શોર્ટ ટર્મ મેમરી લોસ:6 વર્ષ પહેલાંનાં કાર એક્સિડન્ટે ડેનિયલની જિંદગી બદલી દીધી, દર 6 કલાકે બધું ભૂલી જાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માત પછી ડેનિયલ તેની ગર્લફ્રેન્ડને પણ ઓળખી ના શક્યો
  • ડેનિયલ બધું યાદ રાખવા ડાયરીમાં લખતો રહે છે

આમિર ખાનનું ‘ગજિની’ મૂવી તો બધાએ જોયું જ હશે, મૂવીમાં આમિર ખાન ‘શોર્ટ ટર્મ મેમરી લોસ’થી પીડિત હતો. 15 મિનિટ પછી તેને કઈ જ યાદ રહેતું નહોતું. આ તો થઈ ફિલ્મની વાત પણ આવી જ બીમારીથી ડેનિયલ સ્કમિડ પીડાઈ રહ્યો છે. ડેનિયલ દર 6 કલાક પછી બધું ભૂલી જાય છે. મેમરી લોસ થઈ જવાને લીધે તે બધી વસ્તુઓ અને વ્યક્તિ વિશે ડાયરીમાં લખે છે. 6 વર્ષ પહેલાં કાર અકસ્માતમાં તેના મગજમાં ગંભીર ઈજા થઇ અને તે દિવસથી ડેનિયલની જિંદગી બદલાઈ ગઈ.

ડાયરીમાં લખીને બધું યાદ રાખે છે
ડેનિયલને માત્ર 6 કલાક સુધી જ બધું યાદ રહે છે. જો તે જગ્યા, વ્યક્તિઓ અને કામ વિશે ડાયરીમાંથી નથી લખતો તો આ બધું કાયમ માટે તેની મેમરીમાંથી ગાયબ થઈ જાય છે.

એક્સિડન્ટ પછી મારી જિંદગી પહેલાં જેવી નોર્મલ નથી
ડેનિયલે ‘લિવિંગ વિધાઉટ મેમરી’ની ડોક્યુમેન્ટરીમાં કહ્યું કે, અકસ્માતના દિવસે મારું મૃત્યુ થયું નહોતો પણ મને નવું જીવન મળ્યું. એક્સિડન્ટ પછી મારી જિંદગી પહેલાં જેવી નોર્મલ નથી રહી. હું 6 કલાક પછી બધું ભૂલી જઉં છું, પણ ખુશીથી જીવન જીવું છું.

અકસ્માતમાં ડેનિયલનો કોઈ વાંક નહોતો
અકસ્માતના દિવસે ડેનિયલ તેની બહેનને મળવા જઈ રહ્યો હતો. તે ટ્રાફિક જામમાં કાર લઈને ઊભો હતો તેવામાં અચાનક 80 કિમી પ્રતિ કલાકની સ્પીડે આવેલી કારની જોરદાર ટક્કર વાગી. ડ્રાઈવરને ટ્રાફિક જામ ના દેખાયો અને તેની કાર બેકાબુ બની. એક્સિડન્ટ પછી મને ઘણી બધી ઇજા થઈ હતી પણ તે ગંભીર નહોતી. મને મગજમાં ઈજા થઇ હતી તેને મેડિકલ ટર્મમાં લેવલ થ્રી TBI કહેવાય છે.

ગર્લફ્રેન્ડને પણ ઓળખી ના શક્યો
અકસ્માત પછી બધું બદલાઈ ગયું. તેને લોન્ગ ટર્મ મેમરી નથી. બધું લખીને યાદ રાખે છે. શોર્ટ ટર્મ મેમરીને લીધે ડેનિયલની ગર્લફ્રેન્ડ તેને છોડીને જતી રહી. તેની સાથેની એક પણ મેમરી યાદ ના રહી. ડેનિયલ તેની પૂર્વ ગર્લફ્રેન્ડ કેથરિનાને અકસ્માત પહેલાં ઓળખતો હતો. એક્સિડન્ટના 3 દિવસ પછી તે કેથરિનાને ઓળખી ના શક્યો.

દીકરાના જન્મ વિશે કઈ યાદ નથી​​​​​​​
થોડા વર્ષ પહેલાં ડેનિયલ અને કેથરિના એક દીકરાના પેરેન્ટ્સ બન્યા. ડેનિયલને તેના દીકરા વિશે યાદ રહેતું નથી. તેને દીકરાનો જન્મ પણ યાદ નથી. શોર્ટ ટર્મ મેમરી સામે હારીને બેસી જવા કરતાં ડેનિયલ પોતાના જેવા બીજા લોકોને મદદ કરી રહ્યો છે.