તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

થાણે:54 વર્ષના વ્યક્તિને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફોન આવ્યો કે તમારું ડેથ સર્ટિફિકેટ લઈ જાઓ, કોર્પોરેશનને ભૂલ સમજાતાં દોષનો ટોપલો કેન્દ્રના ડેટા પર નાખ્યો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • થાણેના ચંદ્રકાંત દેસાઈને વર્ષ 2020માં કોરોના થયો હતો અને તેઓ હોમ ક્વૉરન્ટીનમાં સ્વસ્થ થયા હતા
  • મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી તેમને પોતાનું જ ડેથ સર્ટિફિકેટ લઈ જવા માટે ફોન આવ્યો
  • કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે મરણયાદીમાં ચંદ્રકાંતનું નામ ICMRનાં લિસ્ટમાં છે તેમાં કોર્પોરેશનની કોઈ ભૂલ નથી

મહારાષ્ટ્રના થાણેમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. 54 વર્ષના એક વ્યક્તિને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફોન આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારું ડેથ સર્ટિફિકેટ લઈ જાઓ. નવાઈની વાત એ હતી કે કોર્પોરેશનમાંથી જે વ્યક્તિના નામનું ડેથ સર્ટિફિકેટ લઈ જવા માટે કહેવાયું હતું તે જ ફોન પર વાત કરી રહી હતી.

આ ઘટના થાણેના ચંદ્રકાંત દેસાઈ સાથે બની છે. તેમને વર્ષ 2020માં ઓગસ્ટ મહિનામાં કોરોના થયો હતો. તે સમયે તેઓ હોમ ક્વૉરન્ટીન રહીને સ્વસ્થ થઈ ગયા હતા. ચંદ્રકાંતભાઈને થાણે કોર્પોરેશનમાંથી ફોન આવ્યો કે તેઓ ચંદ્રકાંત દેસાઈનું ડેથ સર્ટિફિકેટ કલેક્ટ કરી લે. ફોન પર હેલ્થ ડિપાર્ટમેન્ટમાંથી એક મહિલા વાત કરી રહી હતી.

દેસાઈએ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા ઈન્ટરવ્યૂ મુજબ, મહિલાએ તેમને કહ્યું હતું કે તે ચંદ્રકાંત દેસાઈ નામનું ડેથ સર્ટિફિકેટ ઈશ્યુ કરવા માગે છે. જ્યારે ચંદ્રકાંતે મહિલાને કહ્યું કે તે પોતે જ એ વ્યક્તિ બોલે છે તો મહિલાને નવાઈ લાગી. તો મહિલાએ વધુમાં પૂછ્યું કે તેમના પરિવારમાં કોરોનાને લીધે અન્ય કોઈ સભ્યનું મૃત્યુ થયું છે કે કેમ.ત્યારબાદ તે મહિલાએ ફોન મૂકી દીધો.

આ ઘટના બન્યા પછી ચંદ્રકાંતે થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોવિડ વોર રૂમની મુલાકાત કરી અને ઘટનાની ફરિયાદ કરી. ત્યાંના અધિકારીએ જણાવ્યું કે મરણયાદીમાં ચંદ્રકાંતનું નામ ICMRનાં લિસ્ટમાં છે તેમાં કોર્પોરેશનની કોઈ ભૂલ નથી જ્યારે ચંદ્રકાંતનું કહેવું છે કે કોર્પોરેશને ડેટા મોકલ્યો હોય તો જ ICMRના લિસ્ટમાં તેનું નામ આવી શકે છે. હાલ આ સમગ્ર મામલો થાળે પડ્યો નથી. કોર્પોરેશનના અધિકારીઓએ યોગ્ય પગલાં લેવાશે તેવી બાંહેધરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...