી છે. ગોંડા જીલ્લાના સેહરિયા ગામમાં સરપંચ બનવા માટે 4 લોકો ચૂંટણીમાં ઊભા હતા. 384 વોટથી જીતીને આરુષિ નાની વયે મોટી જવાબદારી નિભાવવા માટે તૈયાર છે.

પોતાની આ સફળતા પર આરુષિએ કહ્યું, જાણે એક સપનું પૂરું થયું હોય તેવું લાગી રહ્યું છે. જેવી હું વિજેતા જાહેર થઇ તેવા મારા મિત્રો અને પરિવારજનોના ફોન ચાલુ છે. ગામવાસીઓએ મને વોટ આપીને જીતાડી હવે મારી જવાબદારી છે કે હું આ ગામને સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી અને સારી પબ્લિક સર્વિસ આપીને સ્માર્ટ વિલેજ બનાવીશ.

પરિવારની પરંપરા આગળ વધારશે
આરુષિના દાદી વિદ્યાવતી વર્ષ 2000માં ગ્રામ પંચાયતની ચૂંટણી જીત્યા હતા. તેના દાદાના પિતા પણ આ ગામમાં ચૂંટણી જીત્યા હતા. આરુષિએ જણાવ્યું, આ ગામમાં 1500 લોકોની વસતી છે અને મને બધાનો પ્રેમ મળ્યો છે. પરિવાર પરંપરા આગળ વધારવા માટે હું એકદમ ખુશ અને તૈયાર છું.

આરુષિની માતા ગરિમા સિંહ સિવિલ કોર્ટમાં ડિસ્ટ્રિક્ટ જજનાં રીડર છે અને તેના પિતા ધર્મેન્દ્ર સિંહ લખનૌમાં પોલીસ કમિશનરના ટાઈપિસ્ટ તરીકે કામ કરે છે.

ભવિષ્યના પ્લાન વિશે આરુષિએ કહ્યું, પહેલાં તો હું ગામના છોકરા-છોકરીઓને એજ્યુકેશન મળે તેના પર ફોકસ કરીશ. હેલ્થ અને હાઈજીનનું ધ્યાન રાખી ટોઈલેટનું નિર્માણ કરીશ. ગામવાસીઓની સોશિયલ અને ઇકોનોમિક સ્થિતિ સુધારવા પર ધ્યાન આપીશ.ગ્રેજ્યુએશન પછી આરુષિ પ્રોવિન્શિયલ સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવા ઈચ્છે છે.

અન્ય સમાચારો પણ છે...