તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આશ્ચર્યમ:ફિલિપાઈન્સનો આ યુવક છેલ્લાં 14 મહિનાથી તેની પાંસળીઓમાં ચપ્પું લઈને ફરતો હતો, નવી જોબ માટે કરાવેલાં હેલ્થ ચેકઅપે ઘટસ્ફોટ કર્યો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્ટ નામના યુવકે કરાવેલાં હેલ્થ ચેકઅપમાં ખબર પડી કે 14 મહિનાથી તેની પાંસળીમાં 4 ઈંચનું ચપ્પું રહેલું છે - Divya Bhaskar
કેન્ટ નામના યુવકે કરાવેલાં હેલ્થ ચેકઅપમાં ખબર પડી કે 14 મહિનાથી તેની પાંસળીમાં 4 ઈંચનું ચપ્પું રહેલું છે
  • કેન્ટ 1 વર્ષ પહેલાં પડી ગયો હતો ત્યારે તેને છાતીમાં લોહી નીકળતું હતું
  • તે સમયે ડૉક્ટર્સે ખાલી ટાંકાં લઈ તેને ઘરે મોકલી દીધો હતો
  • કેન્ટ ઈચ્છે છે કે હવે જેમની ભૂલ થઈ છે તે જ ડૉક્ટર્સ તેની સર્જરી કરી ચપ્પું બહાર કાઢે

ફિલિપાઈન્સના એક યુવકના આશ્ચર્યનો પાર ન રહ્યો જ્યારે તેને ખબર પડી કે તેની પાંસળીઓમાં છેલ્લા 1 વર્ષથી ચપ્પું રહેલું છે. આ વાતની જાણ તેને ત્યારે થઈ જ્યારે તે થોડા દિવસ પહેલાં નવી જોબ માટે હેલ્થ ચેકઅપ કરાવવા માટે ગયો.

એક્સીડન્ટની સારવાર સમયે ડૉક્ટર્સે ટાંકાં લીધે અને ચપ્પું કાઢવાનું ભૂલી ગયા
ગત મંગળવારે હેલ્થ ચેકઅપ દરમિયાન તેને ખબર પડી કે તેનાં રિબ કેજ અર્થાત પાંસળીઓમાં 4 ઈંચનું ચપ્પું છે. તે ફેફસાંને ચીરી નાખે તે અંતરથી જરાક દૂર હતું. ગત વર્ષે ચાલતાં ચાલતાં કેન્ટ નામનાો યુવાન પડી ગયો હતો અને તેને લોહી નીકળતું હતું. કેન્ટનો દાવો છે કે તે સમયે આ ચપ્પું ઘુસી ગયું હશે તે સમયે ડૉક્ટરે માત્ર લોહી રોકવા માટે ટાંકા લીધા હતા પરંતુ ચપ્પું વિશે તેમને કશી ખબર જ નહોતી.

કેન્ટે નવી જોબ માટે એક્સ રે કરાવ્યો તેમાં પાંસળીઓમાં ચપ્પું હોવાનું માલુમ પડ્યું
કેન્ટે નવી જોબ માટે એક્સ રે કરાવ્યો તેમાં પાંસળીઓમાં ચપ્પું હોવાનું માલુમ પડ્યું

14 મહિના સુધી કેન્ટ ચપ્પું સાથે જીવિત હતો
કેન્ટ કહે છે કે ગત વર્ષે મને વાગ્યું હતું ત્યારે ડૉક્ટર્સે બરાબર ચેકઅપ કર્યું નહોતું. તે સમયે ડૉક્ટર્સે ટાંકા લઈને પેન કિલર્સ સાથે કેન્ટને ઘરે મોકલી દીધો હતો. આ ઘટનાના 14 મહિના બાદ તેને જાણ થઈ કે તેની પાંસળીઓમાં ચપ્પું રહેલું હતું.

ચપ્પુંને લીધે છાતીમાં દુખાવો થતો હતો
આ 14 મહિનાના સમયગાળામાં તેને ઠંડાં વાતાવરણમાં ઘણી વખત દુખાવો થતો હતો પરંતુ તેણે આટલી મોટી સમસ્યા હશે તેવું સ્વપ્ને પણ વિચાર્યું નહોતું. છાતીમાં દુખાવો થતો પરંતુ કેન્ટને એવું ન લાગ્યું કે તેણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ દુખાવો થોડા સમય બાદ આપમેળે મટી જતો હતો. જોકે હાલ કેન્ટને સમસ્યાનું મૂળ કારણ ખબર પડી ગઈ છે.

કેન્ટની પાસે પૈસા ન હોવાથી અગાઉ જે ડૉક્ટર્સની ભૂલ થઈ તે જ ડૉક્ટર નવી સર્જરી કરે તેવું ઈચ્છે છે
કેન્ટની પાસે પૈસા ન હોવાથી અગાઉ જે ડૉક્ટર્સની ભૂલ થઈ તે જ ડૉક્ટર નવી સર્જરી કરે તેવું ઈચ્છે છે

કેન્ટ જણાવે છે કે આ ચપ્પું કાઢવાની ટ્રીટમેન્ટના તેની પાસે પૈસા નથી. જે ડૉક્ટર્સથી ભૂલ થઈ તે ડૉક્ટર્સ જ સર્જરી કરી તેને દૂર કરે તેવું કેન્ટ ઈચ્છે છે. તેથી તે જલ્દી નવી જોબ શરૂ કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો