નવરાત્રિનો પહેલો દિવસ-26 સપ્ટેમ્બર છે. વ્રત રાખવું એ ધર્મ સાથે જોડાયેલ બાબત છે. એવામાં જો કોઈ બ્લડપ્રેશર (BP), સુગર, થાયરોઈડના દર્દીઓને કોઈ એમ કહી દે કે, આ વ્રત ન રાખશો તો તે ખોટુ માની જાય છે પણ સ્વાસ્થ્યને અવગણવું પણ યોગ્ય નથી. આજે અમે તમને કામના સમાચારમાં અમુક એવી ટ્રિક્સ જણાવીશું કે, જેથી આ લોકોની આસ્થા પણ જળવાઈ રહેશે અને સ્વાસ્થ્યને હાનિ પણ નહી પહોંચે. આ અંગે એક્સપર્ટ ડાયટિશન અંજૂ વિશ્વકર્મા આપણને વધુ માર્ગદર્શન આપશે, ચાલો જાણીએ.
સૌથી પહેલા નવરાત્રિના વ્રત કરવાની અમુક રીતો વિશે જાણીએ
પ્રશ્ન 1- હું ભોજનમાં મીઠા વગરનું 9 દિવસનું વ્રત રાખવા ઈચ્છુ છું, શું આ પ્રકારનો ઉપવાસ રાખવો યોગ્ય છે? દેવેન્દ્ર સિંહ, 27 વર્ષ
અંજૂ વિશ્વકર્મા- સામાન્ય રીતે લોકો ઉપવાસમાં સેંધા નમક ખાય છે. જો તમે એવુ કરવા ઈચ્છતા નથી અને તમે મેડિકલી ફિટ છો તો તેનાથી સારુ કંઈ જ નથી. 9 દિવસ સુધી મીઠુ ન ખાવાના કારણે તમારુ શરીર ડિટોક્સ થઈ જશે. અમુક લોકો વજન ઘટાડવા માટે પણ ઉપવાસ કરે છે. જો તમે પણ આ કારણોસર ઉપવાસ કરો છો તો સાથે નારિયેળ પાણી પણ પીવો. જે લોકોની મેડિકલ કંડીશન યોગ્ય નથી એટલે કે જે બીપીના દર્દી છે તેણે આ પ્રકારનો ઉપવાસ ન કરવો જોઈએ. સ્વાસ્થ્ય કથળી શકે છે.
પ્રશ્ન 2- મારી મમ્મીએ મને સારી નોકરી મળે તે માટે નિર્જળા વ્રત રાખવાનું આયોજન કર્યું છે. મે તેને ના પાડી છે. તેની ઉંમર 55 વર્ષની છે. તમે કહો તેણે શું કરવું જોઈએ?- મોહિની કુમાર, 25 વર્ષ
અંજૂ વિશ્વકર્મા- નિર્જળા વ્રત 9 દિવસ સુધી રાખવું એ સ્વાસ્થ્યની દ્રષ્ટીએ જરાપણ યોગ્ય નથી. તેના કારણે તમને ચકકર આવી શકે છે અથવા તો બીપી લો થઈ શકે છે. જો ડાયાબિટીસ નથી તો પણ સુગરમાં વધઘટ થઈ શકે. તે સિવાય બીજી અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે. આ કારણોસર શરીરને હાઈડ્રેટ રાખવું જરુરી છે.
પ્રશ્ન 3- મારા પપ્પાને સુગર છે અને મારી મમ્મી લો BPના દર્દી છે, અત્યારે બંનેની પ્રોબ્લેમ કંટ્રોલમાં છે, શું તે આ 9 દિવસવાળું વ્રત રાખી શકે છે? - શુભમ તિવારી, 34 વર્ષ
અંજૂ વિશ્વકર્મા- આ બંનેએ વ્રત કરવુ જોઈએ નહી તેમછતા પણ જો સુગર કે BPની તકલીફવાળા લોકો વ્રત રાખવા ઈચ્છે છે તો ડૉક્ટર પાસેથી સલાહ લેવી. એક ડાયટ ચાર્ટ સાથે વ્રતનો વિકલ્પ પણ પસંદ કરી શકાય છે. એક બ્લડ સુગર મીટર જરુર ખરીદો. અને રેગ્યુલર પોતાની હેલ્થ મોનિટર કરતી રહેવી.
પ્રશ્ન 4- ઉપવાસ દરમિયાન બ્લડસુગર લેવલ લો કેમ થાય છે?
અંજૂ વિશ્વકર્મા- જ્યારે સુગરના દર્દીઓ નવરાત્રિનો ઉપવાસ કરે છે, તો સામાન્ય દિવસોની તુલનામાં આ દિવસોમાં પેટ લાંબા સમય સુધી ખાલી રહે છે. આ કારણોસર તેમના લોહીમાં ગ્લુકોઝની માત્રામાં ઘટાડો થાય છે. આ સ્થિતિને હાઇપરગ્લેસેમિયા કહે છે, જે ખતરનાક હોઈ શકે.
નોંધ- સામાન્ય રીતે 70 કે તેથી ઓછુ બ્લડ સુગર હોવા પર અમુક લક્ષણો દેખાય છે.
પ્રશ્ન 5- સામાન્ય રીતે ડૉક્ટર પ્રેગ્નન્સીમાં મહિલાઓને ઉપવાસ ન રાખવાની સલાહ આપે છે તેમછતાં પણ અમુક મહિલાઓ ઉપવાસ રાખે છે, તો તેણે શું કરવું જોઈએ?
અંજૂ વિશ્વકર્મા- પ્રેગ્નન્સીમાં ઉપવાસ રાખવા પર આ પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે.
પ્રેગ્નન્સીમાં ઉપવાસ રાખવાથી મહિલાની સાથે તેના ગર્ભમાં રહેલા બાળકના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડી શકે છે તેમછતાં પણ જો પ્રેગ્નન્ટ મહિલાઓ ઉપવાસ રાખવા ઈચ્છે છે તો નીચે ગ્રાફિક્સમાં જણાવેલી વાતો ફોલો કરો.
પ્રશ્ન 6- શુ ઉપવાસ છોડતા સમયે ખાવાની પણ કોઈ વિશેષ રીત છે?
અંજૂ વિશ્વકર્મા- ઉપવાસ છોડતા સમયે જરુરિયાતથી વધુ ન ખાવું. અમુક લોકો ઉપવાસ છોડ્યા પછી ભોજન પર તૂટી પડે છે. અમુક લોકો હાઈ કેલરી ડાયટથી પણ વ્રત ખોલે છે. જો કે, સુગરના દર્દીઓએ આ પ્રકારે વ્રત ખોલવાનું ટાળવું જોઈએ. ઉપવાસ છોડતા સમયે કાર્બોહાઈડ્રેટ, સુગર અને ચરબીનું પ્રમાણ ઓછુ હોય તેવું ભોજન ખાવાનું પસંદ કરવું જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.