દક્ષિણ કોરિયાનો એક વ્યક્તિ રાતોરાત માલામાલ થઈ ગયો. આ વ્યક્તિએ સેકન્ડ હેન્ડ કીમચી ફ્રિજની ખરીદી કરી હતી. ફ્રિજની તપાસમાં તેને માલુમ પડ્યું કે સેકન્ડ હેન્ડ ફ્રિજ સાથે તે $1,30,000 (આશરે 96 લાખ રૂપિયા)નો પણ માલિક બની ગયો છે.
આ ઘટના દક્ષિણ કોરિયાના જેઉ આઈલેન્ડની છે. આ ઘટના વાયુવેગે એટલા માટે ફેલાઈ કારણ કે કીમચી ફ્રિજની નીચે અઢળક કેશ જોઈને આ વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફ્રિજની નીચે ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકમાં આ રોકડ હતી. દક્ષિણ કોરિયામાં કીચમી નામનું મીટ 4 મહિના સુધી સ્ટોર કરવા માટે લોકો કીમચી ફ્રિજનો ઉપયોગ કરતાં હોય છે.
તમામ પૈસા હવે પોલીસ પાસે
આટલા બધા પૈસા જોઈને વ્યક્તિએ લાલચમાં ન આવીને તેની જાણ પોલીસને કરવાનું વિચાર્યું. આટલી મોટી રકમમાંથી એક પાઈ લીધા વગર તેણે બધા પૈસા પોલીસને સોંપી દીધા. પોલીસ તપાસમાં તેના અસલ માલિકની શોધ કરવામાં આવી. માલિકે પણ પૈસા પોલીસને પરત કરી દીધા.
ઈન્ટરનેશનલ મીડિયાના અહેવાલ પ્રમાણે, દક્ષિણ કોરિયામાં બેંકમાં ઓછું વ્યાજ મળવાને કારણે ત્યાંના લોકો કીમચી ફ્રિજની નીચે રોકડ જમા રાખે છે. હાલ આ ક્રિમિનલ કેસ હોવાથી તમામ રોકડ પોલીસ પાસે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.