વાઈરલ:વરમાળા વિધિ માટે દુલ્હને તેને ઊંચી કરનાર વ્યક્તિને એક લાફો ધરી દીધો, ઈન્ટરનેટ પર વીડિયો વાઈરલ

5 મહિનો પહેલા

છેલ્લા કેટલાક દિવસથી ડ્રામેટિક અને શૉકિંગ વેડિંગ ઘટનાઓ ટોક ઓફ ધ ટાઉન બની રહી છે. ઉત્તર પ્રદેશની એક દુલ્હને દુલ્હો ચશ્માં પહેર્યાં વગર છાપું ન વાંચી શક્યો તો લગ્ન મંડપમાં જ લગ્ન કરવા માટે ના પાડી દીધુ. તો એક દુલ્હને છઠ્ઠા ફેરા ફેરા ફર્યા પછી લગ્ન કરવાની ના પાડી દીધી. આવી લગ્નની શૉકિંગ ઘટનાઓ હાલ ઈન્ટરનેટ પર છવાયેલી છે. તેવામાં એક જૂનો વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં વરમાળા સેરેમની માટે દુલ્હનને ઊંચી કરતાં યુવકે લાફો ખાવાનો વારો આવ્યો છે.

ઈન્ટરનેટ પર વરમાળાની વિધિનો એક વીડિયો જબદરસ્ત વાઈરલ થઈ રહ્યો છે. જોકે આ વીડિયો જૂનો પરંતુ તે હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ વીડિયો થોડા વર્ષ પહેલાં પણ આટલો જ સુપર હિટ રહ્યો હતો.

વીડિયોમાં જોઈ શકાય છે કે વરમાળા સેરેમની ચાલી રહી છે. દરેક લગ્નમાં જેમ આ વિધિ દરમિયાન દુલ્હાને તેના મિત્રો ઊંચા કરી દેતાં હોય છે તેમ આ વીડિયોમાં પણ જોવા મળ્યું. આ જોઈને દુલ્હનને પણ તેના સંબંધીએ ઊંચી કરી અને ત્યાર બાદ બંને એ એકબીજાને વરમાળા પહેરાવી.

ધાર્મિક વિધિ તો સંપૂર્ણ થઈ પરંતુ તેનાથી દુલ્હન લાલગુમ થઈ. જે વ્યક્તિએ દુલ્હનને ઊંચી કરી હતી તેણે દુલ્હને એક લાંફો ઝીંકી દીધો. આટલું જ નહિ રોષે ભરાયેલા તે વ્યક્તિએ ત્યાં ઉભેલી એક મહિલાને પણ એક લપડાક આપી દીધી. આ જૂનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...