જુગાડ:વ્હોટ્સએપ પર ફેમિલી ગ્રુપમાં જવાબ આપવા માટે યુવકે સ્પેશિયલ ‘સેક્રેટરી’ રાખ્યો, ફોરવર્ડ મેસેજ વાંચીને તેનો સમય બગડતો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સેક્રેટરી ઈઆન તેના માલિક ઝેન વતી ફેમિલી ગ્રુપનાં મેસેજ વાંચે છે અને બધાને રીપ્લાય આપે છે
  • સેક્રેટરી રીપ્લાય આપતો હોવા છતાં ફેમિલી ગ્રુપમાં કોઈને શંકા ના ગઈ

સોશિયલ મીડિયાને લીધે આજે ફેમિલી અને મિત્રો વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું છે. ગણતરીની સેકન્ડમાં આપણે મેસેજ, ફોટો કે પછી વીડિયોની આપ-લે કરી શકીએ છીએ. વીડિયો કોલથી આપણાથી હજારો કિલોમીટર દૂર બેઠેલી વ્યક્તિ પણ જાણે નજીક હોય તેવો અનુભવ થાય છે પણ ઘણીવાર યુઝર્સ માટે નકામા અને ફોરવર્ડ મેસેજ માથાનો દુખાવો બની જાય છે. ફેમિલી ગ્રુપ ફોરવર્ડ મેસેજથી ભરેલા હોય છે. ઘણીવાર તો નકામા મેસેજને લીધે કામનાં મેસેજ જોવાના રહી જાય છે.

સેક્રેટરીનું નામ ઇઆન છે, તેનું ગામ વ્હોટ્સએપ ગ્રુપના મેસેજને રીપ્લાય આપવાનું છે
વ્હોટ્સએપ પર ફેમિલી ગ્રુપના મેસેજથી કંટાળેલા એક યુવકે અનોખો જુગાડ શોધ્યો છે, ઝેન યાકુબ નામનાં યુવકને તેના ફેમિલી ગ્રુપના ગુડ મોર્નિંગ કે પછી ફોરવર્ડ મેસેજ વાંચવાનો ટાઈમ નહોતો આથી તેણે આ ગ્રુપમાં તેને બદલે જવાબ આપે એ માટે સ્પેશિયલ સેક્રેટરી રાખ્યો છે. આ સેક્રેટરીનું નામ ઈઆન છે. તે ઝેન વતી ફેમિલી ગ્રુપનાં મેસેજ વાંચે છે અને બધાને રીપ્લાય આપે છે.

ઈઆન બધી ચેટ વાંચે છે
ઝેનના નાના ભાઈ ઝેક યાકુબે ટિકટોક પર વીડિયો શેર કરીને ઈરાનનું કામ દેખાડ્યું. ઈઆન બધી ચેટ વાંચે છે અને કોઈને શંકા ના જાય તેમ ઝેનની જેમ જ સામે જવાબ આપે છે. ફેમિલી ગ્રુપમાં જ્યારે કોઈ મેમ્બર ઝેનનું અરજન્ટ કામ હોય કે તેની સાથે વાત કરવી હોય તો ઈઆન મેસેજમાં લખે છે, સોરી, હું ઈઆ ન છું. તમારો મેસેજ ઝેન સુધી પહોંચાડી દઈશ અને તેનો રિસ્પોન્સ તમને ફોરવર્ડ કરીશ.

પિતા પણ તેના દીકરાને ઝૂમ કોલથી જ મળે છે
ઝેને સેક્રેટરી તરીકે ઈઆનને રાખ્યો છે ત્યારે શરુઆતમાં કોઈને વિશ્વાસ નહોતો આવતો, કારણકે કોઈને મેસેજ વાંચીને શંકા નહોતી. ફેમિલી ગ્રુપમાં હજુ પણ ઘણા લોકોને લાગે છે કે ઝેન જ મેસેજ કરે છે. ઝેનના પિતાએ કહ્યું, મારો દીકરો કામમાં ઘણો વ્યસ્ત હોય છે અને હું પણ તેને ઝૂમ કોલમાં જ મળું છું.

યુઝરે કહ્યું, આઈડિયા ખરાબ નથી
ટિકટોક પર આ વાઈરલ વીડિયો જોઈને યુઝર્સની રમૂજી કમેન્ટ આવી રહી છે. એક યુઝરે કહ્યું, ‘વ્હોટ્સએપ પર વધારાના મેસેજ પાછળ સમય વેડફવાને બદલે આ આઈડિયા સારો છે.’ બીજા યુઝરે કહ્યું, ‘મારા ફેમિલી ગ્રુપમાં પણ મેસેજનો ઢગલો થાય છે, પણ હું ગ્રુપ મ્યુટ રાખું છું.’ અન્ય યુઝરે કહ્યું, ‘ફેમિલી ઇવેન્ટમાં હવે ઝેનને બદલે તેના સેક્રેટરી ઈઆનને જ આમંત્રણ આપવું જોઈએ.’

અન્ય સમાચારો પણ છે...