તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Lifestyle
  • Man Fined £425 For 'provocatively Farting At Police Officers' In Austria Has Fine Reduced To £85 On Appeal

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓસ્ટ્રિયા:પોલીસે તેની સામે વાછૂટ છોડનારાને 44 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો, સ્થાનિકે કહ્યું, ‘આ તો બાયોલોજિકલ પ્રોસેસ છે’

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થાનિકની ફરિયાદને લીધે તેનો દંડ ઘટાડીને 9 હજાર રૂપિયા કર્યો

ઓસ્ટ્રિયાની રાજધાની વિએનામાં પોલીસ દંડનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. પોલીસ ઓફિસરની સામે જોશથી વાછૂટ છોડતા વ્યક્તિને 495 યુરો એટલે કે 44 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સાંભળવામાં નવાઈ લાગે પણ વાછૂટને લીધે એક વ્યક્તિની તકલીફ વધી ગઈ હતી.

જો કે, તે વ્યક્તિએ દંડ સાંભળીને પોલીસ સામે તે ઓછા કરવા માટે રકજક કરી હતી. તેણે પોલીસને કહ્યું, ફાર્ટ તો એક બાયોલોજિકલ પ્રોસેસ છે. તેમાં મારો શું વાંક? એક વાછૂટ માટે આટલો વધો દંડ ભરવો એ ખોટી વાત છે.

આ કેસ છેક વિએના રીજનલ એડમિનિસ્ટ્રેશન કોર્ટ સુધી પહોંચી ગયો. જજે પોલીસ અને સ્થાનિક એ બંનેની ફરિયાદ સાંભળીને દંડ 500 યુરોમાંથી 100 યુરો એટલે કે 9000 રૂપિયા કર્યો. આ ઘટના પછી સિટી પોલીસે સોશિયલ મીડિયા પર પણ પોસ્ટ કરી હતી. પોલીસે આ વ્યક્તિ સામે જોયું ત્યારે તે પાર્કમાં બેંચ પરથી ઊભો થઇ ગયો અને પોલીસે તેને પોતાનું પ્રૂફ આપવાનું કહ્યું ત્યારે તેણે જોશથી વાછૂટ છોડી. દંડ આપવા વિશે કહ્યું, પોલીસ સ્ટાફમાં કોઈને વાછૂટ પસંદ નથી. પોલીસનાં જણાવ્યા પ્રમાણે, સ્થાનિકે વાત કરવાને બદલે આવું કામ કર્યું અને દંડ ફટકારતા રૂપિયા ઓછા કરવા કોર્ટમાં ગયો.

આ ન્યૂઝ સોશિયલ મીડિયા યુઝર્સના ધ્યાનમાં આવતા તેમણે કમેન્ટનો ઢગલો કર્યો હતો. એક યુઝરે લખ્યું, વ્યક્તિને જેમ બોલવાની સ્વતંત્રતા છે જેમ આ પ્રાકૃતિક પ્રોસેસમાં પણ છૂટ હોવી જોઈએ. અન્ય યુઝરે કમેન્ટ કરી, પોલીસ સામે ફાર્ટ માટે આટલો મોટો દંડ, તે વ્યક્તિનું નસીબ ખરાબ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો