તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • Meenakshi Amma, 77, From Kerala, Is Working Hard To Promote India's Oldest Martial Arts, Training Students For Free.

ઉંમર માત્ર એક સંખ્યા છે:કેરળના 77 વર્ષીય મીનાક્ષી અમ્મા ભારતના સૌથી જૂના માર્શલ આર્ટને આગળ વધારવા માટે મહેનત કરી રહ્યા છે, ફ્રીમાં વિદ્યાર્થીઓને તાલીમ આપે છે

7 દિવસ પહેલા
  • કૉપી લિંક
77 વર્ષીય મીનાક્ષી અમ્માએ માત્ર સાત વર્ષની ઉંમરમાં કલારીપયટ્ટુ કળામાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું. - Divya Bhaskar
77 વર્ષીય મીનાક્ષી અમ્માએ માત્ર સાત વર્ષની ઉંમરમાં કલારીપયટ્ટુ કળામાં તાલીમ લેવાનું શરૂ કર્યું હતું.
  • મીનાક્ષીના મોટાભાગના વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જેમની ઉંમર 6થી 26 વર્ષની વચ્ચે છે
  • 17 વર્ષની ઉંમરમાં મીનાક્ષીએ કલારીપયટ્ટુની તાલિમ આપવાનું શરૂ કર્યું

કેરળના વાટકારાના રહેવાસી 77 વર્ષીય મીનાક્ષી અમ્મા ભારતની સૌથી જૂની કલારીપયટ્ટુ કળા કુશળતામાં પારગંત છે.તેઓ માર્શલ આર્ટની આ જૂની કળાને આગળ વધારવામાં સખત મહેનત કરી રહ્યા છે. તેમને સાડી પહેરીને કલાકો સુધી પ્રેક્ટિસ કરતા જોઇ શકાય છે. માત્ર સાત વર્ષની ઉંમરમાં તેમને આ શીખવા માટે તાલિમ લેવાનું શરૂ કર્યું હતું. મીનાક્ષીના મોટાભાગના વિદ્યાર્થીઓમાં છોકરીઓ છે જેમની ઉંમર 6થી 26 વર્ષની વચ્ચે છે.

વિદ્યાર્થીઓ કળાને આગળ વધારે છે
મીનાક્ષીનું માનવું છે કે આ કળાને જેટલી નાની ઉંમરમાં શીખશો એટલું તમે તેમાં પારંગત શઈ શકશો. તેમની આર્ટ સ્કૂલમાં ફી નથી લેવામાં આવતી. દર વર્ષના અંતે, તેમના વિદ્યાર્થીઓ પોતાની મરજીથી જે ઈચ્છે તે ગુરુ દક્ષિણા આપી શકે છે. તેમના એવા ઘણા વિદ્યાર્થીઓ છે જે અહીં શીખીને કળાને આગળ વધારી રહ્યા છે.

17 વર્ષની ઉંમરમાં તાલીમ આપવાનું શરૂ કર્યું
મીનાક્ષીના અનુસાર, મારા પિતાએ ક્યારેય મને કલારીપયટ્ટુ શીખવા માટે રોકી નથી. તેઓ આ કળાને પોતાના માટે વરદાન માને છે. તેમના લગ્ન રાઘવન માસ્ટર સાથે થયા હતા જેઓ એક સ્કૂલ ટીચર હતા. તેમને પોતાની ટ્રેનિંગ સ્કૂલ ખોલી જ્યાં કોઈપણ આ કળાને શીખી શકે છે. અહીં 17 વર્ષની ઉંમરમાં મીનાક્ષીએ કલારીપયટ્ટુની તાલિમ આપવાનું શરૂ કર્યું.

પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા
મીનાક્ષીની આ કળા પ્રત્યે સમર્પણ જોઈને તેમની બે દીકરી અને બે દીકરા પણ છ વર્ષની ઉંમરમાં આ કળા શીખવાનું શરૂ કર્યું. 2017માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉંમરમાં તેમનો ઉત્સાહ જોઈને એવું કહેવું ખોટું નથી કે ઉંમર માત્ર એક નંબર છે.