ભાઈ-બહેનના સંબંધને લગાડ્યું કલંક:લો બોલો...ભાઈ સાથે લગ્ન કર્યા અને બાળક આવ્યું સાપ જેવું, સરકારી યોજનાના લાભ માટે ભાઈ-બહેન બન્યા પતિ-પત્ની

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આપણે લોકો એવું માનતા હોય છે કે, ભાઇ-બહેન લગ્ન કરી શકતા નથી. પરંતુ ઉઝબેકિસ્તાનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં રહેતા એક સગા ભાઇ-બહેને લગ્ન કરી લીધા હતા. આ બાદ બંનેએ બાળક પણ કર્યું હતું. પરંતુ જે બાળક આવ્યું હતું તે અજીબો- ગરીબ હતું. આ બાળકના શરીરમાં સાપ જેવા પટ્ટા અને માછલીની ચામડી પર હોય તેવા ડાઘા હતા. દુખદ વાત એ છે કે, થોડા સમય પછી બાળકનું મોત થયું.

માહિતી મળી રહી છે કે, આ મહિલાને પહેલાં પણ બાળક હતું જે હજુ પણ સ્વસ્થ છે અને જીવે છે. જે બાળક જીવે છે, તે તેના પતિનું છે. આ મહિલાને પતિએ છોડી દેતા ભાઇ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ ભાઇનું જે બાળક થયું તેમાં જ સમસ્યા જોવા મળી હતી.

બાળકના શરીર પર સાપ જેવા પટ્ટાના નિશાન
બ્રિટિશની સ્થાનિક વેબસાઈટ 'મિરર'ના રિપોર્ટ અનુસાર, ઉઝબેકિસ્તાનના ડસ્ટિક પ્રાંતમાં એક ભાઈ-બહેને એકબીજા સાથે લગ્ન કર્યા હતા. બાદમાં યુવતીએ હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યો હતો. આ બાળક એટલું વિચિત્ર હતું કે જે પણ વ્યક્તિએ તેને ઓપરેશન થિયેટરમાં જોયું તે પહેલા તો ડરી જ ગયો હતો. હોસ્પિટલનો સ્ટાફ પણ તેને અડતા ડરતો હતો. આ બાળકને ઘણી બીમારીઓ હતી. તેના શરીર પર સાપ જેવા પટ્ટાના નિશાન હતા. આ ઉપરાંત તેમની ચામડી ખરબચડી હતી અને માછલીની ચામડી પર જે પ્રકારના ડાઘા હોય તેવા જ ડાઘા બાળકના શરીર પર જોવા મળ્યા હતા.

નવજાતની ત્વચા પર વિચિત્ર નિશાન
ડોક્ટરોના જણાવ્યા અનુસાર, બાળક ઇશથિયોસિસ કોગ્નસિયા નામની બીમારીથી પીડિત હતો. જે ભાગ્યે જ જોવા મળે છે. આ બીમારીમાં ત્વચા રૂક્ષ બની જાય છે અને શરીર પર અજીબોગરીબ દાગ બની જાય છે, જે ફોલ્લીઓના કારણે થાય છે. આ ફોલ્લીઓ સતત બહાર આવી રહી છે. બીજી ઘણી શારીરિક સમસ્યાઓના કારણે બાળક લાંબા સમય સુધી જીવી શકતું નથી.

આ પહેલી ઘટના નથી કે, સગા ભાઇ-બહેને લગ્ન કરી લીધા હોય. ભારતમાં પણ વિવિધ રાજ્યમાં આ પ્રકારની ઘટના બની છે.

બિહારના વૈશાલીમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો હતો. અહીં પિતરાઇ ભાઇ-બહેને મંદિરમાં એકબીજા સાથે લગ્ન કરી લીધા હતા. તો બીજી ઘટના વિશે વાત કરવામાં આવે તો, ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજનાનો લાભ મળે તે માટે ભાઈ-બહેને એક બીજા સાથે લગ્ન કર્યા.

રાજસ્થાનના સીકરમાં બહેન પતિને છોડીને ભાઈની પત્ની બની ગઈ. મારા ભાઈએ પણ તેની પત્નીને ત્યજી દીધી. બંને 5 વર્ષ સુધી રાજસ્થાનના સીકરમાં રહ્યા, પરંતુ થોડા દિવસ બાદ આ સંબંધનો ખુલાસો થયો. પત્નીએ એક રાત્રે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તપાસમાં જાણવા મળ્યું કે બંનેને 3 વર્ષનો એક પુત્ર પણ છે.

અગરસીદ્રાના રહેવાસી વિમલ સાહ અને બબન સાહ બંને ભાઈઓ છે. પરંતુ 6 મહિના પહેલા વિમલનો 18 વર્ષનો દીકરો પોતાના ભાઈ બબનની સગીર વયની દીકરીને ગેરમાર્ગે દોરીને દિલ્હી ભાગી ગયો હતો. બાળકી હાલ આઠમા ધોરણમાં ભણે છે. ભાઈએ 13 વર્ષની પિતરાઈ બહેન સાથે લગ્ન કરી લીધા હતા. બંને વચ્ચેના સંબંધને જોયા બાદ ગામલોકોનું કહેવું છે કે કળીયુગમાં લોકો પોતાના સંબંધોને પણ ભૂલી રહ્યાં છે.

બરેલીના મોહમ્મદી વિસ્તારના ભાઈ-બહેને આ સંબંધને અપવિત્ર કર્યો હતો. જ્યારે બંને ભાઈ-બહેન એકબીજાના પ્રેમમાં પડ્યા ત્યારે મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. લગ્ન બાદ બંને માટે ઘરમાં કે રિલેશનશિપમાં જવું શક્ય ન હતું. ત્યારે ગામ મુકવાની તૈયારીમાં હતા પરંતુ તે પહેલાં જ પોલીસે ઝડપી લીધા હતા.