તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હમ નહીં સુધરેંગે:ATMમાંથી રૂપિયા ઉપાડ્યા પછી ત્યાં મૂકેલું સેનિટાઈઝર ચોરી કરીને સાથે લઇ ગયો, વીડિયો જોઇને યુઝરે કહ્યું-દેશ આવા મૂર્ખ લોકોથી જ ભરેલો છે

14 દિવસ પહેલા
  • આ વીડિયો IPS ઓફિસર દિપાંશુ કાબરાએ શેર કર્યો છે
  • વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઇ રહ્યો છે

હાલનાં સમયે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર કોરોના સામે લડવા માટે એક પાવરફુલ હથિયાર બની ગયા છે. હેન્ડ સેનિટાઈઝરની બોટલ ઘર, ઓફિસ, રેસ્ટોરાં કે પછી કોઈ પણ જાહેર જગ્યાએ ચોક્કસથી જોવા મળશે. છેલ્લા એક વર્ષથી હેન્ડ સેનિટાઈઝર દરેક લોકોની સાથે ફરતું થઇ ગયું. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ ATMમાંથી રૂપિયા ઉપાડ્યા પછી ત્યાં પડેલી સેનિટાઈઝરની બોટલ પોતાની બેગમાં મૂકીને ચાલવા લાગ્યો હતો.

આ ઘટના 24 એપ્રિલની છે
આ વીડિયો IPS ઓફિસર દિપાંશુ કાબરાએ શેર કર્યો છે. 33 સેકન્ડના ફૂટેજમાં જોઈ શકાય છે કે, માસ્ક પહેરેલી વ્યક્તિ પોતાનું કાર્ડ અને પૈસા વોલેટમાં મૂકે છે અને પછી ત્યાં ગ્રાહકો માટે મૂકેલી સેનિટાઈઝરની બોટર બેગમાં મૂકીને બિન્દાસ બહાર જતો રહે છે.

દિપાંશુએ કેપ્શનમાં લખ્યું, દેશમાં કરોડો ATM છે. આવા મૂર્ખથી સેનિટાઈઝર બચાવવા માટે પાંજરા મૂકવાનો ખર્ચ 200-300 રૂપિયા આવી જશે અને તેનો ખર્ચ કરોડો રૂપિયા આવશે. તમારા સારા બિહેવિયરથી આ રૂપિયા બચી જશે. #HumNahiSudhrenge.

યુઝર્સે કમેન્ટનો ઢગલો કર્યો
આ વીડિયો ઇન્ટરનેટ પર જોરદાર વાઈરલ થઇ રહ્યો છે. તેને 20 હજારથી લોકો જોઈ ચૂક્યા છે. એક યુઝરે લખ્યું, મતલબ કુછ ભી....#HumNahiSudhrenge.અન્ય યુઝરે લખ્યું, પોતે માસ્ક પહેરીને આવ્યો છે તો તેને સેનિટાઈઝરનું મહત્ત્વ અને તે ત્યાં કેમ મૂક્યું છે તે પણ ખબર હોવી જોઈએ. બીજા યુઝરે લખ્યું, દેશ આવા મૂર્ખ લોકોથી જ ભરેલો છે. એક યુઝરે કમેન્ટ કરી, પબ્લિક પ્રોપર્ટી ચોરવા બદલ આ કેસમાં FIR થવી જોઈએ.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો