તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Meet 100 Years Old Padmavati Of Kerala Who Paints Saree Herself By Hand, One Saree Is Gets Ready In One Month

શોખ:કેરળમાં 100 વર્ષીય પદ્માવતી પોતાના હાથે સાડી પર પેન્ટિંગ કરે છે, એક સાડી તૈયાર કરતા 1 મહિનાનો સમય લાગે છે

2 મહિનો પહેલા

કેરળમાં રહેતા 100 વર્ષીય પદ્માવતી(પદ્મ) આજે પણ એક સફળ બિઝનેસમેન છે. તેઓ સાડી જાતે જ પેઈન્ટ કરે છે. વર્ષ 1920ના જન્મેલા પદ્માવતીના જીવનનો એક જ મંત્ર છે, વ્યસ્ત રહો અને બીજાના જીવનમાં દખલ ન કરો. સાડીને પેઈન્ટ કરવાના કામ પર તેઓ કહે છે કે, મને આ કામમાં મજા આવે છે અને આમાં જ સંતોષ મળે છે.

પદ્માવતીએ કહ્યું કે, પોતાના હાથેથી સાડીને ડિઝાઈન કરવામાં ઘણો સમય લાગે છે. સાથે જ સાવધાની પણ રાખવાની હોય છે. પદ્માવતી આજે પણ પોતાના કામમાં ઘણા ગંભીર છે. તેઓ સાડીની ડિઝાઈન નક્કી કરે છે અને તેમાં રંગો ભારે છે. તુષાર સિલ્ક પર કામ કરવું અધરું છે. તેમની દીકરીઓ અને પૂત્રવધુ સાડી લાવે છે અને પદ્મવતી તેને પેઈન્ટ કરે છે.

પદ્માવતીની દીકરી લતાએ કહ્યું કે, એક સાડીને પૂરી કરવામાં આશરે એક મહિનાનો સમય લાગે છે. તેઓ જે પણ રૂપિયા કમાય છે તે બધા તેમના પૌત્રની ખુશીમાં ખર્ચે છે. આજ સુધી પોતાના માટે કઈ રાખ્યું નથી. એક સાડી માટે તેઓ 11 હજાર રૂપિયા લે છે તેમાં સાડીની કિંમત પણ સામેલ છે. દુપટ્ટા માટે તેઓ 3000 રૂપિયા લે છે.

દુનિયાભરના લોકો સાથે જોડાવવા માટે પદ્માવતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. તેઓ વોટ્સએપ અને ઈ-મેઈલથી કોન્ટેક્ટમાં રહે છે. પદ્માવતીએ 100મો જન્મદિવસ ઉજવવા માટે વર્ચ્યુઅલ પાર્ટી રાખી હતી. આટલી ઉંમરે પણ તેમની કળાનો ઉપયોગ કરતા પદ્માવતી દરેક માટે પ્રેરણાસમાન છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો