તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Meet 16 Year Old Adi Swaroopa Of Mangaluru Who Makes Record For Writing 40 Words In One Minute With Both Hands, Wishing To Record The Name Of Guinness Book Of World Records

સિદ્ધિ:મેંગલુરુની 16 વર્ષીય આદિ સ્વરૂપાએ એકસાથે બંને હાથથી 1 મિનટમાં 40 શબ્દો લખી રેકોર્ડ બનાવ્યો, ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ પોતાને નામ કરવાની ઈચ્છા

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આદિ સ્વરૂપા છેલ્લા 2 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છે
  • લોકડાઉનમાં તેણે યુનિડાયરેક્શન, ઓપોઝિટ ડાયરેક્શન, રાઈટ હેન્ડ સ્પીડ સહિત 10 પ્રકારની રીતે લખવાની પ્રેક્ટિસ કરી હતી

લહેરો સે ડરકે નૌકા પાર નહિ હોતી કોશિશ કરને વાલોકી હાક નહિ હોતી, સોહનલાલ દ્વિવેદીએ લખેલી આ પંક્તિને મેંગલુરુની 16 વર્ષીય આદિ સ્વરૂપાએ સાચી સાબિત કરી છે. આદિ સ્વરૂપાએ એકસાથે બંને હાથથી 1 મિનટમાં 40 શબ્દો લખી રેકોર્ડ બનાવ્યો છે.

રાયબરેલીના લતા ફાઉન્ડેશને રેકોર્ડ જાહેર કર્યો
સ્વરુપા તેને પિતા સ્વરૂપા અધ્યયન કેન્દ્રમાં અભ્યાસ કરે છે. સ્વરૂપાને તેના જન્મદિવસ 15 સપ્ટેમ્બરના રોજ રાયબરેલીના લતા ફાઉન્ડેશને રેકોર્ડ જાહેર કરી ભેટ આપી છે. સ્વરુપા ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં પણ ટાઈટલ જીતવા માગે છે.

2 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી હતી
સ્વરૂપના પિતા જણાવે છે કે, તેણે બંને હાથથી લખવાની પ્રેક્ટિસ તેમની જ સંસ્થામાં કરી છે. તેના માટે કોઈ અલગથી ક્લાસ કર્યા નથી. લોકડાઉનમાં સ્વરૂપાએ યુનિડાયરેક્શન, ઓપોઝિટ ડાયરેક્શન, રાઈટ હેન્ડ સ્પીડ, લેફ્ટ હેન્ડ સ્પીડ, રિવર્સ રનિંગ, મિરર ઈમેજ, હેટેરોટોપિક, હેટેરો લિંગ્વિસ્ટિક, એક્સચેન્જ, ડાન્સિંગ અને બ્લાઈન્ડ ફોલન્ડિંગ જેવી રીતો અપનાવી હતી. સ્વરૂપા 2 વર્ષથી પ્રેક્ટિસ કરી રહી છે.

IAS અધિકારી બનવાનું લક્ષ્ય
સ્વરૂપાએ જણાવ્યું કે તે IAS અધિકારી બનવા માગે છે. તેનું લક્ષ્ય ગિનીઝ બુક ઓફ રેકોર્ડ્સનું ટાઈટલ પોતાને નામ કરવાનું છે. આદિ આવતા વર્ષે SSLC પરીક્ષાઓમાં પ્રાઈવેટ કેન્ડિડેટ તરીકે સામેલ થશે. આદિએ 1 મિનિટમાં 40 શબ્દ લખવાનો રેકોર્ડ બનાવ્યો છે. પ્રેક્ટિસ બાદ હવે તે 50 શબ્દો લખી શકે છે. પહેલાં સ્વરૂપાએ 1 મિનિટમાં એકસાથે બંને હાથથી 25 શબ્દો લખવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો