ઉત્તર પ્રદેશ:‘મુખ્યમંત્રી સામૂહિક વિવાહ’ યોજનામાં હજારો રૂપિયાનો લાભ લેવા ભાઈ પોતાની સગી બહેન સાથે પરણવા બેઠો, ગામવાસીઓ ઓળખી જતા ભાંડો ફૂટ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરકાર પાસેથી 35 હજાર રૂપિયા લેવા આખું નાટક કર્યું હતું
  • પોલીસે આરોપી વિરુદ્ધ FIR નોંધી

સરકારી સ્કીમનો લાભ લેવા માટે લોકો તમામ હદ વટાવી દેતા હોય છે. ઉત્તર પ્રદેશમાં ફિરોઝાબાદ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વ્યક્તિએ સરકાર પાસેથી 35 હજાર રૂપિયા લેવા માટે પોતાની સગી બહેન સાથે લગ્ન કર્યા. ગામવાસીઓએ આ ભાઈ-બહેનની જોડી જોઈ ત્યારે તેમનો ભાંડો ફૂટી ગયો.

35 હજાર રૂપિયા માટે નાટક કર્યું
મુખ્યમંત્રી સામૂહિક વિવાહ યોજના સ્કીમ હેઠળ સરકારે નવ દંપતીને કેશ અને ગિફ્ટ સહિત 30થી 35 હજાર રૂપિયા આપ્યા. સ્કીમની ડિટેલ્સ પ્રમાણે 20 હજાર રૂપિયા દુલ્હનના બેન્ક અકાઉન્ટમાં જમા થશે અને 10 હજારની ગિફ્ટ આપવામાં આવશે. જો દુલ્હન વિધવા કે પછી ડિવોર્સી હોય છે કે, તેના અકાઉન્ટમાં 25 હજાર રૂપિયા જમા અને 5 હજાર રૂપિયાની જીવન-જરૂરી વસ્તુઓ આપી હતી.

ગામવાસીઓ ઓળખી ગયા
આ લગ્ન શનિવારે ફિરોઝાબાદના ટુંડલા ગમે યોજાયા હતા. ભાઈ-બહેનને લાગ્યું કે કોઈ તેમને નહીં ઓળખે અને સરકાર પાસેથી રૂપિયા પણ મળી જશે પણ તેમ ના થયું. ગામવાસીઓએ ઓળખી લેતા હોબાળો કર્યો અને વાત છેક પોલીસ સુધી પહોંચી ગઈ. આ સમૂહ લગ્નમાં 51 કપલે લગ્ન કર્યા હતા.

મેરિડ કપલે રૂપિયાની લાલચમાં ફરીથી લગ્ન કર્યા
પોલીસે આરોપી વિરુદ્ધ FIR નોંધીને તેની આધારકાર્ડ વેરિફાય કર્યું. સરકારની યોજનાનો લાભ લેવા માટે આની પહેલાં પણ વર્ષ 2018માં 12 મેરિડ કપલે ફરીથી લગ્ન કર્યા હતા.