ઈઝરાઈલમાં ઓઇલ લીકની અસર:સમુદ્ર કિનારે ડામરનાં થરથી લથબથ કાચબાઓનો જીવ બચાવવા વનસ્પતિ તેલ અને મેયોનીઝનો સહારો લેવો પડ્યો

8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈઝરાઈલમાં તેલ લીકેને લીધે સમુદ્રી જીવો જોખમમાં છે. સમુદ્રમાં ઓઇલ લીકના અનેક દિવસો થઇ ગયા હોવા છતાં પણ હજુ તેની પાછળનું કારણ ખબર પડી નથી. એવું ચર્ચાઈ રહ્યું છે કે, આ પ્રદૂષણ પાછળનું કારણ જહાજોની અવર-જવર હોય શકે છે.

સમુદ્ર કિનારે અનેક કાચબાઓ ડામરમાં લપેટાઈ ગયા છે. ઈઝરાઈલનું નેશનલ સી ટર્ટલ રેસ્ક્યુ સેન્ટર કાચબાનું જીવન બચાવવા મહેનત કરી રહી છે. રેસ્ક્યુ સેન્ટરનાં મેડિકલ આસિસ્ટન્ટ ગાય ઈવગીએ કહ્યું કે, ઓઇલ લીકે થવાને લીધે કાચબાનાં શરીર પર ડામરના થર બની ગયા છે.

ડામર કાઢવા મેયોનીઝની મદદ લીધી
ઈવગીએ કહ્યું કે, કાચબાઓના ગળા સુધી ડામર ભરાઈ ગયું છે. અમે તેમને મેયોનીઝ અને વનસ્પતિ તેલ ખવડાવી રહ્યા છીએ. આ બંને તેમના શરીરની સાફ-સફાઈ કરવાનું કામ કરશે. તે શરીરમાં જામેલો ટાર બહાર કાઢવામાં મદદ કરે છે.

કાચબાઓને રિકવર થતા આશરે 2 અઠવાડિયાંનો સમય લાગશે. એ પછી તેમને ફરીથી જંગલમાં મુક્ત કરવામાં આવશે. અત્યાર સુધી 11 કાચબાઓની સારવાર થઇ ચૂકી છે.

195 કિમી વિસ્તારમાં ટાર ફેલાયો
કાચબાઓનું જીવન બચાવવા માટે અનેક સ્વયંસેવક મહેનત કરી રહ્યા છે. ઈઝરાઈલના પર્યાવરણ મંત્રાલયે કહ્યું, તપાસ કર્યા પછી ખબર પડશે કે સમુદ્રમાં તેલ કેવી રીતે ફેલાયું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, ફેબ્રુઆરીની શરૂઆતમાં તેલ ફેલાવાનું શરૂ થયું હતું. સમુદ્રમાં આ ટાર આશરે 195 કિલોમીટરમાં ફેલાયો છે. હાલ કિનારા પર સાફ-સફાઈનું કામ ચાલુ છે.