આપણે હંમેશા સાંભળતા આવીએ છીએ કે, મહિલાઓની તુલનામાં પુરુષો ઓછું જીવે છે. પરંતુ નવા કરવામાં આવેલા એક સંશોધન મુજબ આ એક તથ્ય છે. યુનિવર્સિટી ઓફ સધર્ન ડેનમાર્કના વૈજ્ઞાનિકોએ હાલમાં જ એક સંશોધન કર્યું હતું. જેમાં ચોંકાવનારો રિપોર્ટ આવ્યો હતો. આ રિસર્ચ પરથી ખબર પડી હતી કે, સ્ત્રીઓ કરતાં પુરુષો વધુ જીવે છે. ખાસ કરીને જ્યારે પુરુષ પરિણીત હોય અથવા કૉલેજમાં ભણ્યા હોય ત્યારે તેમનું આયુષ્ય વધારે હોય છે. રિસર્ચનું માનીએ તો, છેલ્લા 200 વર્ષમાં પુરુષોમાં વધુ જીવવાની સંભાવના 25થી 50% રહી છે. આ રિસર્ચમાં તમામ ખંડો અને 199 દેશોના પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
કેટલાક રિસર્ચનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે
વૈજ્ઞાનિકોએ છેલ્લા 200 વર્ષમાં વૈશ્વિક આબાદીના મૃત્યુ સમયે લિંગ અંતરનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ કરવા પાછળનું કારણ એ હતું જ હતું કે, આખરે પુરુષો કેટલા વર્ષ જીવે છે.
સંશોધકોએ 41 દેશોનો ડેટા સ્ટોર કરનાર હ્યુમન મૉર્ટલિટી ડેટાબેઝનો પણ અભ્યાસ કર્યો હતો. તો બ્રિટન અને જર્મની વિષે જાણકારી મેળવવા માટે અલગ રિસર્ચ કર્યું હતું. આ સિવાય સેક્સ-સ્પેસિફિક ડેટા રાખનારા વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ 2019ની પણ તપાસ કરવામાં આવી હતી. આ ડેટામાં 1950-54થી 2015-19 સુધીની જાણકારી આપવામાં આવી છે.
4 પૈકી 1-2 પુરુષો, સ્ત્રીઓ કરતાં વધુ જીવે છે
જો રિસર્ચના પરિણામનું માનીએ તો 1850થી મહિલાઓની સરખામણીએ પુરુષોની જીવવાની સંભાવના 25થી 50% વધારે રહી છે. એટલે કે દર 4 પૈકી 1-2 પુરુષો સરેરાશ મહિલાઓ કરતા વધુ જીવે છે. તો અમુક મામલામાં આ આંકડો 50% પણ વધુ સુધી પહોંચી ગયો છે. આ રિસર્ચ વિશે વધુ વાત કરવામાં આવે તો, 1891 માં આઇસલેન્ડમાં, 1950 થી 1954 દરમિયાન જોર્ડન, 1950 થી 1964 સુધી ઈરાન, 1960 થી 1969 સુધી ઈરાક, 1985 પહેલા બાંગ્લાદેશ, 1995 અને 2010 વચ્ચે ભારત, માલદીવ્સ અને ભૂટાનમાં સંશોધન કરવામાં આવ્યું હતું.
લગ્ન અને કોલેજ જવાથી વધુ જીવીએ છીએ
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, મહિલાઓની સરખામણીએ પરણિત પુરુષોની વધુ જીવવાની સંભાવના 39% અને સિંગલ પુરુષોની 37% છે. તો બીજી તરફ જે પુરુષો કોલેજ પુરી કરી ચુક્યા છે તે લોકોની વધુ જીવવાની સંભાવના 43% છે. તો જે પુરુષ પરિણીત છે પરંતુ કોલેજે નથી ગયા તો તેની વધુ જીવવાની સંભાવના 39% છે.
પુરુષોને તો પણ નુકસાન
વૈજ્ઞાનિકો જણાવે છે કે, જીવન જીવવા બાબતે હજુ પણ પુરૂષોને ઘણું નુકસાન થાય છે. આ બાળપણ અને મોટા થવામાં થાય છે. આ પાછળનું કારણ એ છે કે પુરુષોમાં 20 થી 30 વર્ષની વયમાં અકસ્માતો અને હત્યાઓનું જોખમ સૌથી વધારે હોય છે. આ સિવાય તેઓ સિગારેટ અને આલ્કોહોલ વધુ પીવે છે, જેના કારણે 60 વર્ષ પછી તેમના કેન્સરનું જોખમ વધી જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.