ફેશન ટિપ્સ:મેચિંગ આઉટફિટનો ચાલી રહ્યો છે ટ્રેન્ડ,બાંધણી અને લહેરિયામાં દેખાશો સ્ટાઈલિશ

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

આજકાલ કોઈ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ, કપલ્સમાં મેચિંગ કપડાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો ઘણા લોકો તો મેચિંગ કલરની સાથે-સાથે પ્રિન્ટ્સ પણ મેચિંગ કરી રહ્યા છે. જેમાં ટીવીના ફેમસ કપલ્સ પણ બાકાત નથી રહ્યા. રણબીર અને આલિયાના લગ્નમાં કરીના અને સૈફ અલી ખાને પિંક કલરના આઉટિફટ પસંદ કર્યા હતા. તો ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટે તેમના લગ્નમાં બાંધણીના આઉટફિટ પસંદ કર્યા હતા. જો તમે પણ કપડાં મિક્સ-મેચ કરીને પહેરવાનું પસંદ કરો છો તો, કલર મેચિંગ, બાંધણી અને લહેરિયા પ્રિન્ટની પસંદગી કરી શકો છો.

ઐશ્વર્યા અને નીલ ભટ્ટે સેટ કર્યો હતો કપલ ગોલ
ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્માએ તેના લગ્નમાં બંધેજ લહેંગા સ્ટાઈલની પસંદગી કરી હતી. જ્યારે પતિ નીલ ભટ્ટે ઐશ્વર્યાના લહેંગા સાથે મેચ થતી પાઘડી પહેરી હતી. કપલ્સ આ રીતે પણ તેમના લગ્નમાં વેડિંગ આઉટફિટ પહેરી શકે છે.

કરીના અને સૈફ અલી ખાને મેચિંગ કલરના પહેર્યા હતા આઉટફિટ
રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં કરીના કપૂર અને સૈફ અલી ખાને સરખા કલરના કપડા પહેર્યા હતા. જ્યારે કરીનાએ એમ્બ્રોઇડરી વર્કવાળી ગુલાબી સાડી પહેરી હતી, ત્યારે સૈફે આછા ગુલાબી કુર્તા સાથે સફેદ જેકેટ પહેર્યું હતું. તે જ સમયે છોટે નવાબ એટલે કે તૈમૂર પણ ગુલાબી કુર્તા અને સફેદ પાયજામામાં જોવા મળ્યો હતો.

સારા અલીખાનની જેમ લહેરિયા પ્રિન્ટના આઉટફિટ પણ પહેરી શકો
લહેરિયા પ્રિન્ટની સાડી, ડ્રેસ અને ચણિયાચોળી આવે છે. રાજસ્થાનમાં લહેરિયા પ્રિન્ટને સુહાગનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે શિલ્પા શેટ્ટીએ બ્લેક લહેરિયા સાડી સ્ટાઇલ પહેરી છે, સારા અલી ખાને લહેરિયાના ચોલી પહેર્યા છે અને ઉર્વશી રૌતેલાએ લહેરિયા પ્રિન્ટનું સ્કર્ટ પહેર્યું છે. પુરુષો કુર્તા સાથે લહેરિયાની પાઘડી સ્ટાઇલ કરી શકે છે.

સારા અલી ખાન લહેરિયાનાં આઉટફિટમાં
સારા અલી ખાન લહેરિયાનાં આઉટફિટમાં

​​​​​

બાંધણી અને લહેરિયાને સ્ટાઇલમાં આ રીતે કરો સામેલ
મહિલાઓ બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટના દુપટ્ટાને પ્લેન વ્હાઇટ અને બ્લેક ડ્રેસ સાથે સ્ટાઇલ કરી શકે છે. બીજી તરફ, ઉનાળામાં, પુરુષો બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટના દુપટ્ટાને કુર્તા સાથે સ્ટાઇલ કરી શકે છે. જો તમે તહેવારોની સીઝનમાં સિલ્ક કુર્તા પહેરો છો તો, મલ્ટીકલર, લાલ કે લીલા રંગની બાંધણી અથવા લહેરિયા દુપટ્ટા તમારા લુકમાં ચાર ચાંદ લગાવશે.

પરંપરાગત લહેરિયા સ્ટાઇલ
પરંપરાગત લહેરિયા સ્ટાઇલ

શર્ટ અને શ્રગને આ રીતે કરો સ્ટાઇલ
ફંકી લુક માટે પુરુષો કોટન બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટ ફેબ્રિકના શર્ટ બનાવી શકે છે. જો તમને એથનિક લુક પસંદ હોય તો આ શર્ટને ધોતી પેન્ટ અથવા હેરમ સ્ટાઈલ સાથે પણ પહેરી શકો છો મહિલાઓ તેને બુટિકમાંથી શ્રગ બનાવી શકે છે. તહેવારોની સિઝન માટે કુર્તી સાથે આ શ્રગને સ્ટાઇલ કરો. ફંકી લુક માટે જીન્સ અને ટેન્ક ટોપ સાથે આ શ્રગ પહેરી શકો છો.

પાઘડીની જેમ
બાંધણી અને લહેરિયા પ્રિન્ટ હંમેશા મહિલાઓની પહેલી પસંદ રહી છે. બાંધણી અને લહેરિયાના લુકમાં બદલાવ લાવવા માટે તમે કોર્નર પર લેસ અથવા ગોટા પટ્ટી મુકાવી શકો છો. બજારમાં મળતા અનેક પ્રકારના અને રંગબેરંગી લેસ અને રંગબેરંગી ફૂલોબાંધણી અને લહેરિયાના દુપટ્ટામાં ચાર ચાંદ લગાવી શકે છે. પત્નીની બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટના દુપટ્ટાની પાઘડી બનાવીને એથનિક લુક સાથે કેરી કરી શકો છો.

ધોતી અને હેડ બેન્ડ
જો તમે વધુ પડતી બાંધણી અથવા લહેરિયા પ્રિન્ટને લુકમાં સામેલ કરવા માંગતા ન હોય, તો નાના સ્ટોલને હેડબેન્ડ તરીકે સ્ટાઇલ કરી શકો છો. જ્યારે પુરુષો બાંધણી અને લહેરિયા પ્રિન્ટની ધોતી પહેરી શકે છે. તે તમારા સિમ્પલ લુકને સ્ટાઇલિશ બનાવશે.