તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Maternity Wear Brand 'Chikkommz' By Aanchal Jaura And Aashna Shah Of Delhi, Metinity Wear Designed For Kareena Kapoor

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બે બહેનોનો સફળ પ્રયત્ન:દિલ્હીની આંચલ અને આશ્ના શાહે મેટરનિટી વેર ‘ચિકમોમ્ઝ’ લેબલ શરુ કર્યું, પ્રેગ્નન્ટ કરીના કપૂર તેમની ગ્રાહક બની

2 મહિનો પહેલા

દિલ્હીમાં રહેતી બે બહેનોએ મેટરનિટી લેબલ ‘ચિકમોમ્ઝ’લોન્ચ કર્યું છે. પોતાની બ્રાંડ લોન્ચના શરુઆતના એક મહિનાની અંદર જ તેમને બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂરના મેટરનિટી કપડાં ડિઝાઈન કરવાનો મોકો મળ્યો. આ બે બહેનો આ ઓફર મળેવીને ઘણી ખુશ છે. આંચલનાં જણાવ્યા પ્રમાણે, આ બહુ મોટી વાત છે કે દરેક મોમ માટે ઇન્સ્પિરેશન એવા કરીના કપૂરનો ડ્રેસ ડિઝાઈન કરવાની તક મળી.

આ બંને બહેનો પ્રેગ્નન્ટ મહિલાઓ માટે કન્ફર્ટેબલ,સ્ટાઈલિશ અને વ્યાજબી ભાવે કપડાં ડિઝાઈન કરે છે. આંચલ અને આશ્ના ઉત્તરપ્રદેશના સહારનપુરની રહેવાસી છે. તેમણે દિલ્હી યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું. એ પછી IBS મુંબઈમાંથી MBAની ડિગ્રી લીધી. આશ્નાએ કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કર્યા પછી ઇંગ્લેન્ડ જઈને માસ્ટર કર્યું.

આશ્નાએ કહ્યું કે, મારી પ્રથમ પ્રેગ્નન્સી દરમિયાન મેં મારા પતિની ટીશર્ટ અને ખુલ્લા કુર્તા પહેર્યા. તે સમયે ઓફિસમાં પહેરવા માટે મારી પાસે ઘણા ઓછા વિકલ્પ હતા. મેં માર્કેટમાં જેટલા પણ કપડાં જોયા તે બધા મોંધા હતા. પ્રેગ્નન્સીમાં હું આત્મવિશ્વાસ સાથે સ્ટાઈલિશ લુકમાં બેબી બંપ ફ્લોન્ટ કરવા માગતી હતી. મેં ક્યારેય મારા બેબી બંપને છુપાવવા વિચાર્યું નથી. આથી અમે બંને બહેનોએ ભેગા મળીને ‘ચિકમોમ્ઝ’ની શરુઆત કરી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

વધુ વાંચો