અમેરિકા:ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માટે યુવકે મહિલા વેઈટરને ₹7200ની ટિપ આપી, યુવકે ટિપ પરત લઈ લીધી તો વેઈટરે તેની ગર્લફ્રેન્ડ સામે જ ભાંડો ફોડ્યો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક ફોટો - Divya Bhaskar
પ્રતીકાત્મક ફોટો
  • યુવકે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા 20,900 રૂપિયાની બિલ અમાઉન્ટ પર 7200 રૂપિયાની ટિપ આપી
  • ત્યારબાદ વેઈટરને 1400 રૂપિયા રાખી બાકીની રકમ પરત લઈ લીધી
  • વેઈટરે યુવકની ગર્લફ્રેન્ડ સામે ભાંડો ફોડતા તે શરમથી પાણી પાણી થયો

મોંઘા રેસ્ટોરાંમાં પ્રીમિયમ વાઈન સાથેની ડેટ યંગસ્ટર્સની ડ્રીમ ડેટ હોય છે. કંઈક આવી જ ડેટ પર અમેરિકાનો યુવાન તેની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો હતો. તેને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમમાં ડિનરના $289 (આશરે 20,900 રૂપિયા) બિલ અમાઉન્ટની ઉપર યુવકે મહિલા વેઈટરને $100 (આશરે 7200 રૂપિયા)ની ટિપ આપી. યુવકે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવાના ચક્કરમાં પૈસા તો આપી દીધા પરંતુ પાછળથી વેઈટર પાસે $20 (આશરે 1400 રૂપિયા)ની ટિપ રાખી ઉપરના પૈસા માગ્યા. આ વાત યુવકની ગર્લફ્રેન્ડનો માલુમ થતાં જ તેણે યુવકને ટાટા બાય બાય કહી દીધું.

આ વિચિત્ર ઘટના અમેરિકાના એક ફેમસ રેસ્ટોરાંમાં બની છે. મહિલા વેઈટર સાથે આ ખરાબ વર્તન થતાં તેણે યુવકનો ભાંડો ફોડવાનું વિચાર્યું. સ્થાનિક માીડિયા સાથેના ઈન્ટરવ્યૂમાં મહિલા વેઈટરે કહ્યું કે આ યુવક એકદમ શાંત અને સરળ સ્વભાવનો લાગતો હતો. તે અનેક વખત તેના રેસ્ટોરાંમાં આવતો હતો. ઘણી વખત તેને થેન્ક્યુ કહેતો અને તેનાં કામના વખાણ કરતો હતો.

પોતાની ઉદારતા જણાવા યુવકે મસમોટી ટિપ આપી

યુવકે ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર પ્રીમિયમ ક્વોલિટીની વાઈન ઓર્ડર કરી હતી
યુવકે ગર્લફ્રેન્ડ સાથે ડેટ પર પ્રીમિયમ ક્વોલિટીની વાઈન ઓર્ડર કરી હતી

મહિલા વેઈટરે તે સાંજને વર્ણવતા કહ્યું કે, આ યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે આવ્યો અને સૌથી હાઈએસ્ટ ક્વોલિટીની વાઈન ઓર્ડર કરી. વેઈટરે બંનેને પૂછ્યું કે તેઓ અલગ અલગ ઓર્ડર લેવાનું પસંદ કરશે કે એક જ. ગર્લફ્રેન્ડે તો અલગ ઓર્ડરને જ જવાબ આપ્યો પરંતુ યુવક તેની ગર્લફ્રેન્ડને ઈપ્પ્રેસ કરવા માગતો હતો તેથી તેણે એક જ ઓર્ડરમાં વાઈન મંગાવી. તેની બિલ અમાઉન્ટ $289 થઈ. બિલ અમાઉન્ટ સાથે યુવકે મહિલા વેઈટરને $100ની ટિપ આપી દીધી. આમ કરવાનુ કારણ એ હતું કે તે કેટલો ઉદાર છે એ જણાવી તે ગર્લફ્રેન્ડને ઈમ્પ્રેસ કરવા માગતો હતો.

મસમોટી ટિપ આપી તેને પરત પણ માગી
મહિલા વેઈટરનો પારો ત્યારે ગયો જ્યારે યુવકે મસમોટી ટિપ આપ્યા બાદ તેમાંથી બાકીની રકમ પરત આપવા કહ્યું. યુવકે $90 ડોલર પરત લઈ લીધા. યુવકની આ હરકત જોઈ મહિલા વેઈટરે તેની ગર્લફ્રેન્ડની શોધ શરૂ કરી. વેઈટર યુવકનો અસલ ચહેરો જણાવી તે મહિલાને બચાવવા માગતી હતી.

વેઈટર મહિલાએ આ રીતે બદલો લીધો
એક દિવસ ફરી યુવક તેની ગર્લફ્રેન્ડ સાથે આ જ રેસ્ટોરાંમાં આવ્યો. તેણે ઓર્ડર પણ કર્યો જ્યારે વાત બિલ પે કરવાની આવી તો મહિલા વેઈટરે તેની ગર્લફ્રેન્ડ સામે જ ઊંચા સ્વરે ચોપડાઈ દીધું કે તમે જે રીતે છેલ્લા ટાઈમે અરજી કરી હતી તે મુજબ ટિપ અમાઉન્ટ $20 જ રહેશે તેને અમે માન્ય ગણી છે. $100 ટિપમાંથી આજે તેને ડિસ્કાઉન્ટ મળશે. માત્ર $20ની ટિપ આવકાર્યા રહેશે. મહિલા વેઈટરની વાત સાંભળી યુવકની ગર્લફ્રેન્ડને સમગ્ર ફ્રોડ સમજાઈ ગયો અને તેણે ત્યાંથી ચાલતી પકડી.

અન્ય સમાચારો પણ છે...