• Gujarati News
  • Lifestyle
  • Man Says He Has Slept 30 Minutes A Day For Last 12 Years And Feels 'healthy And Energetic'

જાપાન:ઈલોન મસ્ક જેવી દેખાતી આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મિનિટ જ ઊંઘે છે, હેલ્ધી અને એનર્જેટિક રહેવા સ્લીપિંગ ટાઈમ ઘટાડ્યા હોવાનો દાવો

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 36 વર્ષીય ડેસ્યુક અન્ય લોકોને પણ ઓછી ઊંઘ કરવાની ટેક્નિક શીખવાડે છે
  • ડેસ્યુકે કહ્યું, બધા કામ પૂરા કરવા માટે દિવસના 16 કલાક પૂરતા નથી,ઊંઘ ઓછી કરવી જરૂરી છે

સામાન્ય રીતે ડૉક્ટર 6થી 9 કલાક સુધી પૂરતી ઊંઘ લેવાની સલાહ આપે છે, પણ આ વાત જાપાનની વ્યક્તિના કેસ માટે લાગુ જ નથી પડતી. 36 વર્ષીય ડેસ્યુક હોરી દેખાવે ઈલોન મસ્ક જેવો લાગે છે. તે છેલ્લા 12 વર્ષથી રોજ માત્ર 30 મિનિટજ ઊંઘે છે. આ વાત માનવામાં આવે એવી નથી પણ સાચી છે. ડેસ્યુક પોતે તો આ લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યો છે અને બીજાને પણ ઓછી ઊંઘની ટ્રેનિંગ આપે છે. ડેસ્યુકે દાવો કર્યો છે કે, 30 મિનિટથી ઊંઘથી તેને ‘હેલ્ધી અને એનર્જેટિક’ અનુભવ મળે છે.

ઊંઘ ઓછી કરીને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટિવ બનાવી શકાય છે
ડેસ્યુક ‘જાપાન શોર્ટ-સ્લીપર એસોસિયેશન’ નો ચેરમેન છે. ડેસ્યુક અનેક લોકોને પોતાની ઊંઘવાની ટેક્નિક શીખવાડે છે. તેનું માનવું છે કે, ઊંઘવાના કલાકો ઘટાડીને લાઇફસ્ટાઇલ પ્રોડક્ટિવ બનાવી શકાય છે.

સ્લીપિંગ ટાઈમ ઓછો કરવા રોજ પ્રેક્ટિસ કરતો હતો
ડેસ્યુકે પોતાની ટેક્નિક વિશે ખુલાસો કરતા જણાવ્યું કે, દિવસમાં તમે ધારો એ બધું કરવા માટે 16 કલાક પૂરતા નથી. આથી મેં ધીમે-ધીમે મારી ઊંઘના કલાકો ઘટાડવાનું શરૂ કર્યું અને આજે મારો સ્લીપિંગ ટાઈમ 30 મિનિટની થઇ ગયો છે. આટલી મિનિટની ઊંઘ લેવાથી મારો બધો થાક ઊતરી જાય છે.

જૅપનીઝ ટીવી શોને પણ ડેસ્યુકની સ્ટોરીમાં રસ પડ્યો અને તેમણે ત્રણ દિવસ સુધી ડેસ્યુકની લાઇફસ્ટાઇલ ઓબ્ઝર્વ કરી. પ્રથમ દિવસે તેણે 26 મિનિટની ઊંઘ કરી અને પછી રેડી થઈને જિમમાં ગયો. બીજા દિવસે પણ તેણે 30 મિનિટની ઊંઘ પૂરી કરીને પોતાના કામ કરવાનું શરૂ કર્યું.

ઊંઘ આવે તો કેફીન પદાર્થોની મદદ લે છે, પણ સૂતો નથી
ડેસ્યુક તેની આખી રાત વીડિયો ગેમ્સ રમે અથવા તો તેના જેવા શોર્ટ-સ્લીપર ફ્રેન્ડ્સ સાથે સમય પસાર કરે છે. ડેસ્યુકે તેના મિત્રોને પણ સ્લીપ રૂટિન ઇફેક્ટિવ બનાવવાની ટ્રેનિંગ આપી છે.

ડેસ્યુકની સ્ટોરી સાંભળીને ઘણા લોકોને પ્રશ્ન પણ થાય છે કે, તેને આખા દિવસમાં ઊંઘ આવે તો તે શું કરતો હશે? ડેસ્યુક આખો દિવસ પોતાને એક્ટિવિટીમાં વ્યસ્ત રાખે છે અને ઊંઘ આવે તો કેફીન પદાર્થોનું સેવન કરે છે.