તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Meet Aadhaar Kumari, 96 Year Old UP Woman, Who Convinced Scared Villagers To Take Covid Vaccine

દાદીમા બન્યા કોરોના વોરિયર:96 વર્ષીય આધાર કુમારીની વાત માન્યા પછી ગામવાસીઓએ વેક્સિન લીધી, કહ્યું, ‘હું તો ભણેલી નથી પણ રસી લોકોનું જીવન બચાવશે એ ખબર છે’

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આધાર કુમારીને તેમના દીકરાએ ત્યજી દીધા પછી તેઓ એકલા રહે છે - Divya Bhaskar
આધાર કુમારીને તેમના દીકરાએ ત્યજી દીધા પછી તેઓ એકલા રહે છે
  • ઉત્તર પ્રદેશના ગામમાં હેલ્થ ઓફિસરને જોઇને બધા ઘરમાં પૂરાઈ ગયા હતા
  • આધાર કુમારીએ વેક્સિન લઈને લોકોને કહ્યું, આ સેફ અને અમૂલ્ય છે

કોરોના મહામારી સામે લડવા માટે હાલ દેશમાં જોરશોરથી વેક્સિનેશન ચાલુ છે. એક તરફ લોકો વેક્સિન લેવા માટે ભીડમાં પડાપડી કરી રહ્યા છે તો બીજી તરફ વેક્સિન સેન્ટર પર કોઈ ફરકતું પણ નથી. ઉત્તર પ્રદેશમાં કાસગંજ જીલ્લાનાં નાગલા કાધેરી ગામમાં રહેતા 96 વર્ષીય આધાર કુમારી લોકોને વેક્સિન લેવા માટે પ્રેરણા આપી રહ્યા છે. આધાર કુમારીનું કામ જોઇને મેડિકલ ઓફિસર પણ ખુશ થઈ ગયા હતા. તેમના સમજાવવાથી ગામવાસીઓએ વેક્સિન લીધી.

વેક્સિનેશન માટે નાગલા કાધેરી ગામમાં પોલીસ અન હેલ્થ ડીપાર્ટમેન્ટની ટીમ પહોંચી હતી. ગામમાં જેવી આ ટીમ આવ્યાની ખબર પડી કે બધા વેક્સિનથી ડરવા લાગ્યા અને ઘરમાં પૂરાઈ ગયા.

સૌથી પહેલા વેક્સિન દાદીએ લીધી
એકબાજુ ગામમાં કોઈ વેક્સિન લેવા તૈયાર નહોતું ત્યારે 96 વર્ષીય દાદીમા આધાર કુમારી આગળ આવ્યા અને તેમણે ડર્યા વગર વેક્સિન લીધી. રસી લીધા પછી તેમણે ગામજનોને પણ લેવા માટે સમજાવ્યા.

‘આધાર કુમારીને લીધે અમારું કામ થયું’
પોલીસ કર્મચારી અજય કુમાર યાદવે કહ્યું, આધાર કુમારીની રિક્વેસ્ટે જાદુની કેમ કામ કર્યું. થોડા જ કલાકમાં ગામમાં 18 વર્ષ ઉપરનાં 176 લોકો વેક્સિન લેવા આવ્યા. હેલ્થ સેન્ટરના અધિકારી હરીશ કુમારે કહ્યું, અમે આધાર કુમારીના આભારી છીએ. તેઓ અમારા ખૂબ કામમાં આવ્યા. તેમની જ વિનંતીથી ગામવાસીઓએ પ્રથમ ડોઝ લીધો.

દાદી ભણ્યા નથી પણ વેક્સિનનું મહત્ત્વ જાણે છે
96 વર્ષીય આધાર કુમારીને તેમના દીકરાએ ત્યજી દીધા પછી તેઓ એકલા રહે છે. દાદીએ કહ્યું, ‘મારે લોકોને ડરાવવાને બદલે તેમને એક ઉદાહરણ આપવું હતું. હું તો ભણેલી નથી પણ મને ખબર છે કે આ રસીથી લોકોનું જીવન બચી જશે.’

અન્ય સમાચારો પણ છે...